Home » National News » Desh » Questions raised on Delhi Encounter of Rajesh Bharti and 3 others

દિલ્હી એન્કાઉન્ટર પર સવાલ: પરિવારજનોનો દાવો- પોલીસે જે સંજીતને માર્યો, તે સગીર હતો

Divyabhaskar.com | Updated - Jun 12, 2018, 05:10 PM

પરિવારજનોનો દાવો છે કે સંજીત ઉર્ફ વિદ્રોહી તો સગીર હતો, પોલીસે તેના પર પણ ગોળીઓ ચલાવી

 • Questions raised on Delhi Encounter of Rajesh Bharti and 3 others
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  ચાર બદમાશોને એન્કાઉન્ટરમાં ઠાર કરવામાં આવ્યા

  નવી દિલ્હી: ફતેહપુરા બેરા વિસ્તારમાં ખરક ગામની નજીક થયેલા એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા રાજેશ ભારતી સહિત ચારેય બદમાશોના પરિવારજનોએ સ્પેશિયલ સેલ પર જ સવાલ ઊભા કરી દીધા છે. પરિવારે કહ્યું કે, અમે આખા મામલાની સીબીઆઇ તપાસની માંગ કરીશું. હાલ તેમણે શબ લેવાનો પણ ઇન્કાર કરી દીધો છે. પરિવારજનોનો દાવો છે કે સંજીત ઉર્ફ વિદ્રોહી તો સગીર હતો, પોલીસે તેના પર પણ ગોળીઓ ચલાવી. અમે તેના સગીર હોવાનો પુરાવો કોર્ટમાં રજૂ કરીશું. દિલ્હી અને હરિયાણામાં બે લાખના ઇનામી રાજેશ ભારતીના જાણકારનું કહેવું છે કે તેના પર જેટલા પણ કેસ નોંધાયેલા છે, તે તમામ કોર્ટમાં ટ્રાયલ પર છે. એવો કોઇ કેસ નથી જેમાં તેને દોષી ઠેરવવામાં આવ્યો હોય.

  રાજેશ પર હરિયાણા પોલીસે મકોકા (મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગેનાઝ્ડ ક્રાઇમ) ઍક્ટ લગાવીને રાખ્યો છે. પોલીસે ચારેયના પોસ્ટમોર્ટમ મેડિકલ બોર્ડની દેખરેખમાં કરાવવાનો નિર્ણય લીધો છે. પોલીસે માનવાધિકાર આયોગને પણ તેની જાણકારી આપી છે. બીજી બાજુ રાજેશ ભારતી સહિત ત્રણ બદમાશોના પરિવારજનોએ તેમની ઓળખ કરી લીધી છે.

  આ કારણથી પોલીસ પર ઉઠી છે આંગળીઓ

  1. ઇંડિવર કારમાં બેઠેલા 3 બદમાશ ઠાર કરવામાં આવ્યા છે, આ ત્રણેય વચ્ચેવાળી સીટ પર બેઠા હતા. આગલી બંને સીટ પર કોણ બેઠું હતું? ન તો એ વિશે કશી ખબર છે અને ન તો ત્યાં લોહીના નિશાન છે.

  2. જે વિસ્તારમાં એન્કાઉન્ટર કરવામાં આવ્યું, ત્યાં ઘણા સીસીટીવી કેમેરા લાગેલા છે પરંતુ જ્યાં એન્કાઉન્ટર થયું, તે જગ્યા પર કોઇ સીસીટીવી કેમેરા લાગ્યા ન હતા.

  3. જો પોલીસ પૂરી તૈયારી સાથે ગઇ હતી તો 30માંથી ફક્ત 16 પોલીસકર્મીઓએ જ કેમ બૂલેટપ્રૂફ જેકેટ પહેરેલા હતા?

