UPA Vs NDA / CAG રિપોર્ટથી સમજો રાફેલ ડીલ પર કેવી રીતે અને કેટલા બચ્યા દેશના પૈસા

rafale deal cag report, Know How and how much money left over on Rafale deal
X
rafale deal cag report, Know How and how much money left over on Rafale deal

divyabhaskar.com

Feb 13, 2019, 03:21 PM IST

નવી દિલ્હી: કેન્દ્ર સરકાર અને વિપક્ષ વચ્ચે ચાલી રહેલા રાફેલ વિવાદ દરમિયાન કેગે આજે રાજ્ય સભામાં રિપોર્ટ રજૂ કર્યો છે. આ રિપોર્ટમાં મોદી સરકાર દ્વારા કરવામાં આવેલા સોદામા રાફેલ વિમાનની કિંમત યુપીએના પ્રસ્તાવિત સોદા કરતાં 2.86 ટકા ઓછી દર્શાવવામાં આવી છે.

 

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, 126 વિમાનની સરખામણીએ 36 વિમાનના નવા સોદામાં ભારતીય જરૂરિયાતો પ્રમાણે ફેરફાર કરીને 10.08 ટકા પૈસાની બચત કરવામાં આવી છે. આ રિપોર્ટમાં દરેક મુદ્દાનું વિવરણ કરવામાં આવ્યું છે અને યુપીએ સરકાર કરતાં એનડીએ સરકારે ક્યાં કેટલો ઓછો ખર્ચ કર્યો છે તે દર્શાવવામાં આવ્યું છે.

1. રાફેલ ડીલનો ક્યાં કેટલો ખર્ચ
ફ્લાઈવે વિમાન ખર્ચ શૂન્ય ટકા એટલે કે સમાન ખર્ચ
સેવાઓ, ઉત્પાદન, ઓપરેશનલ સપોર્ટ ઈક્વિપમેન્ટ, ટેક્નિકલ આસિસ્ટન્સ વગેરે 4.77 ટકા ઓછો
ભારતીય જરૂરિયાતો પ્રમાણેના ફેરફાર 17.08 ટકા ઓછો
માપદંડ શૂન્ય ટકા એટલેકે સમાન ખર્ચ
એન્જિનિયર સપોર્ટ પેકેજ 6.54 ટકા મોંઘુ
પ્રદર્શન આધારિત લોજિસ્ટિક 6.54 ટકા મોંઘુ
ટૂલ્સ, ટેસ્ટર્સ અને ગ્રાઉન્ડ ઈક્વિપમેન્ટ 0.15 ટકા મોંઘુ
હથિયાર આધારિત પેકેજ 1.05 ટકા વધારે
રોલ ઈક્વિપમેન્ટ શૂન્ય ટકા એટલે કે સમાન ખર્ચ
પાયલોટ અને ટેક્નિશિયનની ટ્રેનિંગ 2.68 ટકા મોંઘુ
સિમુલેટર અને સિમુલેટર ટ્રેનિંગ વગેરે શૂન્ય ટકા એટલે કે સમાન ખર્ચ
કુલ 2.86 ટકા ઓછું

 

