Home » National News » Latest News » National » Rahul Gandhi in Mandsaur on 1st death Anniversary of Farmeres died in Golikand

MPમાં અમારી સરકાર આવી તો 10 દિ'માં ખેડૂતોના દેવાં માફ કરીશું: રાહુલ

Divyabhaskar.com | Updated - Jun 06, 2018, 06:01 PM

મંદસૌર ગોળીકાંડની પહેલી વરસી પર સામેલ થવા માટે રાહુલ ગાંધી ખોખરા ગામ પહોંચી ગયા છે

 • Rahul Gandhi in Mandsaur on 1st death Anniversary of Farmeres died in Golikand
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  મંદસૌરમાં ગયા વર્ષે આંદોલન દરમિયાન માર્યા ગયેલા ખેડૂતોના પરિવારના લોકોને રાહુલે ગળે લગાવ્યા.

  મંદસૌર/ઇંદોર: મંદસૌર ગોળીકાંડની પહેલી વરસી પર રાહુલ ગાંધી બુધવારે ખોખરા ગામ પહોંચ્યા. તેમણે કહ્યું કે મોદીજીએ ખેડૂતો સાથે દગો કર્યો. તેમણે ખેડૂતોને પાકના યોગ્ય ભાવ આપવાનું વચન આપ્યું હતું. પરંતુ, તે બધામાં તેઓ નિષ્ફળ થયા. જો મધ્યપ્રદેશમાં અમારી સરકાર આવી તો અમે 10 દિવસમાં ખેડૂતોના દેવાં માફ કરીશું. આ પહેલા તેઓ ખેડૂત આંદોલનમાં માર્યા ગયેલા ખેડૂતોના પરિવારજનોને મળવા પહોંચ્યા. તેમની સાથે લગભગ 10 મિનિટ સુધી વાત કરી. આ આંદોલનમાં માર્યા ગયેલા ખેડૂત અભિષેક પાટીદારના પરિવારે આરોપ લગાવ્યો છે કે સરકારના ઓફિસરો તેમના પર રાહુલ ગાંધી સાથે મુલાકાત ન કરવા અને સભામાં ન જવાનું દબાણ બનાવી રહ્યા છે. પરિવારવાળાઓએ જણાવ્યું- એસડીએમએ અમને રાહુલ ગાંધીને ન મળવાની સલાહ આપી.

  કોંગ્રેસના નેતાઓ એક ટીમ બનીને કામ કરશે

  - રાહુલ ગાંધીએ કહ્યું, "કોંગ્રેસ પાર્ટી એક ટીમ બનીને અને એક થઇને ચૂંટણી લડશે. બધા મળીને એકસાથે આગળ વધીશું. હું તમને જણાવી દઉં કે કોંગ્રેસના કાર્યકર્તાઓ પાર્ટી માટે લોહી-પરસેવો વહાવે છે. એટલે મારી પ્રાથમિકતામાં પહેલા દેશની જનતા, પછી પાર્ટીના કાર્યકર્તા અને પછી પાર્ટીના નેતા છે."

  'કોંગ્રેસની સરકારમાં અમારા કાર્યકર્તાઓનું અગ્ર સ્થાન હશે'

  - રાહુલે કહ્યું, "15 વર્ષોમાં તમે જે સહન કર્યું છે, અમે તેને દૂર કરવાની કોશિશ કરીશું. મધ્યપ્રદેશમાં અમારી સરકાર બનતા જ કોંગ્રેસના કાર્યકર્તાઓનું અગ્રિમ સ્થાન હશે. એટલે તમે રાજ્યના લોકોને જણાવો કે ખેડૂત સાથે સરકારે શું કર્યું."

  - "તમે જણાવો કે યુવાનોને શિવરાજજી અને નરેન્દ્ર મોદીજીએ કેવી રીતે દગો આપ્યો. વ્યાપમમાં શિવરાજ, તેમના પરિવાર અને બીજેપીએ કેવી રીતે દગો આપ્યો. ઇલાજ માટે યુવાનો, માતાઓને લાખો રૂપિયાની જરૂર પડે છે, અમે રાજસ્થાનમાં મફત ઇલાજની વ્યવસ્થા આપી. અમે શિક્ષણ-સ્વાસ્થ્ય ઓછામાં ઓછા ભાવે ઉપલબ્ધ કરાવીએ છીએ."

  'ખેડૂતો માટે મોદીજી પાસે એક શબ્દ નથી'

  - "મોદીજીને મેં ખેડૂતોનો અવાજ સાંભળવાનું કહ્યું. તેમનો જવાબ સાંભળો. તેઓ 30 સેકન્ડ્સ ચૂપ રહ્યા. કોઇ જવાબ જ ન આપ્યો. નરેન્દ્ર મોદીજીએ 5 શબ્દો પણ ન કહ્યાં. મોટા-મોટા ઉદ્યોગપતિઓ આવે છે, કલાકો સુધી ભાષણ ચલાવે છે, સૂટ-બૂટમાં મીટિંગો થાય છે. ખેડૂતો માટે મોદીજી પાસે એક શબ્દ નથી."

  વડાપ્રધાન લલિત મોદી-નીરવ મોદીને કહે છે, હજુ વધુ પૈસા લઇ જાઓ

  - રાહુલે કહ્યું, "મને જણાવવામાં આવ્યું છે કે 1200 ખેડૂતોએ મધ્યપ્રદેશમાં આત્મહત્યા કરી છે. એક પછી એક મંદસૌરના ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે. હિંદુસ્તાનમાં સૌથી અમીર લોકોની લાખો, કરોડોની એનપીએ છે. 2.5 લાખ કરોડ મોદીએ પોતે તેમને આપ્યા. શું આ લોકોના પરિવારોમાં કોઇએ આત્મહત્યા કરી? ખેડૂતોને જણાવવામાં આવે છે કે દેવું છે, જાઓ આત્મહત્યા કરો. હિંદુસ્તાનના સૌથી અમીર લોકો પર લાખો-કરોડોનું દેવું હોય છે. કહે છે તમે માલ્યા છો, લલિત મોદી છો, નીરવ મોદી છો, અમારી પાસેથી પૈસા લો અને ભાગી જાઓ. ન સજા થશે, ન કાર્યવાહી થશે. 30 હજાર કરોડ રૂપિયા નીરવ મોદીના ખિસ્સામાં જશે."

  - "નરેન્દ્ર મોદી મેહુલ ચોક્સીને મેહુલ ભાઈ કહે છે, નીરવ મોદીને નીરવ ભાઈ કહે છે. નીરવભાઈ અને મેહુલભાઈને મોદીજીએ 30 હજાર કરોડ રૂપિયા આપ્યા. આટલા રૂપિયા સાથે તમે મધ્યપ્રદેશના દરેક ખેડૂતનું દેવું બે વાર માફ કરી શકો છો. આખા દેશના યુવાનોએ નરેન્દ્ર મોદીજી પર ભરોસો કર્યો. આજે ખુશી છે મને કે આ ભીડમાં હજારો-લાખો યુવાનો ઊભા છે. હું તમને કહેવા માંગું છું કે તેમણે ખેડૂતોને દગો આપ્યો, તેમને યોગ્ય ભાવો અપાવવાની ખાતરી આપી હતી. લસણનો શું ભાવ મળે છે? 200 રૂપિયા. યુપીએની સરકારમાં તમને લસણ, સોયાબીનના શું ભાવ મળતા હતા? "

  પાંચ દિવસોથી હાઇ એલર્ટ પર છે જિલ્લો, આજે સૌથી મોટો પડકાર

  - ગયા વર્ષે ખેડૂત આંદોલન દરમિયાન મંદસૌરમાં 6 લોકાના મોતની વરસીની વચ્ચે આ વખતે ગૃહ મંત્રાલયે 1 જૂનથી જ મંદસૌરને હાઇ એલર્ટ ઝોનમાં રાખ્યા છે. આ વખતે ખેડૂતોએ 10 દિવસીય આંદોલનની જાહેરાત કરી છે.

  - 1 જૂનથી ચાલુ થયેલા અને 10 જૂન સુધી ચાલનારા આ ખેડૂત આંદોલનની વચ્ચે અનેક ખેડૂત સંગઠનોની સભાઓ પણ થવાની છે.
  - આ સભામાં સુરક્ષા વ્યવસ્થા માટે આશરે 1500 ઓફિસર અને પોલીસવાળાઓને તહેનાત કરવામાં આવ્યા છે. આ તમામ રાહુલના સભાસ્થળથી લઇને હવાઈ પટ્ટી, હેલીપેડ સુધી તહેનાત રહેશે.

  કમલનાથ, દિગ્વિજય સિંહ અને જ્યોતિરાદિત્ય પહોંચ્યા આગેવાની કરવા

  - રાહુલ ગાંધી મંદસૌર પહોંચી ગયા છે. તેમની આગેવાની માટે કમલનાથ, દિગ્વિજય સિંહ અને જ્યોતિરાદિત્ય સિંધિયાએ કરી. પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહ સૌથી પહેલા સવારે મંદસૌર પહોંચ્યા અને તેમણે તૈયારીઓ જોઇ. જીતુ પટવારી અને શોભા ઓઝા, મીનાક્ષી નટરાજન પણ સવારથી જ વ્યવસ્થામાં લાગ્યા છે.

  - ખુરશી ખાલી રહેવાના સવાલ પર પટવારીએ કહ્યું કે રાહુલના આવતા પહેલા એટલી ભીડ દેખાશે કે જગ્યા ઓછી પડી જશે. શોભા ઓઝાએ કહ્યું કે રાજ્ય અને કેન્દ્ર સરકાર ખેડૂતોનું દર્દ ઓછું કરવાની જગ્યાએ તેને વધારવાનું કામ કરી રહી છે.

  રાહુલ ગાંધી મંદસૌરમાં સ્વાભિમાન રેલીમાં થશે સામેલ

  - સુરક્ષા વ્યવસ્થામાં સ્થાનિક વહીવટીતંત્રએ આશરે 1500 ઓફિસર્સ અને પોલીસ જવાનોને તહેનાત કર્યા છે. લોકોના ચેકિંગ પછી જ સભાસ્થળ પર જવા દેવામાં આવી રહ્યા છે.

 • Rahul Gandhi in Mandsaur on 1st death Anniversary of Farmeres died in Golikand
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  રાહુલ ગાંધીએ ગયા વર્ષે ખેડૂત આંદોલનમાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી.
 • Rahul Gandhi in Mandsaur on 1st death Anniversary of Farmeres died in Golikand
  સુરક્ષા વ્યવસ્થા માટે આશરે 1500 ઓફિસર અને પોલીસવાળાઓને તહેનાત કરવામાં આવ્યા છે.
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