Home » National News » Latest News » National » Rahul Gandhi and other opposition leaders attend Sanjhi Bachao Virasat

વિપક્ષના સંમેલનમાં માઈક બંધ થતાં રાહુલનો કટાક્ષ- અમિત શાહજીએ માઈક ઓફ કર્યું

Divyabhaskar.com | Updated - Aug 16, 2018, 05:33 PM

સાઝી બચાવો વિરાસત કાર્યક્રમમાં 17 વિપક્ષી દળોને આમંત્રણ અપાયું હતું

 • Rahul Gandhi and other opposition leaders attend Sanjhi Bachao Virasat
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  રાહુલ ગાંધીએ સંમેલનમાં પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનો પણ ઉલ્લેખ કર્યો હતો

  નવી દિલ્હીઃ વિપક્ષે ગુરૂવારે દિલ્હીના તાલ કટોરા સ્ટેડિયમમાં 'આપણો વારસો બચાવો' સંમેલન કર્યું. શરદ યાદવના નેતૃત્વમાં થયેલાં આ સંમેલનમાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, રાજ્યસભામાં વિપક્ષના નેતા ગુલામનબી આઝાદ, જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લા, સીપીએમના નેતા સીતારામ યેચૂરી સહિત તમામ પક્ષના નેતા હાજર રહ્યાં. સંમેલનને સંબોધિત કરવાના સમયે માઇક બંધ થઈ જતાં રાહુલ ગાંધીએ કહ્યું- ભાજપ અધ્યક્ષ અમિત શાહજીએ માઇક બંધ કરી દીધું.

  રાહુલ ગાંધીએ સંમેલન પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનો પણ ઉલ્લેખ કર્યો. તેઓએ કહ્યું, "વાજપેયીજી હોસ્પિટલમાં દાખલ છે. આપણે બધાંએ તેમના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવી જોઈએ." આ પ્રસંગે RLD નેતા જયંત ચૌધરીએ અટલજીની કવિતા પણ સંભળાવી.

  ફારૂકે કહ્યું- અમે તે ભારત ઈચ્છીએ છે જે સપનું ગાંધીજીએ જોયું હતું


  - જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાએ કહ્યું કે, "અમે આતંકવાદી નથી, અમે ભારત વિરોધી નથી, અમે ભારતથી અલગ પણ નથી થવા ઈચ્છતા. પરંતુ તે ભારતને નહીં સ્વીકારીએ જ્યાં માણસની બરાબરી નથી, તે પછી હિંદુ હોય, મુસલમાન હોય, શીખ હોય કે ખ્રિસ્તી. અમે તે ભારત ઈચ્છીએ છીએ, જેનું સપનું ગાંધીજીએ જોયું હતું."

  સંમેલનમાં 17 પક્ષને બોલાવવામાં આવ્યાં હતા


  - 'આપણો વારસો બચાવો સંમેલન'ની આ છઠ્ઠી આવૃતિ છે. તેના માટે સપાના અધ્યક્ષ અખિલેશ યાદવ, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, બસપા પ્રમુખ માયાવતી, એનસીપી અધ્યક્ષ શરદ યાદવ, ફારૂક અબ્દુલ્લા, આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી નારા ચંદ્રબાબુ નાયડૂ, જનતા દળ (સેક્યુલર) નેતા એચડી દેવગૌડા, ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત શોરેન, ડીએમકેના કાર્યકરી અધ્યક્ષ એમકે સ્ટાલિન સહિત 17 વિપક્ષી દળોને સંમેલનમાં હાજર રહેવાનું આમંત્રણ અપાયું હતું.

  વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

 • Rahul Gandhi and other opposition leaders attend Sanjhi Bachao Virasat
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  17 વિપક્ષી દળોને સંમેલનમાં હાજર રહેવાનું આમંત્રણ અપાયું હતું
 • Rahul Gandhi and other opposition leaders attend Sanjhi Bachao Virasat
  સંમેલનમાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લા, સીપીએમના નેતા સીતારામ યેચૂરી સહિત તમામ પક્ષના નેતા હાજર રહ્યાં હતા
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