  હેડ કોન્સ્ટેબલની ભૂમિકા શંકાના ઘેરાવામાં

  ફતેહપુરી બેરી પોલીસ સ્ટેશનમાં તહેનાત એક હેડ કોન્સ્ટેબલની ભૂમિકા પણ શંકાના ઘેરાવામાં છે. સૂત્રો પાસેથી જાણકારી મળી છે કે હેડ કોન્સ્ટેબલનું ઘણા લાંબા સમયથી તે ફાર્મહાઉસમાં ઉઠવા-બેસવાનું હતું, જ્યાં ઘણીવાર રાજેશ ભારતી પોતાના સહયોગીઓ સાથે આવતો હતો. તેને બદમાશોની ગતિવિધિઓની જાણ હતી, છતાં પણ તેણે પોલીસ ઓફિસરોને આ વાતની જાણકારી આપી નહીં.

  આ પણ વાંચો: શૂટઆઉટ @ દિલ્હીઃ એન્કાઉન્ટરમાં 4 ગેંગસ્ટર ઠાર, 8 પોલીસકર્મી ઘાયલ

  રાજેશના ભાઈએ કહ્યું- અમે કોર્ટ જઇશું

  રાજેશ ભારતીના ભાઈ ધર્મવીરે જણાવ્યું કે અમે લોકો પોલીસની આ કાર્યવાહી વિરુદ્ધ કોર્ટ જવાની તૈયારી કરી રહ્યા છીએ. માંગ કરીશું કે સીબીઆઇ તપાસ કરાવવામાં આવે. બીજી બાજુ પોલીસનો દાવો છે કે આ બદમાશોને પહેલા જીવતા પકડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, તેમને સરેન્ડર કરવાનું કહેવામાં આવ્યું હતું, પણ તેમના તરફથી પહેલા ફાયરિંગ થયું. તેના જવાબમાં આત્મસુરક્ષા માટે પોલીસને પણ ફાયરિંગ કરવું પડ્યું.

  આ હતો મામલો

  - દિલ્હી પોલીસની સ્પેશિયલ 30 સેલે શનિવારના રોજ એન્કાઉન્ટરમાં ગેંગસ્ટર રાજેશ ભારતી અને તેની ગેંગના 3 સભ્યોને ઠાર માર્યા. ભારતી દિલ્હી પોલીસના 10 મોસ્ટ વોન્ટેડ બદમાશોની લિસ્ટમાં સામેલ હતો.

  - તે આ જ વર્ષે ફેબ્રુઆરીમાં હરિયાણા પોલીસની કસ્ટડીમાંથી ભાગી નીકળ્યો હતો. આ એન્કાઉન્ટર છતરપુર વિસ્તારમાં એક ફાર્મહાઉસ પાસે થયું.
  - બદમાશો તરફથી આશરે 50 અને પોલીસ તરફથી 100 રાઉન્ડ ફાયરિંગ થયું. ગોળીબારમાં રાજેશ કંડેલા ઉર્ફ ભારતી, સંજીત વિદ્રોહી, ગુડગાંવ નિવાસી ઉમેશ ઉર્ફ ડોન તેમજ દિલ્હીના ઘેવરા નિવાસી વીરેશ રાણા ઉર્ફ વિક્કુ ઠાર મરાયા.
  - જ્યારે તેમની ગેંગનો જીંદમાં રહેતો કપિલ ઘાયલ થયો. 6 પોલીસર્મીઓ પણ ગોળી વાગવાને કારણે ઘાયલ થયો છે.

  સંબંધિત તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ ક્લિક કરો

 • Questions raised on Delhi Encounter of Rajesh Bharti and 3 others
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  સ્થળ પર માર્યા ગયા બદમાશો.
 • Questions raised on Delhi Encounter of Rajesh Bharti and 3 others
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  આરોપી રાજેશ ભારતી (ફાઈલ ફોટો)
 • Questions raised on Delhi Encounter of Rajesh Bharti and 3 others
  ગેંગસ્ટર રાજેશ ભારતીનો સાથી (ફાઈલ ફોટો)
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