Divya Bhaskar

Home » National News » Latest News » National » રાહુલનો મોદીને નવો પડકાર, પૂછ્યું- 8 રેડ્ડી બ્રધર્સને ટીકિટ આપવા વિશે 5 મિનિટ બોલશમે મોદી| Rahul Attack Attacks Narendra Modi On 5 Minute

રેડ્ડી બંધુને ટિકિટ આપવા મુદ્દે રાહુલની મોદીને 5 મિનિટ બોલવાની ચેલેન્જ

Divyabhaskar.com | Updated - May 05, 2018, 01:28 PM

કર્ણાટકની 224 વિધાનસભા સીટ પર 12મેના રોજ વોટિંગ થશે, 15મેના રોજ પરિણામ

  • રાહુલનો મોદીને નવો પડકાર, પૂછ્યું- 8 રેડ્ડી બ્રધર્સને ટીકિટ આપવા વિશે 5 મિનિટ બોલશમે મોદી| Rahul Attack Attacks Narendra Modi On 5 Minute
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    રાહુલનો મોદીને નવો પડકાર,

    નવી દિલ્હી: કર્ણાટક વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાહુલ ગાંધી નરેન્દ્ર મોદી ઉપર હુમલો કરવાનું નથી છોડી રહ્યા. તેમણે શનિવારે મોદી પર કર્ણાટક ચૂંટણીમાં રેડ્ડી બ્રધર્સને ટીકિટ આપવા વિશે સવાલ ઊભા કર્યા છે. તેમણે રાજ્યમાં બીજેપીના મુખ્યમંત્રી ઉમેદવાર યેદિયુરપ્પા સામે પણ સવાલ ઊભા કર્યા છે. આ પહેલાં 1મેના રોજ મોદીએ રાહુલ ગાંધીને 15 મિનિટ કોઈ પણ કાગળ હાથમાં રાખ્યા વગર ભાષણ આપવાની અને 5 વાર વિશ્વેશ્વરૈયા બોલાવાનો પડકાર આપ્યો હતો. આ નવા હુમલાને રાહુલ ગાંધીનો જવાબ માનવામાં આવી રહ્યો છે.

    મોદીજી તમે બોલો છો બહુ, પણ કામ નથી કરતા


    - રાહુલ ગાંધીએ ટ્વિટમાં લખ્યું છે કે, પ્રિય મોદીજી તમે બોલો છો બહુ પણ પ્રોબ્લેમ એ છે કે, તમારા શબ્દો તમારા કામે સાથે મેચ નથી થતા.
    - તેમણે ટ્વિટ સાથે એક વીડિયો પણ શેર કર્યો છે અને લખ્યું છે કે, તમે આને કર્ણાટકની મોસ્ટ વોન્ટેડ સીરિયલ તરીકે ચલાવી શકો છો.
    - 1 મિનિટ 20 સેકન્ડનો આ વીડિયોમાં કર્ણાટકમાં બીજેપી તરફથી કથિત રીતે નેતાઓને ટીકિટ આપવા વિશે સવાલ ઊભા કરવામાં આવ્યા છે.

    રાહુલે 4 સવાલ પૂછ્યા?


    - શું તમે રેડ્ડી બ્રધર્સ ગેંગને 8 ટીકિટ આપવા વિશે 5 મિનિટ બોલશો
    - આવા વ્યક્તિ (યેદિયુરપ્પા)ને મુખ્યમંત્રી બનાવશો જેમના પર 23 કેસ નોંધાયેલા છે.
    - શું તમે ટીકિટ આપવામાં આવેલા તે 11 નેતાઓ વિશે બોલશો જેમના પર કરપ્શનનો આરોપ છે.
    - વીડિયોમાં આ દરેક નેતાઓના આરોપ અને કેસ વિશે માહિતી આપવામાં આવી છે.

    15 મિનિટ બોલવાની શું હતી વાત?
    - રાહુલ ગાંધીએ અમેઠી રેલી અને સંવિધાન બચાઓ રેલીમાં કહ્યું હતું કે, અમને સંસદમાં બોલવા દેવાતા નથી. જો હું સંસદમાં 15 મિનિટ ભાષણ આપું તો વડાપ્રધાન અમારી સામે ઊભા નહીં રહી શકે. રાહુલે અમેઠી મુલાકાત દરમિયાન સંવિધાન બચાઓ રેલીમાં મોદીને આ પડકાર આપ્યો હતો.
    - મોજીએ 1 મેના રોજ ચામરાજનગર રેલીમાં જવાબ આપ્યો હતો કે, લોકતંત્રમાં નેતાઓ અને નાગરિકોની વાતને ગંભીરતાથી લેવામાં આવે છે. કોંગ્રેસ અધ્યક્ષે તાજેતરમાં જ મને એક પડકાર આપ્યો છે. તેમણે કહ્યું હતું કે, જો તેઓ સંસદમાં 15 મિનિટ બોલશે તો મોદીજી ઉઠી નહીં શકે. પણે તેઓ પહેલાં 15 મિનિટ બોલે તો ખરા, અને હું બેસી નહીં શકું તે પણ એક મોટી વાત છે. કોંગ્રેસ અધ્યક્ષજી તમે નામદાર છો અને અમે કામદાર છીએ. અમે તો સારા કપડાં પણ નથી પહેરતા, અમે તમારી સામે કેવી રીતે બેસી શકીએ. અમે લોકોએ નામદારોના જુલમ સહન કર્યા છે અને આજે આ તાકાતને વધારી રહ્યા છીએ.
    - મોદીજીને છોડો, હું તમને કહું છું કે, તમે કર્ણાટક ચૂંટણી પ્રતારમાં 15 મિનિટ કોઈ પણ કાગળ હાથમાં લીધા વગર હિન્દી, અંગ્રેજી કે તમારી માતૃભાષામાં બોલીને બતાવો.
    - એક વાત બીજી, આ 15 મિનિટના ભાષણમાં 5વાર શ્રીમાન વિશ્વેશ્વરૈયાનું નામ લેવાનું છે. પછી કર્ણાટકની જનતા નક્કી કરી લેશે કે તેમને શું કરવાનું છે.
    - નોંધનીય છે કે, થોડા દિવસ પહેલાં રાહુલ ગાંધી એક રેલીમાં કર્ણાટકની મહાન હસ્તી મોશ્રગુંડમ વિશ્વેશ્વરૈયાનું નામ યોગ્ય રીતે બોલી નહતા શકતા. ત્યારપછી તે વીડિયો વાયરલ થયો હતો.

    આગળની સ્લાઈડમાં જુઓ રાહુલ ગાંધીની ટ્વિટ

  • રાહુલનો મોદીને નવો પડકાર, પૂછ્યું- 8 રેડ્ડી બ્રધર્સને ટીકિટ આપવા વિશે 5 મિનિટ બોલશમે મોદી| Rahul Attack Attacks Narendra Modi On 5 Minute
    રાહુલ ગાંધીએ કર્યું ટ્વિટ
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending