અડવાણીજી મોદીજીના ગુરૂ પરંતુ PM તેમનું સન્માન નથી કરતા: રાહુલ

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મુંબઈમાં કોંગ્રેસના કાર્યકર્તાઓને સંબોધ્યા, સંબોધનમાં રાહુલે બીજેપી અને પીએમ મોદી પર જોરદા

divyabhaskar.com | Updated - Jun 12, 2018, 06:11 PM
રાહુલ ગાંધીએ મુંબઈમાં કોંગ્રેસ કાર્યકર્તાઓને સંબોધ્યા.
રાહુલ ગાંધીએ મુંબઈમાં કોંગ્રેસ કાર્યકર્તાઓને સંબોધ્યા.

અડવાણીજી મોદીજીના ગુરૂ પરંતુ PM તેમનું સન્માન નથી કરતા: રાહુલ.કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મુંબઈમાં કોંગ્રેસના કાર્યકર્તાઓને સંબોધ્યા. સંબોધનમાં રાહુલે બીજેપી અને પીએમ મોદી પર જોરદાર નિશાન સાધ્યું. રાહુલે કહ્યું, જેવી રીતે મુંબઈ તમામ ક્ષેત્રના લોકોનો ખ્યાલ રાખે છે અને તમામ લોકો એકસા મળીને કામ કરે છે, તેવી જ રીતે કોંગ્રેસ પાર્ટી સમાજના તમામ ક્ષેત્રોનો ખ્યાલ રાખે છે અને એક વિશાળ ભારતના નિર્માણ માટે કાર્ય કરે છે. રાહુલે કહ્યું કે, અડવાણીજી મોદીજીના ગુરૂ છે પરંતુ તેઓ તેમનું સન્માન કરતા નથી. રાહુલે એમપણ કહ્યું કે લોકસભા ચૂંટણી 2019માં તમામ વિરોધપક્ષો ભેગા મળીને બીજેપીને હરાવશે.

મુંબઈ: કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મુંબઈમાં કોંગ્રેસના કાર્યકર્તાઓને સંબોધ્યા. સંબોધનમાં રાહુલે બીજેપી અને પીએમ મોદી પર જોરદાર નિશાન સાધ્યું. રાહુલે કહ્યું, "જેવી રીતે મુંબઈ તમામ ક્ષેત્રના લોકોનો ખ્યાલ રાખે છે અને તમામ લોકો એકસા મળીને કામ કરે છે, તેવી જ રીતે કોંગ્રેસ પાર્ટી સમાજના તમામ ક્ષેત્રોનો ખ્યાલ રાખે છે અને એક વિશાળ ભારતના નિર્માણ માટે કાર્ય કરે છે." રાહુલે કહ્યું કે, અડવાણીજી મોદીજીના ગુરૂ છે પરંતુ તેઓ તેમનું સન્માન કરતા નથી. રાહુલે એમપણ કહ્યું કે લોકસભા ચૂંટણી 2019માં તમામ વિરોધપક્ષો ભેગા મળીને બીજેપીને હરાવશે.

'અમે વાજપેયીજી વિરુદ્ધ લડ્યા પરંતુ આજે બીમાર છે તો હું તાત્કાલિક મળવા ગયો'

- રાહુલે કહ્યું, "બીજેપી તાજેતરમાં કર્ણાટકમાં ચૂંટણી હાર્યું છે અને ગુજરાત ચૂંટણીમાં પણ પાર્ટી પોતાને માંડ બચાવી શકી હતી. રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં પણ પાર્ટીનો ખાત્મો થશે અને આગામી લોકસભા ચૂંટણી 2019માં પણ કોંગ્રેસ અને તમામ વિરોધી પાર્ટીઓ ભેગા થઇને બીજેપીને હરાવીશું."

- રાહુલે કહ્યું કે, "એક વરિષ્ઠ રાજકારણીએ મને કહ્યું કે તેઓ છેલ્લાં 50 વર્ષોથી કોંગ્રેસ વિરુદ્ધ લડતાં આવ્યા છે અને 50 વર્ષો પછી તેમને સમજાયું છે કે આ દેશને કોઇ સલામત રાખી શકે તેમ છે તો તે કોંગ્રેસ પાર્ટી જ છે. તેમણે કહ્યું કે માત્ર કોંગ્રેસ જ છે જે બીજેપી અને આરએસએસની વિચારધારાને હરાવી શકે છે."
- "એલ.કે. અડવાણી પીએમ મોદીજીના ગુરૂ છે, પરંતુ મેં ઘણી ઇવેન્ટ્સમાં જોયું છે કે પીએમ મોદી તેમના ગુરૂનું સહેજ પણ સન્માન કરતા નથી. આજે મને અડવાણીજી માટે ખૂબ ખરાબ લાગે છે. કોંગ્રેસ પાર્ટીએ તેમને મોદીજી કરતા વધુ સન્માન આપ્યું છે."
- "અમે લોકો વાજપેયીજી વિરુદ્ધ ચૂંટણીમાં લડ્યા છીએ, પરંતુ આજે જ્યારે તેઓ બીમાર છે ત્યારે હું તેમને તાત્કાલિક મળવા ગયો હતો કારણકે હું કોંગ્રેસનો સૈનિક છું. વાજપેયીજીએ આપણા દેશ માટે કામ કર્યું છે અને આ દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન તરીકે અમે તેમનું સન્માન કરીએ છીએ. આ આપણી સંસ્કૃતિ છે. "

રાહુલ ગાંધીના સંબોધનમાં કોંગ્રેસ કાર્યકર્તાઓ
રાહુલ ગાંધીના સંબોધનમાં કોંગ્રેસ કાર્યકર્તાઓ
રાહુલ ગાંધીએ કહ્યું, કોંગ્રેસ પાર્ટી સમાજના તમામ ક્ષેત્રોનો ખ્યાલ રાખે છે અને એક વિશાળ ભારતના નિર્માણ માટે કાર્ય કરે છે.
રાહુલ ગાંધીએ કહ્યું, કોંગ્રેસ પાર્ટી સમાજના તમામ ક્ષેત્રોનો ખ્યાલ રાખે છે અને એક વિશાળ ભારતના નિર્માણ માટે કાર્ય કરે છે.
X
રાહુલ ગાંધીએ મુંબઈમાં કોંગ્રેસ કાર્યકર્તાઓને સંબોધ્યા.રાહુલ ગાંધીએ મુંબઈમાં કોંગ્રેસ કાર્યકર્તાઓને સંબોધ્યા.
રાહુલ ગાંધીના સંબોધનમાં કોંગ્રેસ કાર્યકર્તાઓરાહુલ ગાંધીના સંબોધનમાં કોંગ્રેસ કાર્યકર્તાઓ
રાહુલ ગાંધીએ કહ્યું, કોંગ્રેસ પાર્ટી સમાજના તમામ ક્ષેત્રોનો ખ્યાલ રાખે છે અને એક વિશાળ ભારતના નિર્માણ માટે કાર્ય કરે છે.રાહુલ ગાંધીએ કહ્યું, કોંગ્રેસ પાર્ટી સમાજના તમામ ક્ષેત્રોનો ખ્યાલ રાખે છે અને એક વિશાળ ભારતના નિર્માણ માટે કાર્ય કરે છે.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App