ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Puducherry lieutenant governor Kiran Bedi said no free rice if going toilets in open

  કિરણ બેદીનું ફરમાન- ખુલ્લામાં શૌચ કર્યું તો રેશન બંધ કરાવી દઇશું

  divyabhaskar.com | Last Modified - Apr 28, 2018, 03:18 PM IST

  કિરણ બેદી દ્વારા જાહેર કરાયેલા આ આદેશ પ્રમાણે, મફત ચોખા વિતરણની આ યોજના શરતી હશે
  • કિરણ બેદીનું આ ફરમાન જૂન મહિનાથી લાગુ થશે. (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   કિરણ બેદીનું આ ફરમાન જૂન મહિનાથી લાગુ થશે. (ફાઇલ)

   પુડુચ્ચેરી: પુડુચ્ચેરીના લેફ્ટનન્ટ ગવર્નર (એલજી) કિરણ બેદી એકવાર ફરી વિવાદોમાં છે. તેમણે શનિવારે સરમુખત્યારોની જેમ ફરમાન જાહેર કર્યું છે કે કેન્દ્રશાસિત પ્રદેશોના જે ગામોમાં લોકો ખુલ્લામાં શૌચ કરશે, ખુલ્લામાં કચરો ફેંકશે અને જેમનું ગામ ખુલ્લામાં શૌચથી મુક્ત નહીં હોય તે લોકોના ધરે સરકાર દ્વારા મફત વિતરણ કરવામાં આવતા ચોખા (રેશન) બંધ કરી દેવામાં આવશે.

   ખુલ્લામાં શૌચ નથી કરતા તે અંગેનું પ્રમાણપત્ર મેળવવું પડશે

   - કિરણ બેદી દ્વારા જાહેર કરાયેલા આ આદેશ પ્રમાણે, મફત ચોખા વિતરણની આ યોજના શરતી હશે. તે હેઠળ ગામલોકોને સ્થાનિક ધારાસભ્ય અને કોમ્યુનિટી કમિશ્નર પાસેથી એ વાતનું સંયુક્ત પ્રમાણપત્ર મેળવવું પડશે અને સિવિલ સપ્લાય કમિશ્નરને સોંપવું પડશે કે તેઓ ખુલ્લામાં શૌચ નથી કરતા, ખુલ્લામાં કચરો નથી ફેંકતા અને તેમનું ગામ ખુલ્લામાં શૌચથી મુક્ત છે.

   - આ ઉપરાંત, તેમના ઘરો અને ગામમાં પ્લાસ્ટિકનો ઉપયોગ નથી થતો. કિરણ બેદીના જણાવ્યા પ્રમાણે, પ્લાસ્ટિકના કચરાથી પણ તેમનું ગામ મુક્ત છે, તેનું પણ પ્રમાણપત્ર હાંસલ કરવું જરૂરી હશે.

   જૂન મહિનાથી લાગુ થશે કિરણ બેદીનું ફરમાન

   - કિરણ બેદીનું આ ફરમાન જૂન મહિનાથી લાગુ થશે. કિરણ બેદીએ કહ્યું કે, લોકોને ચાર અઠવાડિયાનો સમય એટલા માટે આપવામાં આવ્યો છે, જેથી સંબંધિત વિભાગ અને ગામના લોકો પોતાની આસપાસના વાતાવરણને સ્વચ્છ બનાવી લે.

   - રાજભવન તરફથી જાહેર થયેલા વક્તવ્યમાં કહેવામાં આવ્યું છે, "મફત ચોખા વિતરણની યોજના આઘામી આદેશ સુધી સ્થગિત કરવામાં આવે છે અને ચોખાને સુરક્ષિત ભંડારમાં રાખવાનો આદેશ આપવામાં આવે છે. ચોખાનું વિતરણ લાભાર્થીઓને ત્યારે જ આપવામાં આવશે જ્યારે તેમનું ગામ સ્વચ્છતાનું પ્રમાણપત્ર મેળવી લેશે. પ્રમાણપત્રોનું પણ ક્રોસ ચેકિંગ થાય જેથી તેની પ્રામાણિકતા જળવાઇ રહે."
   - "મફત ચોખા વિતરણ યોજનાનો લાભ ઉઠાવવા માટે તમામ વિધાનસભા ક્ષેત્રોને ચાર અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો છે, જેથી તે પોતપોતાના વિસ્તારોને શૌચથી મુક્ત અને સ્વચ્છ કરી શકે. આ નોટિસની સમય-મર્યાદા 31 મે ના રોજ સમાપ્ત થઇ જશે."

   ગ્રામીણ વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાનની સુસ્તતા પર વ્યક્ત કરી ચિંતા

   એલજી કિરણ બેદીએ કેન્દ્રશાસિત પ્રદેશોના ગ્રામીણ વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાનની સુસ્તતા પર પણ ચિંતા વ્યક્ત કરી છે અને આશા દર્શાવી છે કે નવા આદેશથી અધિકારી ગ્રામીણ વિસ્તારોને સ્વચ્છ બનાવવામાં ઝડપથી કામ કરશે. એલજીએ નાબાર્ડને તે એનજીઓને મદદ કરવાનો આગ્રહ કર્યો છે જે ગ્રામીણ સ્વચ્છતા અભિયાનમાં કાર્યરત છે.

  • એલજી કિરણ બેદીએ કેન્દ્રશાસિત પ્રદેશોના ગ્રામીણ વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાનની સુસ્તતા પર પણ ચિંતા વ્યક્ત કરી છે. (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   એલજી કિરણ બેદીએ કેન્દ્રશાસિત પ્રદેશોના ગ્રામીણ વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાનની સુસ્તતા પર પણ ચિંતા વ્યક્ત કરી છે. (ફાઇલ)

   પુડુચ્ચેરી: પુડુચ્ચેરીના લેફ્ટનન્ટ ગવર્નર (એલજી) કિરણ બેદી એકવાર ફરી વિવાદોમાં છે. તેમણે શનિવારે સરમુખત્યારોની જેમ ફરમાન જાહેર કર્યું છે કે કેન્દ્રશાસિત પ્રદેશોના જે ગામોમાં લોકો ખુલ્લામાં શૌચ કરશે, ખુલ્લામાં કચરો ફેંકશે અને જેમનું ગામ ખુલ્લામાં શૌચથી મુક્ત નહીં હોય તે લોકોના ધરે સરકાર દ્વારા મફત વિતરણ કરવામાં આવતા ચોખા (રેશન) બંધ કરી દેવામાં આવશે.

   ખુલ્લામાં શૌચ નથી કરતા તે અંગેનું પ્રમાણપત્ર મેળવવું પડશે

   - કિરણ બેદી દ્વારા જાહેર કરાયેલા આ આદેશ પ્રમાણે, મફત ચોખા વિતરણની આ યોજના શરતી હશે. તે હેઠળ ગામલોકોને સ્થાનિક ધારાસભ્ય અને કોમ્યુનિટી કમિશ્નર પાસેથી એ વાતનું સંયુક્ત પ્રમાણપત્ર મેળવવું પડશે અને સિવિલ સપ્લાય કમિશ્નરને સોંપવું પડશે કે તેઓ ખુલ્લામાં શૌચ નથી કરતા, ખુલ્લામાં કચરો નથી ફેંકતા અને તેમનું ગામ ખુલ્લામાં શૌચથી મુક્ત છે.

   - આ ઉપરાંત, તેમના ઘરો અને ગામમાં પ્લાસ્ટિકનો ઉપયોગ નથી થતો. કિરણ બેદીના જણાવ્યા પ્રમાણે, પ્લાસ્ટિકના કચરાથી પણ તેમનું ગામ મુક્ત છે, તેનું પણ પ્રમાણપત્ર હાંસલ કરવું જરૂરી હશે.

   જૂન મહિનાથી લાગુ થશે કિરણ બેદીનું ફરમાન

   - કિરણ બેદીનું આ ફરમાન જૂન મહિનાથી લાગુ થશે. કિરણ બેદીએ કહ્યું કે, લોકોને ચાર અઠવાડિયાનો સમય એટલા માટે આપવામાં આવ્યો છે, જેથી સંબંધિત વિભાગ અને ગામના લોકો પોતાની આસપાસના વાતાવરણને સ્વચ્છ બનાવી લે.

   - રાજભવન તરફથી જાહેર થયેલા વક્તવ્યમાં કહેવામાં આવ્યું છે, "મફત ચોખા વિતરણની યોજના આઘામી આદેશ સુધી સ્થગિત કરવામાં આવે છે અને ચોખાને સુરક્ષિત ભંડારમાં રાખવાનો આદેશ આપવામાં આવે છે. ચોખાનું વિતરણ લાભાર્થીઓને ત્યારે જ આપવામાં આવશે જ્યારે તેમનું ગામ સ્વચ્છતાનું પ્રમાણપત્ર મેળવી લેશે. પ્રમાણપત્રોનું પણ ક્રોસ ચેકિંગ થાય જેથી તેની પ્રામાણિકતા જળવાઇ રહે."
   - "મફત ચોખા વિતરણ યોજનાનો લાભ ઉઠાવવા માટે તમામ વિધાનસભા ક્ષેત્રોને ચાર અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો છે, જેથી તે પોતપોતાના વિસ્તારોને શૌચથી મુક્ત અને સ્વચ્છ કરી શકે. આ નોટિસની સમય-મર્યાદા 31 મે ના રોજ સમાપ્ત થઇ જશે."

   ગ્રામીણ વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાનની સુસ્તતા પર વ્યક્ત કરી ચિંતા

   એલજી કિરણ બેદીએ કેન્દ્રશાસિત પ્રદેશોના ગ્રામીણ વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાનની સુસ્તતા પર પણ ચિંતા વ્યક્ત કરી છે અને આશા દર્શાવી છે કે નવા આદેશથી અધિકારી ગ્રામીણ વિસ્તારોને સ્વચ્છ બનાવવામાં ઝડપથી કામ કરશે. એલજીએ નાબાર્ડને તે એનજીઓને મદદ કરવાનો આગ્રહ કર્યો છે જે ગ્રામીણ સ્વચ્છતા અભિયાનમાં કાર્યરત છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Puducherry lieutenant governor Kiran Bedi said no free rice if going toilets in open
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top