ભલભલી ચાને ટક્કર આપવા આવી ગઈ તંદૂરી ચા

શું તમે તંદૂરી ચાના ટેસ્ટનું રહસ્ય જાણો છો?

divyabhaskar.com | Updated - Jun 13, 2018, 04:41 PM
ભલભલી ચાને ટક્કર આપવા આવી ગઈ તંદૂરી ચા |  pune tandoori chai viral video on social media

ભલભલી ચાને ટક્કર આપવા આવી ગઈ તંદૂરી ચા.

સવારે ઉઠી સૌથી પહેલા લોકોને ચા પીવા જોતી હોય છે. કેટલાક લોકો સ્વાદ તો કોઈ વજન ઉતારવા માટે અલગ-અલગ પ્રકારના ફ્લેવરની ચા પીતા હોય છે. પરંતુ શું તમે ક્યારેય તંદૂર ચા વિશે સાંભળ્યું છે. વાત કરી રહ્યાં છીએ પુણેની ફેમસ તંદૂરી ચાની, પુણેના રહેવાસી દિલીપ રાજદેવ અનોખી તંદૂરી ચાની શોધ કરી છે. પુણેમાં 'ચાય લા' નામની ટી શૉપ આવી જ્યાં તંદૂરી ચા મળે છે. જે આજુબાજુના વિસ્તારમાં ખૂબ જ ફેમસ છે. આ ચાને પીવા માટે દૂર-દૂરથી લોકો આવે છે. આ ચાની કિંમત માત્ર 20 રૂપિયા છે.

આ ચાને ખાસ રીતે બનાવવામાં આવે છે. સૌથી પહેલા તંદૂરમાં માટીથી બનેલી કુલડીને ખૂબ જ ગરમ કરવામાં આવે છે. તે પછી અડધી પાકેલી ચાને આ ગરમ કરેલા માટીની કુલડીમાં નાખવામાં આવે છે. જેના કારણે ચામાં અચાનક ઉભરો આવે છે અને ચા કુલડીમાંથી બહાર નીકળી જાય છે. જે પછી આ ચાને એક ઠંડી કુલડીમાં પીરસવામાં આવે છે. તંદૂરમાંથી કાઢલી કુલડીમાં ચા નાખ્યાં પછી આવેલા ઉભરાને કારણે ચામાં અલગ પ્રકારનો સ્મોકી ફ્લેવર આવી જાય છે જે ચાને અલગ બનાવે છે.

X
ભલભલી ચાને ટક્કર આપવા આવી ગઈ તંદૂરી ચા |  pune tandoori chai viral video on social media
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App