2. CAGના રિપોર્ટમાં એરફોર્સની વિમાન ખરીદ પ્રક્રિયા પર ઉઠ્યાં સવાલ
  • રાફેલ સહિત ભારતીય વાયુ સેનાના કુલ 11 ખરીદ સૌદાની સમીક્ષા કરનારા CAGના રિપોર્ટમાં કહેવાયું છે કે UPA સરકારની તુલનામાં NDA સરકારની ડીલ સસ્તી છે. તો બીજી તરફ વાયુ સેનાની ખરીદ પ્રક્રિયા પર પણ અનેક સવાલો ઉઠાવવામાં આવ્યાં છે. 
  • CAG રિપોર્ટમાં વર્ષ 2012-17 દરમિયાન ભારતીય વાયુ સેનાના 11 ખરીદ સૌદાની સમીક્ષા કરવામાં આવી. CAGએ કહ્યું કે વાયુ સેનાના વિમાન અને તેના પાર્ટ્સની યોગ્ય કિંમત તેમજ યોગ્ય સમયમાં ખરીદી માટે તે જરૂરી હોય છે કે તેમની ગુણાત્મક જરૂરિયાત વાસ્તવમાં યૂઝરની જરૂરને પૂરી કરે છે, તેમજ વધુમાં વધુ પ્રતીસ્પર્ધી ડીલ થાય અને ટેકનીક તેમજ કિંમતોનું મુલ્યાંકન વસ્તુનિષ્ઠ તરીકે કરવામાં આવે. 
  • CAGએ કહ્યું કે વાયુસેનાએ ASQRs (એર સ્ટાફ ક્વોલિટેટિવ રિક્વાયરમેન્ટ્સ) યોગ્ય રીતે ન કરવામાં આવ્યું જેનું પરિણામ એ આવ્યું કે કોઈ પણ વેન્ડર પૂરી રીતે તેમના માપદંડ પર યોગ્ય ઉતરી જ ન શક્યા. એટલું જ નહીં ખરીદ પ્રક્રિયા દરમિયાન ASQRsમાં વારંવાર બદલાવ કરવામાં આવ્યો જેના કારણે ટેકનીક અને કિંમતના મૂલ્યાંકનમાં કઠણાઈ આવી અને પ્રતિસ્પર્ધી ટેન્ડરની ઈમાનદારી પ્રભાવિત થઈ. તેના કારણે ખરીદ પ્રક્રિયામાં મોડનું થયું. 
3. રાફેલ ડીલમાં બેંક ગેરંટી ન મળી
રાફેલ ડીલ અંગે રિપોર્ટમાં કહેવાયું કે 2016ના કોન્ટ્રાક્ટમાં કોઈ પણ પ્રકારની ગેરંટી કે વોરંટી આપવામાં નથી આવી. જ્યારે કે 2007ની ડીલમાં દસૌ એવિએશને પ્રદર્શનની તેમજ નાણકીય ગેરંટી આપી હતી. આ ગેરંટી કુલ કોન્ટ્રાક્ટની કિંમતના 15 ટકા હતી.
4. CAG રિપોર્ટમાં આ મુદ્દાનો ઉલ્લેખ જ નહીં
ઘણી રાહ જોયા બાદ સંસદના ઉપલા ગૃહમાં કેગનો  16 પાનાનો રિપોર્ટ રજૂ થયો. જો કે સૌથી મોટા સવાલનો જવાબ તો મળ્યો જ નહીં. આ સવાલને લઈને જ વિપક્ષ હંમેશા સંસદથી લઈને સડક સુધી સરકારને ઘેરવાનો પ્રયાસ કરે છે. આ સવાલે છે રાફેલ વિમાનની કિંમતનો. રાફેલ પર CAGના સમગ્ર રિપોર્ટમાં રાફેલની સાચી કિંમતનો ઉલ્લેખ જ નથી, જ્યાં કિંમતની વાત છે ત્યાં કોડ તરીકે U1 જેવાં કોર્ડનો ઉપયોગ કરાયો છે. U1 એટલે કે અનનોન મિલિન યૂરો. એટલે કે રિપોર્ટમાં રાફેલ વિમાન કેટલામાં ખરીદવામાં આવ્યું તેને લઈને કોડવર્ડનો ઉપયોગ કરાયો છે. હવે આ અનનોન મિલિન યૂરો શું છે તે અંગે રાફેલના રિપોર્ટમાં કોઈ જ ઉલ્લેખ નથી. અનનોન મિલિન યૂરોના આધારે જ નવી ડીલને જૂની ડીલથી સસ્તી બતાવવામાં આવી છે.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી