કૈલાશ માનસરોવર યાત્રાથી રાહુલનું ટ્વિટ- બાબા જેને બોલાવે છે, તે જ અહીં આવે છે

રાહુલ ગાંધી 31 ઓગસ્ટથી કૈલાશ માનસરોવરની યાત્રાએ, 12 સપ્ટેમ્બરે આવશે પરત

divyabhaskar.com | Updated - Sep 05, 2018, 04:49 PM
ફાઈલ ફોટો
ફાઈલ ફોટો

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી હાલ કૈલાશ માનસરોવરની યાત્રા પર છે. તેમણે બુધવારે કહ્યું કે, વ્યક્તિ કૈલાશ માનસરોવરની યાત્રા ત્યારે જ કરી શકે છે જ્યારે સરોવર તેને બોલાવે છે. હું બહુ જ ખુશ છુ કે મને આવો મોકો મળ્યો છે અને આ સુંદર યાત્રાનો અનુભવ હું તમારી સાથે શેર કરી રહ્યો છું.

નવી દિલ્હી: કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી હાલ કૈલાશ માનસરોવરની યાત્રા પર છે. તેમણે બુધવારે કહ્યું કે, વ્યક્તિ કૈલાશ માનસરોવરની યાત્રા ત્યારે જ કરી શકે છે જ્યારે બાબા તેને બોલાવે છે. હું બહુ જ ખુશ છુ કે મને આવો મોકો મળ્યો છે અને આ સુંદર યાત્રાનો અનુભવ હું તમારી સાથે શેર કરી રહ્યો છું. રાહુલે માનસરોવરની યાત્રાને ખૂબ શાંત ગણાવી છે. તેમણે કહ્યું છે કે, તે ખૂબ પાણી આપે છે. કોઈ પણ આ પાણીનો ઉપયોગ કરી શકે છે. અહીં કોઈ નફરત નથી. આજ કારણ છે કે, આપણે ભારતમાં આ પ્રકારના પાણીની પૂજા કરીએ છીએ.

12 દિવસની યાત્રા પર છે રાહુલ


રાહુલ 31 ઓગસ્ટથી માનસરોવરની યાત્રા પર રવાના થયા છે. તેમની આ યાત્રા 12 દિવસની છે. તેઓ 12 સપ્ટેમ્બરે પાછા આવવાના છે. રાહુલે એપ્રિલમાં કર્ણાટક ચૂંટણી દરમિયાન આ યાત્રાની જાહેરાત કરી હતી. રાહુલે કહ્યું હતું કે, થોડા દિવસ પહેલાં જ્યારે અમે કર્ણાટક આવી રહ્યા હતા ત્યારે અચાનક કઈ ખરાબીના કારણે અમારું પ્લેન 8000 ફૂટ નીચે આવી ગયું. ત્યારે જ થયું કે હું તો ગયો. તે જ ક્ષણે મારા મનમાં ભગવાન શિવ યાદ આવ્યા અને મે મનમાં કૈલાશ માનસરોવર જવાનું નક્કી કર્યું, તેથી જ કર્ણાટક ચૂંટણી પૂરી થયા પછી મેં કૈલાશ માનસરોવર જવાની જાહેરાત કરી હતી.

X
ફાઈલ ફોટોફાઈલ ફોટો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App