ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Punjab Government supports Navjot Singh Sidhu 3 years punishment

  પંજાબ સરકારે પોતાના જ મંત્રી સિદ્ધુની સજાનું કર્યું સમર્થન, હત્યામાં છે દોષી

  Divyabhaskar.com | Last Modified - Apr 13, 2018, 09:37 AM IST

  1988માં પટિયાલા રોડ રેજ દરમિયાન સિદ્ધુ સાથે ઝઘડો થયાં બાદ ગુરનામ સિંહના મોતના મામલે હાઈકોર્ટે 3 વર્ષની સજા આપી હતી.
  • 2006માં હાઈકોર્ટે સિદ્ધુ અને અન્ય એક આરોપી રૂપિંદર સિંહ સંધૂને 3 વર્ષની સજા આપી હતી. જે બાદ સિદ્ધુએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી (ફાઈલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   2006માં હાઈકોર્ટે સિદ્ધુ અને અન્ય એક આરોપી રૂપિંદર સિંહ સંધૂને 3 વર્ષની સજા આપી હતી. જે બાદ સિદ્ધુએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી (ફાઈલ)

   ચંદીગઢઃ પંજાબના કેપ્ટન અમરિંદર સિંહ સરકારે સુપ્રીમ કોર્ટમાં પોતાના જ કેબિનેટ મંત્રી નવજોતસિંહ સિદ્ધુ વિરૂદ્ધ રેડ રેજ અને હત્યાના મામલે હાઈકોર્ટમાં 3 વર્ષની સજા બરકરાર રાખવાનું સમર્થન કર્યું છે. પંજાબ સરકારના વકીલ સરનામ સિંહ સરોને ગુરૂવારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે આ મામલામાં સામેલ થવાનો ઈન્કાર કરનારા સિદ્ધુનું નિવેદન ખોટું છે અને આ મામલે એક સાક્ષી છે જેના પર વિશ્વાસ રાખવો જોઈએ.

   ટ્રાયલ કોર્ટમાંથી નિર્દોષ સાબિત થયાં છે સિદ્ધુ

   - 1988માં પટિયાલા રોડ રેજ દરમિયાન સિદ્ધુ સાથે ઝઘડો થયાં બાદ ગુરનામ સિંહના મોતના મામલે 2006માં હાઈકોર્ટે સિદ્ધુ અને અન્ય એક આરોપી રૂપિંદર સિંહ સંધૂને 3 વર્ષની સજા આપી હતી. જે બાદ સિદ્ધુએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી.
   - સુપ્રીમ કોર્ટે 2007માં બંનેને દોષી જાહેર થનારા ફેંસલા પર રોક લગાવી દીધી હતી, જેનાથી સિદ્ધુ અમૃતસરમાંથી ચૂંટણી લડી શક્યા હતા. જો કે આ પહેલાં 1999માં ટ્રાયલ કોર્ટે સિદ્ધુ સહિત બંને આરોપી નિર્દોષ જાહેર થયાં હતા.

   સજા બરકરાર રાખવા સરકારી વકીલે કરી હતી આ દલીલ

   - 30 વર્ષ જૂનાં મામલાની સુનાવણી કરી રહેલાં જસ્ટિસ જે. ચેલમેશ્વર અને જસ્ટિસ સંજય કિશન કૌલની બેંચ સમક્ષ પંજાબ સરકારના વકીલે કહ્યું કે ત્રણ વર્ષની સજાને બરકરાર રાખવામાં આવે. તેઓએ દલીલ કરી કે પુરાવાઓ મુજબ પટિયાલા નિવાસી ગુરનામ સિંહનું મોત સિદ્ધુના મુક્કા માર્યા બાદ થયું હતું. એવો એકપણ પુરાવો નથી કે જેનાથી તે સાબિત થાય કે મોતનું કારણ હાર્ટ અટેક કે બ્રેન હેમરેજ હોય. ટ્રાયલ કોર્ટે મોતનું કારણ બ્રેન હેમરેજ નહીં પરંતુ હાર્ટ અટેક માન્યું હતું અને સિદ્ધુને નિર્દોષ છોડી મુક્યો હતો. સરોને કહ્યું કે હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટના ફેંસલાને રદ કરી યોગ્ય ફેંસલો આપ્યો છે.

   હાઈકોર્ટે 3 વર્ષની સજાને બરકરાર રાખી હતી

   - હાઈકોર્ટમાંથી મળેલી 3 વર્ષની સજા વિરૂદ્ધ સિદ્ધુએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે પંજાબ સરકારના વકીલને તેમ પણ પૂછ્યું હતું કે આ મામલે બીજા આરોપી રૂપિંદર સિંહ સિદ્ધુને કઈ રીતે ઓળખી ગયા, જ્યારે તેનું નામ FIRમાં દાખલ જ ન હતું. સુનાવણી દરમિયાન પંજાબ સરકારના વકીલે કહ્યું કે હાઈકોર્ટે 3 વર્ષની સજા સંભળાવી હતી, જેને બરકરાર રાખી છે.

   સિદ્ધુને જૂનું ઈન્ટરવ્યૂ પડી શકે છે ભારે

   - પીડિત પક્ષ ગુરનામ સિંહના પરિવારે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના ફેંસલા વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે. આ અરજીમાં કહેવાયું છે કે સિદ્ધુને મળેલી 3 વર્ષની સજા પૂરતી નથી, તેને વધારવી જોઈએ.
   - પીડિત પરિવારે નવી અરજી દાખલ કરતાં કહ્યું છે કે 2010માં એક ચેનલને આપેલાં ઈન્ટરવ્યૂમાં સિદ્ધુએ તે વાત માની હતી કે તેનાથી ભૂલ થઈ છે. ગુરનામ સિંહના પરિવારનો આરોપ છે કે ઝઘડા દરમિયાન સિદ્ધુએ ગુરનામને મુક્કો માર્યો હતો અને તેનાથી તેનું મોત થઈ ગયું હતું.
   - પરિવારમાં એક સીડી અને યૂ ટ્યૂબ લિંક બંને સુપ્રીમ કોર્ટને સોંપ્યા છે. આ ઈન્ટરવ્યૂ ગત દિવસોમાં ફરી એકવખત ટીવી ચેનલ પર રજૂ કરાયું હતું.

   હવે આગળ શું?

   - આ મામલાની આગામી સુનાવણી મંગળવારે થશે. આ દરમિયાન સિદ્ધુના વીકલ રાજ્ય સરકારના વકીલની દલીલોનો જવાબ આપશે.

   એક ઝઘડામાં થયું હતું વૃદ્ધનું મોત
   - 1988માં સિદ્ધુની પટિયાલામાં ગુરનામ નામના શખ્સ સાથે મારામારી થઈ હતી. જે બાદ ગુરનામનું મોત નિપજ્યું હતું. પોલીસે સિદ્ધુ અને તેના મિત્ર વિરૂદ્ધ કેસ દાખલ કર્યો હતો.
   - 2006માં હાઈકોર્ટે સિદ્ધુ અને રૂપિંદરને દોષી જાહેર કર્યો હતો. 3 વર્ષની સજા સંભળાવી હતી. ત્યારે સિદ્ધુ ભાજપના સાંસદ હતા.

   સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  • પંજાબના કેપ્ટન અમરિંદર સિંહ સરકારે સુપ્રીમ કોર્ટમાં પોતાના જ કેબિનેટ મંત્રી નવજોતસિંહ સિદ્ધુ વિરૂદ્ધ રેડ રેજ અને હત્યાના મામલે હાઈકોર્ટમાં 3 વર્ષની સજા બરકરાર રાખવાનું સમર્થન કર્યું છે (ફાઈલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   પંજાબના કેપ્ટન અમરિંદર સિંહ સરકારે સુપ્રીમ કોર્ટમાં પોતાના જ કેબિનેટ મંત્રી નવજોતસિંહ સિદ્ધુ વિરૂદ્ધ રેડ રેજ અને હત્યાના મામલે હાઈકોર્ટમાં 3 વર્ષની સજા બરકરાર રાખવાનું સમર્થન કર્યું છે (ફાઈલ)

   ચંદીગઢઃ પંજાબના કેપ્ટન અમરિંદર સિંહ સરકારે સુપ્રીમ કોર્ટમાં પોતાના જ કેબિનેટ મંત્રી નવજોતસિંહ સિદ્ધુ વિરૂદ્ધ રેડ રેજ અને હત્યાના મામલે હાઈકોર્ટમાં 3 વર્ષની સજા બરકરાર રાખવાનું સમર્થન કર્યું છે. પંજાબ સરકારના વકીલ સરનામ સિંહ સરોને ગુરૂવારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે આ મામલામાં સામેલ થવાનો ઈન્કાર કરનારા સિદ્ધુનું નિવેદન ખોટું છે અને આ મામલે એક સાક્ષી છે જેના પર વિશ્વાસ રાખવો જોઈએ.

   ટ્રાયલ કોર્ટમાંથી નિર્દોષ સાબિત થયાં છે સિદ્ધુ

   - 1988માં પટિયાલા રોડ રેજ દરમિયાન સિદ્ધુ સાથે ઝઘડો થયાં બાદ ગુરનામ સિંહના મોતના મામલે 2006માં હાઈકોર્ટે સિદ્ધુ અને અન્ય એક આરોપી રૂપિંદર સિંહ સંધૂને 3 વર્ષની સજા આપી હતી. જે બાદ સિદ્ધુએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી.
   - સુપ્રીમ કોર્ટે 2007માં બંનેને દોષી જાહેર થનારા ફેંસલા પર રોક લગાવી દીધી હતી, જેનાથી સિદ્ધુ અમૃતસરમાંથી ચૂંટણી લડી શક્યા હતા. જો કે આ પહેલાં 1999માં ટ્રાયલ કોર્ટે સિદ્ધુ સહિત બંને આરોપી નિર્દોષ જાહેર થયાં હતા.

