વેપારીઓ નારાજ હતા તો BJP સૂરતમાં કેવી રીતે જીતી?- રિવ્યુ મીટિંગમાં રાહુલ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવી દિલ્હી: ગુજરાતના ચૂંટણી પરિણામોના લગભગ મહિના પછી કોંગ્રેસ પ્રેસિડેન્ટ રાહુલ ગાંધીએ શુક્રવારે રિવ્યુ મીટિંગ બોલાવી. ગુજરાતમાં પાર્ટી ઓબ્ઝર્વર રહેલા ત્રણ રાજ્યોના આશરે 200 નેતા 15 જીઆરજી રોડ સ્થિત પાર્ટીના વોર રૂમમાં પહોંચ્યા. રાહુલે પૂછ્યું કે જીએસટી વિરુદ્ધ વેપારીઓની નારાજગી છતાં સૂરતમાં બીજેપી કેવી રીતે જીતી?

 

બીજેપીએ હાર્દિકની સભાઓના તોડમાં મોરારી બાપુની કથા રખાવડાવી

 

- પાર્ટી અધ્યક્ષના સવાલના જવાબમાં ઓબ્ઝર્વરે કહ્યું, "સૂરતમાં મોરારી બાપુની કથાઓમાં થયેલા મોદીના પ્રચારે બીજેપીને જીતાડી. મોરારી બાપુ દરેક કથામાં મોદીને દેશભક્ત જણાવીને લોકોને વિશ્વાસ અપાવતા હતા કે જીએસટીના દરો તેઓ જ ઘટાડશે."

- ઓબ્ઝર્વર રહેલા કોંગ્રસના ધારાસભ્ય સુખરામ વિશ્નોઇએ કહ્યું કે બીજેપીએ ચાલાકીથી હાર્દિક પટેલની ભીડવાળી સભાઓના જવાબમાં મોરારી બાપુની કથાઓ રખાવડાવી. આ કથાઓએ બીજેપીની જીતમાં મોટી ભૂમિકા ભજવશે. 

 

કાપલી દ્વારા સવાલ પૂછવાનો મોકો

 

- રાહુલે ઓબ્ઝર્વરને એક-એક કરીને ચૂંટણી સંબંધી અનુભવો પણ પૂછ્યા. મીટિંગ પહેલા તેમણે કાપલી દ્વારા બધા પાસેથી નામ માંગ્યા. કેટલીક કાપલીઓ કાઢીને સવાલ પૂછવા માટે મંચ પરથી નામ બોલવામાં આવ્યા. 

- મીટિંગમાં ગુજરાત કોંગ્રેસ ઇન્ચાર્જ અશોક ગેહલોત અને ગુજરાત પ્રેસિડેન્ટ ભરતસિંહ સોલંકી પણ હાજર હતા. ઓબ્ઝર્વરમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને હરિયાણાના નેતા સામેલ હતા. 

આવી જ મહેનત કરતાર રહીશું તો 2019માં મોદીને હરાવવા મુશ્કેલ નથી

- 15થી વધુ ઓબ્ઝર્વરે રાહુલને કહ્યું કે ગુજરાતની જેમ રાજસ્થાનની ચૂંટણીમાં વાર ન થવી જોઇએ. અશોક ગેહલોતને જલ્દી રાજસ્થાન મોકલવા જોઇએ.
- તેના પર રાહુલે સ્મિત કરીને કહ્યું કે હમણા પેટાચૂંટણીમાં કોંગ્રેસની જીત પર ફોકસ કરો. રાહુલે કહ્યું કે જો તમે લોકો આ રીતે જ મહેનત કરતા રહેશો તો 2019માં મોદીને હરાવવામાં મુશ્કેલી નહીં પડે. 

અન્ય સમાચારો પણ છે...