ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Rahul Gandhi 5th visit in Karnataka addressed the rally

  નરેન્દ્ર મોદી દેશમાં સાંપ્રદાયિકતાનું બીજ વાવી રહ્યા છે: કર્ણાટકમાં રાહુલ

  divyabhaskar.com | Last Modified - Apr 03, 2018, 05:00 PM IST

  રાહુલ ગાંધીએ કર્ણાટકના શિવમોગામાં ચૂંટણીસભા દરમિયાન સાંપ્રદાયિકતાનો મુદ્દો ઉઠાવ્યો
  • કર્ણાટકમાં રાહુલનો આ પાંચમો ચૂંટણી પ્રવાસ છે. ચૂંટણીની તારીખોનું એલાન થયા પછી તેઓ પહેલીવાર અહીંયા આવ્યા છે. (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   કર્ણાટકમાં રાહુલનો આ પાંચમો ચૂંટણી પ્રવાસ છે. ચૂંટણીની તારીખોનું એલાન થયા પછી તેઓ પહેલીવાર અહીંયા આવ્યા છે. (ફાઇલ)

   બેંગલુરૂ: રાહુલ ગાંધીએ કર્ણાટકના શિવમોગામાં ચૂંટણીસભા દરમિયાન સાંપ્રદાયિકતાનો મુદ્દો ઉઠાવ્યો. તેમણે જન આશીર્વાદ યાત્રાને સંબોધિત કરતા કહ્યું કે અમેરિકાને ફક્ત ભારત અને ચીન જ પડકારી શકતા હતા. પરંતુ મોદી દેશની આ તાકાતને સમજ્યા જ નહીં. તેઓ દેશમાં સાંપ્રદાયિક બીજ વાવી રહ્યા છે. રાહુલ મંગળવારથી બે દિવસના કર્ણાટકના પ્રવાસે પહોંચ્યા છે. અહીંયા 12 મેના રોજ વોટિંગ અને 15 મેના રોજ પરિણામો આવશે.

   'મોદીની બંને તરફ ભ્રષ્ટ નેતા બેઠેલા રહે છે'

   - રાહુલ ગાંધીએ કહ્યું કે નરેન્દ્ર મોદી ભ્રષ્ટાચાર પર કલાકો બોલે છે, પરંતુ તેમની બંને બાજુ એવા જ નેતાઓ બેઠેલા રહે છે.

   - તેમણે સવાલ કર્યો કે અમિત શાહના દીકરાની કંપની 50 હજારથી 80 કરોડ રૂપિયા સુધી કેવી રીતે પહોંચી જાય છે? વિજય માલ્યા, નીરવ મોદી અને લલિત મોદીને દેશમાંથી કોણે ભાગવા દીધા?

   'પેપરલીક સરકારની દેન'

   - રાહુલે આરોપ લગાવ્યો કે સરકાર વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત કર રહી છે. સીબીએસઇ અને એસએસસીના પેપલ લીક થઇ જાય છે. ચૂંટણીની તારીખો લીક થઇ જાય છે. આ બધી પિરસ્થિતિ દેશની હાલની સરકારની દેન છે.

   બે દિવસમાં ક્યાં-ક્યાં જશે રાહુલ

   મંગળવાર: રાહુલે સૌથી પહેલા શિવમોગામાં રેલી કરી. તે બીજેપીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર બીએસ યેદિયુરપ્પાનો ગઠ માનવામાં આવે છે. દાવનગિરીના જિહોન્નાલી, હરિહારા અને બાથીમાં પણ તેમની સભાઓ છે.

   બુધવાર: ચિત્રાદુર્ગા જિલ્લાના હોલાલાકેરે, તુમાકુરૂ અને રામનગરમાં રેલી કરશે. ત્યારબાદ તેઓ સિદ્ધગંગા મઠમાં શિવકુમાર સ્વામી સાથે મુલાકાત કરશે. તેઓ 111 વર્ષના થઇ ગયા છે. શનિવારે જ સ્વામીજીનો જન્મદિવસ હતો. ઉલ્લેખનીય છે કે 26-27 માર્ચના રોજ અમિત શાહ પણ આ મઠમાં આવ્યા હતા.

