રાફેલ વિવાદ / પાર્રિકરની અધ્યક્ષતાવાળી પરિષદે ડીલની શરતોમાં 8 ફેરફારો કર્યા હતાઃ રિપોર્ટ

Divyabhaskar.com | Updated - Feb 11, 2019, 12:27 PM
rafale deal narendra modi government made unprecedented concessions says report
X
rafale deal narendra modi government made unprecedented concessions says report

  • દાવો- ડીલથી પહેલાં ભ્રષ્ટાચાર વિરોધી દંડની જોગવાઈ હટાવવામાં આવી હતી.

  • દૈસો, MBDA ફ્રાંસના ખાતા સુધી પહોંચવાની જોગવાઈ પણ એગ્રીમેન્ટના ડ્રાફ્ટમાંથી હટાવી હતી. 

નેશનલ ડેસ્કઃ અંગ્રેજી અખબાર ધ હિન્દુએ રાફેલ ડીલ સંલગ્ન નવો દાવો કર્યો છે. તેમનું કહેવું છે કે ડીલ સાઈન થતાં પહેલાં ભ્રષ્ટાચાર વિરોધી દંડની મુખ્ય જોગવાઈ તેમજ એક એસ્ક્રો એકાઉન્ટને હટાવાયાં હતા. ધ હિન્દુનું કહેવું છે કે રક્ષા ડીલમાં ભ્રષ્ટાચાર ખતમ કરવા પર જોર આપવાનો દાવો કરનાર સરકાર તરફથી રાફેલ ડીલમાં મોટી છૂટછાટ લેવામાં આવી હતી. 

રાફેલના સપ્લાય પ્રોટોકોલમાં ફેરફાર થયો હતોઃ ધ હિન્દુ

1.અખબારે સત્તાવાર દસ્તાવેજોનો હવાલો આપતાં કહ્યું કે તત્કાલીન રક્ષા મંત્રી મનોહર પાર્રિકરની અધ્યક્ષતાવાળી રક્ષા અધિગ્રહણ પરિષદે સપ્ટેમ્બર 2016માં બે સરકારો વચ્ચે થયેલાં એગ્રીમેન્ટ, સપ્લાઈ પ્રોટોકોલ, ઓફસેટ કોન્ટ્રાક્ટ અને ઓફસેટ શેડ્યૂલમાં 8 ફેરફારો મંજૂર કર્યા હતા. 
2.રિપોર્ટ મુજબ રાફેલ ડીલમાં ઉચ્ચ સ્તરીય રાજકીય દરમિયાનગીરી થઈ હતી. અનુચિત પ્રભાવના ઉપયોગ પર દંડ, એજન્ટ કમિશન, દૈસો અને એમબીડીએ ફ્રાંસ કંપનીના ખાતા સુધી પહોંચવાની જોગવાઈ ડીલના ડ્રાફ્ટમાંથી હટાવવામાં આવી હતી. 
3.ધ હિન્દુના રિપોર્ટમાં કહેવાયું છે કે 23 સપ્ટેમ્બર 2016નાં રોજ ભારત અને ફ્રાંસ વચ્ચે થયેલાં એગ્રીમેન્ટ મુજબ દૈસો રાફેલ વિમાનોની સપ્લાયર છે અને એમબીડીએ ફ્રાંસ ભારતીય વાયુસેના માટે હથિયારોની સપ્લાયર છે. 
4.ધ હિન્દુના રિપોર્ટ મુજબ રાફેલ ડીલના એગ્રીમેન્ટ અને દસ્તાવેજોને વડાપ્રધાન મોદીની અધ્યક્ષતાવાળી કેબિનેટ કમિટીએ 24 ઓગસ્ટ, 2016એ જ મંજૂરી આપી હતી. 
5.થોડાં દિવસ પહેલાં ધ હિન્દુએ એવો પણ દાવો કર્યો હતો કે ડીલ સમયે વડાપ્રધાન કાર્યાલય તરફથી સમાંનતર વાર્તા કરવામાં આવતી હતી. રક્ષા મંત્રાલયે તેના પર વાંધો ઉઠાવ્યો હતો. 
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App