ખેડૂત / રાજસ્થાનમાં રાહુલે કહ્યું- અમે ઈચ્છીએ છીએ કે દેશનો યુવક ફ્રન્ટ ફૂટ પર રમે અને સીક્સ મારે

divyabhaskar.com | Updated - Jan 09, 2019, 04:35 PM
rahul gandhi in jaipur rajasthan live news and update on his public meeting

  • રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર બન્યા પછી રાહુલ ગાંધીની પહેલી રેલી, ચૂંટણી અભિયાનની શરૂઆત કરી
  • રાહુલે કહ્યું- જ્યાં સુધી સમગ્ર દેશના ખેડૂતોનું દેવું માફ નહીં કરે ત્યાં સુધી અમે મોદીજીને ઉંઘવા નહીં દઈએ

જયપુર: કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બુધવારે જયપુરથી લોકસભા માટે ચૂંટણી અભિયાનની શરૂઆત કરી છે. રાહુલે કહ્યું કે, રાજસ્થાનમાં કોંગ્રેસની નહીં પણ ખેડૂતોની જીત થઈ છે. અમે અહીં તમારા માટે જ કામ કરવા આવ્યા છીએ. રેલીમાં રાહુલે વડાપ્રધાન પર આકરા પ્રહાર કરતાં કહ્યું હતું કે, નરેન્દ્ર મોદીની સરકાર અત્યાર સુધી બેકફૂટ પર રમતી હતી. હું ઈચ્છું છું કે, અમારા યુવકો બેકફૂટ પર ન રમે, તેઓ ફ્રન્ટ ફૂટ પર રમે અને સીક્સ મારે.

રાહુલે કહ્યું- બેટિંગ સમયે ડરીને રમે છે પીએમ

- રાહુલે કહ્યું કે, વડાપ્રધાન 5 વર્ષથી બેકફૂટ પર રમી રહ્યા છે. તેઓ વાયદો કરે છે કે, તેઓ ખેડૂતો અને યુવકોની મદદ કરશે, પરંતુ જ્યારે બેટિંગનો સમય આવે છે તો તેઓ ડરી ડરીને ચાલે છે.

- કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, હું ખેડૂતોને કહેવા માંગુ છું કે, અમે તમારા માટે જ કામ કરીએ છીએ. અમારું કામ તમારો અવાજ સાંભળવાનું, તમારી તકલીફ સમજવાનું જ છે. અમારા દરવાજા તમારા માટે હંમેશા ખુલ્લા છે.

- ખેડૂતોએ કહ્યું કે, અમને રસ્તો નથી દેખાતો. જે સમસ્યા અહીંના ખેડૂતોની છે તે જ દેશના સમગ્ર ખેડૂતોની સમસ્યા છે. અમે કહ્યું હતું કે, અમારી સરકાર બનતાં જ અમે સૌ પ્રથમ ખેડૂતોનું દેવુ માફ કરીશું અને અમે બે દિવસમાં જ ખેડૂતોનું દેવુ માફ કરી દીધું છે.

- રાહુલે કહ્યું- અમારો મોદીજીને સંદેશ છે કે, તમારે સમગ્ર દેશના ખેડૂતોનું દેવું માફ કરવું જોઈએ. તમે જ્યાં સુધી સમગ્ર દેશના ખેડૂતોનું દેવું માફ નહીં કરો ત્યાં સુધી કોંગ્રેસ તમને નહીં છોડે. તમને ઉંઘવા નહીં દઈએ. જો તમે ખેડૂતોના દેવા માફ નહીં કરો તો 2019માં કોંગ્રેસની સરકાર આવશે અને તે દેવું માફ કરીને બતાવી દેશે.

- હું રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢના મંત્રીઓને કહેવા માંગુ છું કે, ખેડૂતો માટે હવે નવી પદ્ધતિથી વિચારવાની જરૂર છે. ટેક્નોલોજીની મદદથી ખેડૂતોના જીવનને બદલવાની જરૂર છે.

- રાફેલ કેસમાં મોદીએ અનિલ અંબાણીને દેશના રૂ. 30 હજાર કરોડ આપી દીધા છે. રાફેલની તપાસ થવી જોઈએ. આ તપાસ જોઈન્ટ પાર્લામેન્ટ્રી કમિટિ પાસે મોકલવી જોઈએ. અમે મોદીજીને કહીએ છીએ કે તેઓ જનતાની કોર્ટમાં સામે આવે. અમે અમારી વાત રજૂ કરશું તમે તમારી વાત રજૂ કરજો.

56 ઈંચની છાતી વાળા લોકસભામાં એક મિનિટ પણ ન આવ્યા

- રાહુલ ગાંધીએ કહ્યું- તમે જોયું હશે કે 56 ઈંચની છાતી વાળા પીએમ લોકસભામાં એક મિનિટ માટે પણ ન આવ્યા. અઢી કલાક રક્ષામંત્રી નિર્મલા સીતારમણે ભાષણ આપ્યું. રાફેલની ચર્ચા દરમિયાન મોદીજી પંજાબ ભાગી ગયા. તેઓ સંસદમાં હાજર જ ન રહ્યા. કારણકે ચોકીદારે જચોરી કરી છે.

- ફ્રાન્સના રાષ્ટ્રપતિએ મને વાતચીતમાં જણાવ્યું હતું કે, મોદીએ અંબાણીને કોન્ટ્રાક્ટ આપવા કહ્યું હતું. પરંતુ 56 ઈંચનો ચોકીદાર જનતાની કોર્ટમાંથી ભાગી ગયો. તેઓ એક મહિલાને કહે છે કે, સીતારમણજી તમે મારી રક્ષા કરજો, હું નહીં કરી શકું.

- હું રાજસ્થાનમાં પણ યુવાનો સામે એક જ સવાલ મુકવા માંગુ છું. એરફોર્સે આઠ વર્ષ સુધી આ સોદા વિશે વાતચીત કરી પરંતુ તમે તેમના કામને નજર અંદાજ કરી દીધું અને અનિલ અંબાણીને કોન્ટ્રાક્ટ અપાવ્યો. મેં એક જ સવાલ પૂછ્યો કે જૂનો કોન્ટ્રાક્ટ કયા આધારે રદ કરવામાં આવ્યો. અઢી કલાકમાં રક્ષામંત્રી આ સવાલનો જવાબ ન આપી શક્યા. હવે 2019માં માત્ર એક નિર્ણય લેવાનો છે. જે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં થયું તે જ યુવા વર્ગે દેશમાં કરવાનું છે.

X
rahul gandhi in jaipur rajasthan live news and update on his public meeting
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App