ધરણા / પોંડિચેરીમાં રાજ્યપાલ કિરણ બેદી સામે સરકારનાં ધરણા, CMએ રાજભવનની બહાર રાત વિતાવી

Puducherry Chief Minister Narayansamy and ministers sleep outside Governor Kiran Bedi's house
X
Puducherry Chief Minister Narayansamy and ministers sleep outside Governor Kiran Bedi's house

  • મુખ્યમંત્રી નારાયણસામીનો આરોપ- રાજ્યપાલ જાણીજોઈને સરકારનાં કામોમાં અવરોધ પેદા કરી રહ્યા છે 
  • બેદીએ નારાયણસામીને 21 ફેબ્રુઆરીએ ચર્ચા માટે બોલાવ્યા 
     

Divyabhaskar

Feb 14, 2019, 03:10 PM IST

ચેન્નાઈઃ પોંડીચેરીમાં રાજકીય ઉથલ પાથલ દરમિયાન મુખ્યમંત્રી વી નારાયણસામી છેલ્લા બે દિવસોથી રાજ્યપાલ કિરણ બેદીનાં ઘરની બહાર ધરણા પર બેઠા છે. બુધવારે તેમણે રાજભવનની બહાર કેબિનેટનાં મંત્રીઓ સાથે રાત વિતાવી હતી. પોંડીચેરીની કોંગ્રેસ સરકારનો આરોપ છે કે બેદી લોકકલ્યાણની ઘણી યોજનાઓને લાગૂ કરવા દેતી નથી. આ કારણે નારાયણસામી બુધવાર સવારથી જ ધરણા પર બેઠા છે. 

 

આ ધરણામાં કોંગ્રેસને દ્રમુકનો પણ ટેકો મળ્યો છે. નારાયણસામીનો આરોપ છે કે રાજ્યપાલ સરકારનાં રોજનાં કામોમાં પણ દખલ કરી રહી છે. મુખ્યમંત્રીએ ન્યૂઝ એજન્સીને કહ્યું કે બેદી પાસે તેમનો પોતાનો કોઈ પાવર નથી. તેઓ ફક્ત મંત્રીઓ દ્વારા મોકલવામાં આવેલા દસ્તાવેજો પર સહી કરવા માટે જ છે. તેમની પાસે કેબિનેટનાં નિર્ણયોને રોકવાનો હક નથી, પરંતુ તેઓ અમારા નિર્ણયોને નામંજૂર કરી રહી છે. વડાપ્રધાન મોદી પોતે તેમને અમારી સરકારનાં કામોમાં અવરોધ લાવવા માટે કહી રહ્યા છે.

1. વિવાદ કેવી રીતે શરૂ થયો
બે દિવસ પહેલા બેદીએ કહ્યું હતુ કે, ટુ વ્હીલર વાહન ચાલકો માટે હેલમેટ પહેરવુ ફરજીયાત કરવુ જોઈએ. તો બીજી બાજૂ સરકાર કહી રહી હતી કે તેઓ પહેલા જાગૃતતા ફેલાવશે અને પછી આ નિયમને અલગ અલગ ચરણોમાં લાગુ કરશે. આ મુદ્દે બન્ને વચ્ચે વિવાદ ઊભો થયો હતો. 
2. રાજ્યપાલ બેદીએ ટ્વીટ કર્યુ
બેદીએ બુધવાર સાંજે નારાયણસામીને પત્ર લખ્યો હતો. જેમાં તેમણે કહ્યું કે મુખ્યમંત્રી ધરણા પર બેઠાં તે પહેલા મારી સાથે મુલાકાત કરવી જોઈતી હતી. મને એક પત્ર લખી જવાબની રાહ જોવી હતી. બેદીએ 21 ફેબ્રુઆરીએ મુખ્યમંત્રીને વાતચીત કરવા માટે બોલાવ્યા છે. 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી