ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Rahul Gandhi accused that PM Modi gives scripted interview

  રાહુલે કહ્યું- મોદી સ્ક્રિપ્ટેડ ઇન્ટરવ્યૂ આપે છે, પુરાવા રૂપે શેર કર્યો વીડિયો

  divyabhaskar.com | Last Modified - Jun 04, 2018, 05:24 PM IST

  કોંગ્રેસ અધ્યક્ષે પોતાના ટ્વિટ સાથે એક વીડિયો પણ શેર કર્યો છે
  • રાહુલે કહ્યું- મોદી સ્ક્રિપ્ટેડ ઇન્ટરવ્યૂ આપે છે, પુરાવા રૂપે શેર કર્યો વીડિયો
   રાહુલે કહ્યું- મોદી સ્ક્રિપ્ટેડ ઇન્ટરવ્યૂ આપે છે, પુરાવા રૂપે શેર કર્યો વીડિયો

   નવી દિલ્હી: કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર મોટો આરોપ લગાવ્યો છે. તેમનો આરોપ છે કે પીએમ મોદી પોતાના કાર્યક્રમોમાં સ્ક્રિપ્ટેડ ઇન્ટરવ્યુ આપે છે. રાહુલ ગાંધીએ પુરાવા તરીકે એક વીડિયો પણ શેર કર્યો છે. પોતાના ટ્વિટમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ લખ્યું, "પહેલા ભારતીય વડાપ્રધાન, જે તરત સવાલો લઇ લે છે અને તેનો જવાબ દુભાષિયા પાસે પહેલેથી લખ્યો હોય છે. સારું છે કે તેઓ અસલી સવાલો નથી લેતા, નહીંતો આપણે બધાએ સાચે જ શરમજનક પરિસ્થિતિમાં મૂકાવું પડે."

   ટ્વિટ સાથે શેર કર્યો વીડિયો

   કોંગ્રેસ અધ્યક્ષે પોતાના ટ્વિટ સાથે એક વીડિયો પણ શેર કર્યો છે, જેમાં પીએમ મોદી એક સવાલનો જવાબ આપે છે, પરંતુ ટ્રાન્સલેટર કંઇક બીજો જ અનુવાદ કરીને સંભળાવી રહી છે, જે પીએમ બોલ્યા જ નથી.

   - ખાસ વાત એ છે કે આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. તેને લઇને લોકોની નકારાત્મક કમેન્ટ્સ પણ આવી રહી છે.
   - ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ આરોપ લગાવતી રહી કે પીએમ મોદી રેલીઓ તો કરે છે પરંતુ પ્રેસ કોન્ફરન્સથી બચતા ફરે છે. કોંગ્રેસનો એવો પણ આરોપ છે કે પીએમ મોદીનો સંવાદ એકતરફી હોય છે.
   - મનકી બાતમાં પણ તેઓ અમુક સવાલોના જ જવાબ આપે છે. સાથે જ કાર્યક્રમ પણ લાઇવના બદલે પહેલેથી રેકોર્ડેડ હોય છે.

   રાહુલ ગાંધીએ કરેલા ટ્વિટને વાંચવા આગળની સ્લાઇડ ક્લિક કરો

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Rahul Gandhi accused that PM Modi gives scripted interview
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `