કૈલાશ માનસરોવરથી પ્રથમવાર સામે આવી રાહુલની તસવીરો અને વીડિયો, કેમ્પમાં લોકો સાથે કરી મુલાકાત

રાહુલ ગાંધીની કૈલાશ માનસરોવરથી આવેલી તસવીર

પોતાની જાતને શિવભક્ત કહી ચૂકેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી હાલ કૈલાશ માનસરોવરની યાત્રા પર છે. રાહુલ હવે પહેલીવાર ત્યાંથી તેમની તસવીરો અને વીડિયો શેર કર્યા છે. અત્યારસુધી રાહુલ ગાંધી ત્યાંથી પહાડ અને તળાવની તસવીર શેર કરતાં હતાં

divyabhaskar.com

Sep 07, 2018, 01:28 PM IST

નેશનલ ડેસ્ક: જાહેરમાં ઘણી વાર પોતાની જાતને શિવભક્ત કહી ચૂકેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી હાલ કૈલાશ માનસરોવરની યાત્રા પર છે. રાહુલ હવે પહેલીવાર ત્યાંથી તેમની તસવીરો અને વીડિયો શેર કર્યા છે. અત્યારસુધી રાહુલ ગાંધી ત્યાંથી પહાડ અને તળાવની તસવીર શેર કરતાં હતાં પરંતુ આજે તેમણે કેમ્પમાં લોકો સાથેની મુલાકાતવાળી તસવીરો અને વીડિયો શેર કર્યા છે.

શુક્રવારે રાહુલ ગાંધીએ શેર કરેલી તસવીરમાં તેઓ ટોપી, ચશ્મા, જીન્સ અને જેકેટમાં જોવા મળ્યા છે. રાહુલ સાથે અન્ય એક વ્યક્તિ પણ જોવા મળ્યા છે. રાહુલ ગાંધીએ આ તસવીર સોશિયલ મીડિયા પર લેખક સાધ્વી ખોસલાએ જાહેર કરી છે. આ તસવીર સામે આવ્યા પછી રાહુલ ગાંધીએ એક વીડિયો પણ શેર કર્યો છે.

રાહુલના સતત નવા વીડિયો અને તસવીરો સામે આવી રહ્યાં છે. નવા વીડિયોમાં રાહુલ ગાંધી કૈલાશ માનસરોવર યાત્રા પર તેમના કેમ્પમાં લોકોને મળી રહ્યા છે. રાહુલે અહીં અન્ય શ્રદ્ધાળુંઓ સાથે ફોટા પડાવ્યા છે. આ વીડિયો લેખક સાધ્વી ખોસલાએ ટ્વિટર ઉપર પણ શેર કર્યો છે.

X
રાહુલ ગાંધીની કૈલાશ માનસરોવરથી આવેલી તસવીરરાહુલ ગાંધીની કૈલાશ માનસરોવરથી આવેલી તસવીર
રાહુલ ગાંધીની કૈલાશ માનસરોવરથી આવેલી તસવીરરાહુલ ગાંધીની કૈલાશ માનસરોવરથી આવેલી તસવીર
રાહુલ ગાંધીની કૈલાશ માનસરોવરથી આવેલી તસવીરરાહુલ ગાંધીની કૈલાશ માનસરોવરથી આવેલી તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી