ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Congress President Rahul Gandhi said he and his sister completey forgiven his father killers

  પિતાની હત્યાથી હું અને પ્રિયંકા ઘણાં વર્ષો ગુસ્સામાં, હવે માફ કર્યાં- રાહુલ

  Divyabhaskar.com | Last Modified - Mar 11, 2018, 11:23 AM IST

  સિંગાપુર મુલાકાત દરમિયાન IIM એલ્યુમિનાઈની સાથે વાતચીત દરમિયાન રાહુલે પોતાના પિતા અને દાદીની હત્યાની વાત કરી હતી.
  • કોંગ્રેસ પ્રેસિડન્ટ રાહુલ ગાંધીએ કહ્યું કે તેને અને તેની બહેન પ્રિયંકાએ પોતાના પિતાના હત્યારાઓને હવે સંપૂર્ણ રીતે માફ કરી દીધાં છે
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   કોંગ્રેસ પ્રેસિડન્ટ રાહુલ ગાંધીએ કહ્યું કે તેને અને તેની બહેન પ્રિયંકાએ પોતાના પિતાના હત્યારાઓને હવે સંપૂર્ણ રીતે માફ કરી દીધાં છે

   નવી દિલ્હીઃ કોંગ્રેસ પ્રેસિડન્ટ રાહુલ ગાંધીએ કહ્યું કે તેને અને તેની બહેન પ્રિયંકાએ પોતાના પિતાના હત્યારાઓને હવે સંપૂર્ણ રીતે માફ કરી દીધાં છે. સિંગાપુર મુલાકાત દરમિયાન IIM એલ્યુમિનાઈની સાથે વાતચીત દરમિયાન રાહુલે જણાવ્યું હતું કે, "પિતાની હત્યા પછી ઘણાં વર્ષો સુધી હું અને મારી બહેન ગુસ્સામાં રહ્યાં, પરંતુ હવે અમે તેમને માફ કરી દીધાં છે."

   'આ ઘટનાઓ ઈતિહાસનો ભાગ છે'

   - ન્યૂઝ એજન્સીના જણાવ્યા મુજબ રાહુલે કહ્યું કે, "જ્યારે આ ઘટનાઓ થઈ, તે ઈતિહાસનો ભાગ છે. ત્યારે વિચારો, બહારનાં બળ અને કન્ફ્યૂઝનને લઈને ટકરાવ હતો. મને યાદ છે જ્યારે મેં LTTEના પ્રમુખ પ્રભાકરનને ટીવી પર મૃત જોયો, ત્યારે મને એક અહેસાસ એવો થયો કે આ શખ્સની સાથે આવું કેમ થયું? બીજો અહેસાસ એ થયો કે, મને પ્રભાકરન અને તેના બાળકોના લઈને દુઃખ થયું. તેનું કારણ એ હતું કે હું તે દુઃખને સમજી શકતો હતો."
   - "મેં હિંસા જોઈ છે પરંતુ એમ પણ માન્યું છે કે તેઓ પણ એક મનુષ્ય જ હતા. તેમનો પણ એક પરિવાર હતો. તેમના ગયા પછી બાળકો રડ્યાં હશે. મને આ બધું જ વિચારીને ઘણું દુઃખ થાય છે. મેં અનુભવ્યું કે નફરત કરવી ઘણું જ અઘરું કામ છે. મારી બહેને પણ આવું જ કર્યું."
   - 21 મે, 1991માં તામિલનાડુના શ્રીપેરરમ્બુદુરમાં રાજીવ ગાંધીની હત્યા કરવામાં આવી હતી. હત્યા આતંકી સંગઠન LTTEના એક સ્યૂસાઈડ બોમ્બરે કરી હતી.

   'મને પિતાની હત્યાની જાણ હતી'

   - રાહુલે કહ્યું કે, "હું જાણતો હતો કે મારા પિતાની હત્યા થઈ શકે છે. હું જાણતો હતો કે મારી દાદીની પણ હત્યા થઈ શકે છે. રાજકારણમાં જો તમે ખોટી તાકાતોને દબાવવા માગો છો, તમે કોઈની સાથે ઊભા રહો છો તો તમારે મરવું પડે છે."
   - વડાપ્રધાનના પરિવાર સાથે જોડાયેલો હોવાનો ફાયદો મળ્યો? આ સવાલના જવાબમાં રાહુલે કહ્યું હતું કે, "આ વાત તેના પર નિર્ભર કરે છે કે તમે સિક્કાની કઈ બાજુ છો. હાં, તે સત્ય છે કે જ્યાં હું છુ ત્યાં અનેક પ્રકારની સુવિધાઓ છે. પરંતુ એમ ન કહી શકાય કે હું મુશ્કેલ રાહમાંથી પસાર નથી થયો."
   - "જ્યારે 14 વર્ષનો હતો, ત્યારે દાદીની હત્યા થઈ ગઈ. જેઓએ મારી દાદીને ગોળી મારી, તેની સાથે હું બેડમિન્ટન રમતો હતો. જે બાદ મારા પિતાની હત્યા થઈ ગઈ."
   - "તમે એક ખાસ પ્રકારના માહોલમાં રહેતાં હોવ છો... સવારથી લઈને રાત સુધી તમે 15 લોકો સાથે ઘેરાયેલાં હોવ છો. મને નથી લાગતું કે આ સુવિધાઓ છે."

   વધુ ફોટા જોવા આગળની સ્લાઈડ પર ક્લીક કરો

  • સિંગાપુરના પીએમ લિ સિઅંગ લૂંગની સાથે રાહુલ
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   સિંગાપુરના પીએમ લિ સિઅંગ લૂંગની સાથે રાહુલ

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Congress President Rahul Gandhi said he and his sister completey forgiven his father killers
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `