છત્તીસગઢઃ બિઝનેસમેન મિત્રોનું 3 લાખ કરોડથી વધુનું કર્જ માફ કર્યું પણ ખેડૂતો સાથે અન્યાય- રાહુલના પ્રહાર

રાહુલ ગાંધી બે દિવસ છત્તીસગઢની યાત્રાએ છે
રાહુલ ગાંધી બે દિવસ છત્તીસગઢની યાત્રાએ છે

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શુક્રવારે છત્તીસગઢના કાંકેરમાં જનસભા સંબોધિત કરી. રાહુલે અહીં રેલીમાં વડાપ્રધાન મોદી પર શાબ્દિક પ્રહારો કર્યાં હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે વડાપ્રધાન મોદીએ પોતાનાં કેટલાંક બિઝનેસમેન મિત્રોને 3 લાખ કરોડથી વધુનું દેવું માફ કર્યું પરંતુ ખેડૂતો માટે કંઈજ ન કર્યું.

Divyabhaskar.com

Nov 09, 2018, 01:49 PM IST

રાયપુરઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શુક્રવારે છત્તીસગઢના કાંકેરમાં જનસભા સંબોધિત કરી. રાહુલે અહીં રેલીમાં વડાપ્રધાન મોદી પર શાબ્દિક પ્રહારો કર્યાં હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે વડાપ્રધાન મોદીએ પોતાનાં કેટલાંક બિઝનેસમેન મિત્રોનું 3 લાખ કરોડથી વધુનું દેવું માફ કર્યું પરંતુ ખેડૂતો માટે કંઈજ ન કર્યું.

રાહુલે આક્ષેપ કર્યાં કે નીરવ મોદી, વિજય માલ્યા, મેહુલ ચોકસી દેશના પૈસા લઈને ભાગી ગયા. વિજય માલ્યા દેશ છોડતાં પહેલાં નાણા મંત્રી અરૂણ જેટલીને મળીને ગયો હતો.

રાફેલ ડીલને લઈને પણ સાધ્યું નિશાન


- રાહુલ ગાંધીએ અહીં રેલીને સંબોધિત કરતાં રાફેલ ડીલનો મુદ્દો પણ ઉઠાવ્યો.
- રાહુલે કહ્યું કે મોદી સરકારે HAL પાસેથી કોન્ટ્રાક્ટ ઝુંટવીને અનિલ અંબાણીની કંપનીને આપ્યો.
- મોદી સરકારે 526 કરોડના હવાઈ જહાજ, 1600 કરોડ રૂપિયા ખરીદ્યા. જ્યારે કે અનિલ અંબાણીએ પૂરાં જીવનમાં ક્યારેય હવાઈ જહાજ નથી બનાવ્યાં અને HAL 70 વર્ષથી આ જ બનાવી રહ્યાં છે.

નોટબંધીને લઈને પણ જુમલો


- કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે મોદીએ નોટબંધી કર્યું, દેશના લોકોને લાઈનમાં ઊભા રાખ્યાં. તેનાથી માત્ર ચોકીદારના મિત્રોનું જ ભલું થયું અન્ય કોઈનું નહીં.
- રાહુલ ગાંધી બે દિવસ છત્તીસગઢની યાત્રાએ છે. રાહુલ આજે અનેક રેલીઓ સંબોધિત કરશે તેમજ રોડ શો પણ કરશે.

X
રાહુલ ગાંધી બે દિવસ છત્તીસગઢની યાત્રાએ છેરાહુલ ગાંધી બે દિવસ છત્તીસગઢની યાત્રાએ છે
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી