ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Latest News » National» રાહુલ ગાંધી ખોટું બોલીને નફરત ફેલાવી રહ્યા છે: અમિત શાહ | Rahul Gandhi is spreading hate By speech-Amit Shah

    રાહુલ ગાંધી ખોટું બોલીને નફરત ફેલાવી રહ્યા છે: અમિત શાહ

    Agency, Bhuvneshwar | Last Modified - Apr 06, 2018, 08:28 AM IST

    ભાજપ અધ્યક્ષે કોંગ્રેસ અધ્યક્ષને જવાબ આપ્યો
    • રાહુલ ગાંધી ખોટું બોલીને નફરત ફેલાવી રહ્યા છે: અમિત શાહ
      રાહુલ ગાંધી ખોટું બોલીને નફરત ફેલાવી રહ્યા છે: અમિત શાહ

      ભુવનેશ્વર: ભાજપા અધ્યક્ષ અમિત શાહે ઓરિસ્સામાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર ખોટું બોલીને નફરત ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો. હકીકતમાં રાહુલે તાજેતરમાં જ કર્ણાટકની ચૂંટણીસભામાં કહ્યું હતું કે એસસી/એસટી કાયદો રદ કરવામાં આવ્યો છે અને તેમ છતાં મોદી સરકાર ચૂપ છે. અમિત શાહે રાહુલને હોલકરેમાં થયેલી સભાનો વીડિયો ટિ્વટર પર શેર કર્યો છે. જેમાં તેઓ સરકાર દલિતો પર અત્યાચાર કરે છે તેવો આરોપ લગાવી રહ્યા છે.

      શાહે વીડિયો શેર કરી કહ્યું હતું કે ખોટું- હળાહળ ખોટું. જોઓ કેવી રીતે રાહુલ ગાંધી સમાજમાં નફરત ફેલાવવાના ઇરાદે એસસી/એસટીની ખોટી જાણકારીઓ ફેલાવી રહ્યા છે. ભાજપા અધ્યક્ષ શાહ બુધવારે ઓરિસ્સા યાત્રા પર પહોંચ્યા હતા જ્યાં ભવાનીપટનામાં રેલી દરમિયાન તેમણે કહ્યું હતું કે કેન્દ્ર સરકાર એસસી/એસટીને મળતી અનામતને ક્યારેય નાબૂદ નહીં કરે અને તેમ કોઈને કરવા પણ દેશે નહીં.

      બળેલા ટ્રાન્સફોર્મરની જેમ પટનાયકને ઉખાડી ફેંકો


      બલાંગીર। શાહે ઓરિસ્સાના બલાંગીરની જનસભામાં કહ્યું કે, છેલ્લાં 18 વર્ષથી સત્તામાં હોવા છતાં પ્રદેશ સરકાર લોકોની જરૂરિયાતો પૂરી કરવામાં નિષ્ફળ રહી છે. તેમને પટનાયકને બળેલા ટ્રાન્સફોર્મરની જેમ ઉખાડી ફેંકવા કહ્યું, અને એમ પણ કહ્યું કે પટનાયક સરકાર હિંસાત્મક થઇ ગઈ છે.

      યોગી સરકારની છબી પર સંઘનું ફીડબેક તૈયાર


      લખનઉ | rss દ્વારા ઉત્તરપ્રદેશમાં આદિત્યનાથ સરકારની છબી અંગે ફીડબેક લેવામાં આવ્યું છે. આ ફીડબેક અમિત શાહને લખનઉ યાત્રા પહેલાં આપવામાં આવશે. આ ફીડબેક લેવા માટે દત્તાત્રેય હોસબોલે અને કૃષ્ણ ગોપાલને 30 માર્ચથી 2જી એપ્રિલ સુધી લખનઉમાં ધામા નાખ્યા હતા.

      અમિત શાહે દલિતના ઘરે ભોજન કર્યું

      અમિત શાહે બલાંગીર જિલ્લાના દેવગામમાં દલિત મહેશ્વર સુનાના ઘરે ઓરિસ્સાનું પરંપરાગત બિભોજન લીધું હતું. તેમની સાથે કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, ભાજપા પ્રભારી અરુણ સિંહ, રાજ્ય અધ્યક્ષ બસંત પડા પણ હતા. જમ્યા બાદ શાહે મહેશ્વરના પરિવાર સાથે વાતચીત પણ કરી હતી.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: રાહુલ ગાંધી ખોટું બોલીને નફરત ફેલાવી રહ્યા છે: અમિત શાહ | Rahul Gandhi is spreading hate By speech-Amit Shah
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    X
    Top