   સજા બરકરાર રાખવા સરકારી વકીલે કરી હતી આ દલીલ

   - 30 વર્ષ જૂનાં મામલાની સુનાવણી કરી રહેલાં જસ્ટિસ જે. ચેલમેશ્વર અને જસ્ટિસ સંજય કિશન કૌલની બેંચ સમક્ષ પંજાબ સરકારના વકીલે કહ્યું કે ત્રણ વર્ષની સજાને બરકરાર રાખવામાં આવે. તેઓએ દલીલ કરી કે પુરાવાઓ મુજબ પટિયાલા નિવાસી ગુરનામ સિંહનું મોત સિદ્ધુના મુક્કા માર્યા બાદ થયું હતું. એવો એકપણ પુરાવો નથી કે જેનાથી તે સાબિત થાય કે મોતનું કારણ હાર્ટ અટેક કે બ્રેન હેમરેજ હોય. ટ્રાયલ કોર્ટે મોતનું કારણ બ્રેન હેમરેજ નહીં પરંતુ હાર્ટ અટેક માન્યું હતું અને સિદ્ધુને નિર્દોષ છોડી મુક્યો હતો. સરોને કહ્યું કે હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટના ફેંસલાને રદ કરી યોગ્ય ફેંસલો આપ્યો છે.

   હાઈકોર્ટે 3 વર્ષની સજાને બરકરાર રાખી હતી

   - હાઈકોર્ટમાંથી મળેલી 3 વર્ષની સજા વિરૂદ્ધ સિદ્ધુએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે પંજાબ સરકારના વકીલને તેમ પણ પૂછ્યું હતું કે આ મામલે બીજા આરોપી રૂપિંદર સિંહ સિદ્ધુને કઈ રીતે ઓળખી ગયા, જ્યારે તેનું નામ FIRમાં દાખલ જ ન હતું. સુનાવણી દરમિયાન પંજાબ સરકારના વકીલે કહ્યું કે હાઈકોર્ટે 3 વર્ષની સજા સંભળાવી હતી, જેને બરકરાર રાખી છે.

   સિદ્ધુને જૂનું ઈન્ટરવ્યૂ પડી શકે છે ભારે

   - પીડિત પક્ષ ગુરનામ સિંહના પરિવારે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના ફેંસલા વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે. આ અરજીમાં કહેવાયું છે કે સિદ્ધુને મળેલી 3 વર્ષની સજા પૂરતી નથી, તેને વધારવી જોઈએ.
   - પીડિત પરિવારે નવી અરજી દાખલ કરતાં કહ્યું છે કે 2010માં એક ચેનલને આપેલાં ઈન્ટરવ્યૂમાં સિદ્ધુએ તે વાત માની હતી કે તેનાથી ભૂલ થઈ છે. ગુરનામ સિંહના પરિવારનો આરોપ છે કે ઝઘડા દરમિયાન સિદ્ધુએ ગુરનામને મુક્કો માર્યો હતો અને તેનાથી તેનું મોત થઈ ગયું હતું.
   - પરિવારમાં એક સીડી અને યૂ ટ્યૂબ લિંક બંને સુપ્રીમ કોર્ટને સોંપ્યા છે. આ ઈન્ટરવ્યૂ ગત દિવસોમાં ફરી એકવખત ટીવી ચેનલ પર રજૂ કરાયું હતું.

   હવે આગળ શું?

   - આ મામલાની આગામી સુનાવણી મંગળવારે થશે. આ દરમિયાન સિદ્ધુના વીકલ રાજ્ય સરકારના વકીલની દલીલોનો જવાબ આપશે.

   એક ઝઘડામાં થયું હતું વૃદ્ધનું મોત
   - 1988માં સિદ્ધુની પટિયાલામાં ગુરનામ નામના શખ્સ સાથે મારામારી થઈ હતી. જે બાદ ગુરનામનું મોત નિપજ્યું હતું. પોલીસે સિદ્ધુ અને તેના મિત્ર વિરૂદ્ધ કેસ દાખલ કર્યો હતો.
   - 2006માં હાઈકોર્ટે સિદ્ધુ અને રૂપિંદરને દોષી જાહેર કર્યો હતો. 3 વર્ષની સજા સંભળાવી હતી. ત્યારે સિદ્ધુ ભાજપના સાંસદ હતા.

   સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Punjab Government supports Navjot Singh Sidhu 3 years punishment
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top