  • રાહુલ બુધવારે સિદ્ધગંગા મઠના શિવકુમાર સ્વામીજીની મુલાકાત કરશે. સ્વામીજી 111 વર્ષના થઇ ગયા છે. (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   રાહુલ બુધવારે સિદ્ધગંગા મઠના શિવકુમાર સ્વામીજીની મુલાકાત કરશે. સ્વામીજી 111 વર્ષના થઇ ગયા છે. (ફાઇલ)

   બેંગલુરૂ: રાહુલ ગાંધીએ કર્ણાટકના શિવમોગામાં ચૂંટણીસભા દરમિયાન સાંપ્રદાયિકતાનો મુદ્દો ઉઠાવ્યો. તેમણે જન આશીર્વાદ યાત્રાને સંબોધિત કરતા કહ્યું કે અમેરિકાને ફક્ત ભારત અને ચીન જ પડકારી શકતા હતા. પરંતુ મોદી દેશની આ તાકાતને સમજ્યા જ નહીં. તેઓ દેશમાં સાંપ્રદાયિક બીજ વાવી રહ્યા છે. રાહુલ મંગળવારથી બે દિવસના કર્ણાટકના પ્રવાસે પહોંચ્યા છે. અહીંયા 12 મેના રોજ વોટિંગ અને 15 મેના રોજ પરિણામો આવશે.

   'મોદીની બંને તરફ ભ્રષ્ટ નેતા બેઠેલા રહે છે'

   - રાહુલ ગાંધીએ કહ્યું કે નરેન્દ્ર મોદી ભ્રષ્ટાચાર પર કલાકો બોલે છે, પરંતુ તેમની બંને બાજુ એવા જ નેતાઓ બેઠેલા રહે છે.

   - તેમણે સવાલ કર્યો કે અમિત શાહના દીકરાની કંપની 50 હજારથી 80 કરોડ રૂપિયા સુધી કેવી રીતે પહોંચી જાય છે? વિજય માલ્યા, નીરવ મોદી અને લલિત મોદીને દેશમાંથી કોણે ભાગવા દીધા?

   'પેપરલીક સરકારની દેન'

   - રાહુલે આરોપ લગાવ્યો કે સરકાર વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત કર રહી છે. સીબીએસઇ અને એસએસસીના પેપલ લીક થઇ જાય છે. ચૂંટણીની તારીખો લીક થઇ જાય છે. આ બધી પિરસ્થિતિ દેશની હાલની સરકારની દેન છે.

   બે દિવસમાં ક્યાં-ક્યાં જશે રાહુલ

   મંગળવાર: રાહુલે સૌથી પહેલા શિવમોગામાં રેલી કરી. તે બીજેપીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર બીએસ યેદિયુરપ્પાનો ગઠ માનવામાં આવે છે. દાવનગિરીના જિહોન્નાલી, હરિહારા અને બાથીમાં પણ તેમની સભાઓ છે.

   બુધવાર: ચિત્રાદુર્ગા જિલ્લાના હોલાલાકેરે, તુમાકુરૂ અને રામનગરમાં રેલી કરશે. ત્યારબાદ તેઓ સિદ્ધગંગા મઠમાં શિવકુમાર સ્વામી સાથે મુલાકાત કરશે. તેઓ 111 વર્ષના થઇ ગયા છે. શનિવારે જ સ્વામીજીનો જન્મદિવસ હતો. ઉલ્લેખનીય છે કે 26-27 માર્ચના રોજ અમિત શાહ પણ આ મઠમાં આવ્યા હતા.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Rahul Gandhi 5th visit in Karnataka addressed the rally
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top