સાંજે ગર્લફ્રેન્ડ સાથે હતો આ પંજાબી સિંગર, રાતે 5 ગોળીઓ મારીને કરવામાં આવી હત્યા

પોલીસે સ્થળ પરથી બે જીવતી અને તે ઉપરાંતની ગોળીઓના 3 શેલ્સ જપ્ત કર્યા છે

divyabhaskar.com | Updated - May 30, 2018, 07:00 AM
બરવાળા રોડની પાસે સડકના કિનારે ઝાડીઓમાં મળ્યું નવજોતનું ગોળીઓથી વીંધાયેલું શબ.
બરવાળા રોડની પાસે સડકના કિનારે ઝાડીઓમાં મળ્યું નવજોતનું ગોળીઓથી વીંધાયેલું શબ.

બરવાળા રોડ પર રવિવારે રાતે પંજાબી ગાયક નવજોત સિંહની 5 ગોળીઓ મારીને હત્યા કરી દેવામાં આવી. પોલીસે સ્થળ પરથી બે જીવતી અને તે ઉપરાંતની ગોળીઓના 3 શેલ્સ જપ્ત કર્યા છે. હત્યામાં 9 એમએમની પિસ્તોલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પોલીસે પિતા સુખબીર સિંહના નિવેદન પર અજાણ્યા લોકો વિરુદ્ધ કેસ નોંધ્યો છે.

ડેરાબસ્સી (પંજાબ): બરવાળા રોડ પર રવિવારે રાતે પંજાબી ગાયક નવજોત સિંહની 5 ગોળીઓ મારીને હત્યા કરી દેવામાં આવી. પોલીસે સ્થળ પરથી બે જીવતી અને તે ઉપરાંતની ગોળીઓના 3 શેલ્સ જપ્ત કર્યા છે. હત્યામાં 9 એમએમની પિસ્તોલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પોલીસે પિતા સુખબીર સિંહના નિવેદન પર અજાણ્યા લોકો વિરુદ્ધ કેસ નોંધ્યો છે.

કારથી 50 ગજ દૂર મળ્યું નવજોતનું શબ

- ગાયક નવજોત ગામ બેહડાનો રહેવાસી હતો. તેણે ઇસ્સાપુરિયા વિર્ક નામથી પંજાબી ગાયકીમાં પગરણ માંડ્યા હતા.

- નવજોત રવિવારે રાતે તેની કારમાં પાછો ફરી રહ્યો હતો. ઘટનાસ્થળથી તેનું ગામ બે કિમી દૂર હતું, ત્યારે તેના પર ગોળીઓ ચલાવીને હત્યા કરી દેવામાં આવી.
- સ્થળ પર કારનો પાછલો દરવાજો ખુલ્લો હતો. કારચાલુ હતી અને તેનું ઇન્ડિકેટર પણ ચાલી રહ્યું હતું. કારથી લગભગ 50 ગજ દૂર ખાલી જમીન પર નવજોતનું શબ મળી આવ્યું.
- નવજોતને નજીકથી ગોળીઓ મારવામાં આવી જેમાં પાંચ ગોળીઓ શરીરની આરપાર થઇ ગઇ. જોકે, છાતીમાં ત્રણ ગોળીઓ મારવામાં આવી અને બે પેટમાં વાગી પરંતુ હૃદયમાં એક પણ ગોળી વાગી નહીં.
- પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં શરીર પર 10 જખમો જોવા મળ્યા. નવજોતે સ્થળ પર જ દમ તોડી નાખ્યો હતો.

3 ગીતો રીલીઝ થઇ ચૂક્યા છે, વખરા જટ્ટ રીલીઝ થવાનું હતું

- નવજોતના દોસ્તોએ જણાવ્યું કે થોડાક દિવસોમાં જ તેની વખરા જટ્ટ નામની કેસેટમાં એક પંજાબી ગીત રીલીઝ થવાનું હતું.

- આ પહેલા પણ તેના ત્રણ ગીતો બજારમાં આવી ચૂક્યા છે, જે વધુ કંઇ ઉકાળી શક્યા નથી.

હત્યાનો હેતુ મૂંઝવતો પ્રશ્ન, એક યુવતી સાથે સંકળાયેલા છે તાર

- નવજોતની કાર, બે સેલફોન, સોનાની ચેન, બ્રેસલેટ તેમજ વોલેટ ગાયબ નહોતા થયા, જેનાથી જાણ થાય છે કે હુમલાખોરોનો હેતુ લૂંટફાટ કરવાનો ન હતો.

- પોલીસે મામલાની પાછળ ગેંગસ્ટર્સનો હાથ હોવાનો ઇન્કાર નથી કર્યો પરંતુ મામલાને એક યુવતી સાથે નવજોતના સંબંધોને જોડીને પણ જોવામાં આવી રહ્યો છે, જેની સાથેની નવજોતની ચેટિંગ પોલીસને મળી છે.
- આ અજાણી યુવતીને રવિવારે સાંજે ચાર વાગ્યા સુધી નવજોત સાથે કારમાં જોવામાં આવી હતી. પોલીસ સેલફોન કોલ્સ તેમજ મેસેજની વિગતો તપાસી રહી છે.
- નવજોત ભાડાના ફ્લેટમાં મોહાલીની ઇકો ટાવર્સ સોસાયટીમાં રહેતો હતો, જ્યાં શોધ કર્યા બાદ પોલીસ તેના દોસ્તોની પણ પૂછપરછ કરી રહી છે.

ડેરાબસ્સીના નવજોત વિર્કની જૂની તસવીર.
ડેરાબસ્સીના નવજોત વિર્કની જૂની તસવીર.
X
બરવાળા રોડની પાસે સડકના કિનારે ઝાડીઓમાં મળ્યું નવજોતનું ગોળીઓથી વીંધાયેલું શબ.બરવાળા રોડની પાસે સડકના કિનારે ઝાડીઓમાં મળ્યું નવજોતનું ગોળીઓથી વીંધાયેલું શબ.
ડેરાબસ્સીના નવજોત વિર્કની જૂની તસવીર.ડેરાબસ્સીના નવજોત વિર્કની જૂની તસવીર.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App