Home » National News » Latest News » National » પોલીસને મળેલાં ઈમેઈલમાં ખુલાસો રાજીવ ગાંધીની જેમ મોદીને મારવાનો હતો પ્લાન | Bhima Koregaon case Pune Police get Email of Planing PM Modi Assassination

રાજીવ ગાંધીની જેમ મોદીને મારવાનું કાવતરું, નક્સલીઓના મેલથી ખુલાસો

Divyabhaskar.com | Updated - Jun 08, 2018, 04:19 PM

પુના પોલીસને મળેલી Emailમાં પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની જેમ નરેન્દ્ર મોદીને ખતમ કરવાના કાવતરાના ઉલ્લેખ.

 • પોલીસને મળેલાં ઈમેઈલમાં ખુલાસો રાજીવ ગાંધીની જેમ મોદીને મારવાનો હતો પ્લાન | Bhima Koregaon case Pune Police get Email of Planing PM Modi Assassination
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  મેલમાં માઓવાદીઓએ વડાપ્રધાનના રોડ શોને નિશાન બનાવવાની વાત લખી છે (ફાઈલ)

  પુનાઃ મહારાષ્ટ્ર ભીમા-કોરેગાંવ હિંસાના આરોપીઓથી પોલીસને એક સંદિગ્ધ ઈમેલ મળ્યો છે. જેમાં પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની જેમ નરેન્દ્ર મોદીને ખતમ કરવાના કાવતરાના ઉલ્લેખ છે. મળતી માહિતી મુજબ, મેલમાં માઓવાદીઓએ વડાપ્રધાનના રોડ શોને નિશાન બનાવવાની વાત લખી છે. ઉલ્લેખનીય છે કે, 1 જાન્યુઆરીના રોજ થયેલા હિંસાના મામલામાં થોડા દિવસોમાં કેરળ નિવાસી રોના વિલ્સન સહિત પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તમામ આરોપી 14 જૂન સુધી પોલીસ રિમાન્ડ પર છે. પોલીસ કોરેગાંવ હિંસામાં નક્સલીઓનો હાથ હોવાની વાત કહી ચૂક્યા છે.

  કોમરેડ મોદી રાજ ખતમ કરવા માટે પગલાં ઉઠાવે


  - ન્યૂઝ એજન્સી મુજબ, પોલીસે માઓવાદીઓનું ઇન્ટરનલ કોમ્યુનિકેશન ઇંટરસેપ્ટ કર્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે નરેન્દ્ર મોદીએ 15 રાજ્યોમાં સરકાર બનાવી લીધી. આવી રીતે જ ચાલતું રહ્યું તો માઓવાદી દળો માટે મોટો ખતરો ઊભો થઈ જશે. કોમરેડ, મોદી રાજને ખતમ કરવા માટે કારગમ પગલા ઉઠાવે. અમે તેના માટે રાજીવ ગાંધીની સાથે થયેલી ઘટના વિશે વિચારી રહ્યા છીએ. શક્ય છે કે અમે સફળ ન થઈએ, પરંતુ સારી તક છે. તેમના રોડ શોને નિશાન બનાવવો યોગ્ય રહેશે.
  - પોલીસે ગુરુવારે કોર્ટમાં જાણકારી આપતા નરેન્દ્ર મોદીનું નામ ન લીધું, પરંતુ જે મેલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો તેમાં 'રાજીવ ગાંધી જેવી હત્યા'ની વાત જરૂર લખી છે. પોલીસે 5 પત્ર પણ કોર્ટમાં રજૂ કર્યા. જેમાંથી એક રોના વિલ્સનના લેપટોપમાંથી મળ્યો છે.

  ઈમેલમાં શું લખ્યું છે?


  - 18 એપ્રિલે રોણા જેકબ દ્વારા કોમરેડ પ્રકાશને લખેલા ઈમેલમાં કહેવામાં આવ્યું હતું કે, "હિંદુ ફાસિસ્મને હરાવવું હવે ઘણું જ જરૂરી થઈ ગયું છે. મોદીની આગેવાનીમાં હિંદુ ફાસિસ્ટ ઘણી ઝડપથી આગળ વધી રહ્યાં છે, એવામાં તેઓને રોકવા જરૂરી છે."
  - વધુમાં લખવામાં આવ્યું છે કે, "મોદીની આગેવાનીમાં બીજેપી બિહાર અને બંગાળને છોડીને 15થી વધુ રાજ્યોમાં સત્તા પર આવી ગઈ છે. જો આ રીતે આ ઝડપ આગળ વધતી રહી તો માઓવાદી પાર્ટીને ખતરો થઈ શકે છે. એટલે તેઓ વિચારી રહ્યાં છે કે એક વધુ રાજીવ ગાંધી હત્યાકાંડ જેવી ઘટના કરવામાં આવે."
  - "જો આવું થશે તો તે એક સુસાઈડ અટેક જેવું લાગશે. મને લાગે છે કે આપણી પાસે આવી તક છે. મોદીના રોડ શોને ટાર્ગેટ કરવો તે એક સારો પ્લાન હોય શકે છે."

  પ્રણવ દાનો ફેક ફોટો વાયરલ, દીકરીએ કહ્યું- જેનો ડર હતો તે જ થયું

  પોલીસે આરોપીઓને અરબન નકસલ ગણાવ્યાં


  - ગુરૂવારે પુણે પોલીસના આસિસ્ટન્ટ પોલીસ કમિશનર રવીન્દ્ર કદમે ભીમા-કોરેગાંવ હિંસામાં પકડાયેલાં 5 આરોપીઓને CPI-માઓવાદીના સભ્ય ગણાવ્યા હતા. પોલીસે તેઓને અરબન નકસલ અને ટોપ અરબન માઓવાદી ગણાવ્યાં છે. એવો પણ ખુલાસો થયો છે કે હિંસામાં નક્સલીઓના પૈસાનો ઉપયોગ થયો હતો. દરોડા દરમિયાન જપ્ત થયેલાં દસ્તાવેજ આ અંગેના પુરાવા છે.

  કોંગ્રેસે કહ્યું- આ મોદીની ચાલાકી પણ હોય શકે છે


  - કોંગ્રેસ નેતા સંજય નિરૂપમે કહ્યું કે, "હું એમ નથી કહેતો કે આ મામલો પૂરી રીતે ખોટો છે, પરંતુ આ વડાપ્રધાન મોદીની જૂની ચાલાકી પણ રહી છે, જ્યારે તેઓ મુખ્યમંત્રી હતા. જ્યારે તેમની પ્રસિદ્ધી ઓછી થવા લાગે તો હત્યાના ષડયંત્રની વાત ફેલાવવામાં આવે. એવાં તપાસ થાય કે આ મામલામાં કેટલી સત્યતા છે."

  - તો આ મામલે CPI(M)ના નેતા સીતારામ યેચુરીએ કહ્યું કે, "જો આ પ્રકારની કોઈ વાત સામે આવી છે તો તેની યોગ્ય તપાસ થવી જોઈએ."

  મુખ્યમંત્રી ફડણવીસને પણ નક્સલીઓની ધમકી


  - મહારાષ્ટ્રના ગૃહ મંત્રાલય મુજબ પોલીસને નકસ્લીઓના બે પત્ર મળ્યાં છે. જેમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને તેમના પરિવારને પણ ધમકી અપાઈ છે. બંને પત્રોમાં ગત દિવસોમાં ગઢચિરોલીમાં થયેલી અથડામણનો પણ ઉલ્લેખ છે. જેમાં અનેક નક્સલીઓ માર્યાં ગયા હતા.

  પોલીસના દરોડામાં મળ્યા હતા દસ્તાવેજ

  - પોલીસને કબીર કલા મંચના કાર્યકર્તાઓના ઠેકાણાં પર દરોડા દરમિયાન દસ્તાવેજ મળ્યાં હતા. તે અંગેની તપાસના આધારે બુધવારે 5 આરોપીઓની ધરપકડ થઈ હતી.
  - જેમાં નાગપુરના સુરેન્દ્ર ગડલિંગ (વકીલ), શોમા સેન (પ્રોફેસર) અને મહેશ રાઉત (એક્ટિવિસ્ટ) સામેલ છે. તો રોના વિલ્સન (એક્ટિવિસ્ટ)ને દિલ્હી અને સુધીર ઢવલે (પત્રકાર)ને મુંબઈથી પકડવામાં આવ્યા હતા.

  ભીમા-કોરેગાંવનો શું છે વિવાદ?


  - 1 જાન્યુઆરી, 1818માં કોરેગાંવ ભીમાની લડાઈમાં પેશવા બાજીરાવ દ્વિતીય પર અંગ્રેજોએ જીત મેળવી હતી. જેમાં દલિત પણ સામેલ હતા. બાદમાં અંગ્રેજોએ કોરેગાંવ ભીમામાં પોતાની જીતની યાદમાં જયસ્તંભનું નિર્માણ કરાવ્યું હતું. જે સમય જતાં દલિતોનું પ્રતિક બની ગયું.
  - આ વર્ષે જ્યારે દલિતોનું એક ગ્રુપ લડાઈની 200મી વર્ષગાંઠ મનાવવા જઈ રહ્યાં હતા ત્યારે વઢૂ બુદ્રુક વિસ્તારમાં છત્રપતિ શંભાજી મહારાજના દર્શન કરવા જઈ રહેલું બીજું ગ્રુપ સામે આવી ગયું. જ્યાં બંને જૂથ વચ્ચે માથાકૂટ થઈ જે અંતે હિંસામાં ફેરવાઈ હતી. એક શખ્સનું મોત નિપજ્યું અને 50થી વધુ વાહનો ફુંકાયા હતા.

  સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

 • પોલીસને મળેલાં ઈમેઈલમાં ખુલાસો રાજીવ ગાંધીની જેમ મોદીને મારવાનો હતો પ્લાન | Bhima Koregaon case Pune Police get Email of Planing PM Modi Assassination
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  કેરળ નિવાસી રોના વિલ્સન સહિત પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, તમામ આરોપી 14 જૂન સુધી પોલીસ રિમાન્ડ પર છે
 • પોલીસને મળેલાં ઈમેઈલમાં ખુલાસો રાજીવ ગાંધીની જેમ મોદીને મારવાનો હતો પ્લાન | Bhima Koregaon case Pune Police get Email of Planing PM Modi Assassination
  પોલીસે કેટલાંક મેલ કોર્ટમાં રજૂ કર્યાં હતા જેમાં મોદીનો ઉલ્લેખ હતો નહીં પરંતુ રાજીવ ગાંધી જેવી હત્યાની વાત જરૂર લખી છે
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