પબ્લિક સર્વિસની ડોર સ્ટેપ ડિલીવરી માટે પહેલાં દિવસે જ આવ્યા 21 હજાર કોલ- દિલ્હી સરકાર

Delhi Government Claim - 21,000 calls received on first day of Door Step delivery of Public Services

આ યોજના અંતર્ગત રાજ્ય સરકારની 40 પબ્લિક સર્વિસ લોકોના ઘર સુધી પહોંચી શકશે. તેમાં મેરેજ સર્ટિફિકેટ, ડ્રાઈવિંગ લાઈસન્સ, પાણી કનેક્શન જેવા કામ માટે માત્ર રૂ. 50 આપવાના રહેશે. ભાજપે આ યોજના ફેલ ગણાવી

divyabhaskar.com

Sep 11, 2018, 10:17 AM IST

નવી દિલ્હી: કેજરીવાલ સરકારે દાવો કર્યો છે કે, ડોર સ્ટેપ ડિલીવરી ઓફ સર્વિસના પહેલાં દિવસે સોમવારે 21 હજાર ફોન આવ્યા હતા. આ યોજના અંતર્ગત રાજ્ય સરકારની 40 પબ્લિક સર્વિસ લોકોના ઘર સુધી પહોંચી શકશે. તેમાં મેરેજ સર્ટિફિકેટ, ડ્રાઈવિંગ લાઈસન્સ, પાણી કનેક્શન જેવા કામ માટે માત્ર રૂ. 50 આપવાના રહેશે.

રાજ્ય સરકારના જણાવ્યા પ્રમાણે ડોર સ્ટેપ ડિલીવરી ઓફ સર્વિસ માટે એક કોલ સેન્ટર બનાવવામાં આવ્યું છે. તેમાં 369 કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે. લોન્ચિંગના પહેલાં જ દિવસે મોટી સંખ્યામાં લોકોના ફોન આવ્યા હતા. તેના કારણે ઘણાં કોલ કનેક્ટ પણ નહતાં થઈ શક્યા.

પહેલાં દિવસે 1286 કોલના જવાબ આપવામાં આવ્યા


સરકારે જણાવ્યું કે, સાંજે છ વાગ્યા સુધીમાં 2,728 કોલ કનેક્ટ થયા હતા. તેમાં 1286 કોલના જવાબ આપવામાં આવ્યા હતા. બાકીના કોલને વેઈટિંગમાં રાખવામાં આવ્યા હતા. તેમને કોલ બેક કરવામાં આવશે. સરકારે જણાવ્યું કે,ટીમના સભ્યોના અલગ અલગ ડિપાર્ટમેન્ટ નક્કી કરવામાં આવ્યા છે. કોલ સેન્ટરનો દરેક સભ્ય દિલ્હીના સાત જિલ્લાઓના દસ્તાવેજ એકત્રિત કરશે અને ત્યારપછી લોકોની જરૂરિયાત પ્રમાણે તેમને ચોક્કસ સમયમાં તેમના ઘર સુધી પહોંચાડવામાં આવશે. યોજના અંતર્ગત 1076 પર કોલ કરીને મોબાઈલ સહાયક બોલાવવાનો રહેશે.

ભાજપે કહ્યું- આ યોજના ફેલ


ભાજપે આપ સરકારની ડોર સ્ટેપ ડિલીવરી ઓફ સર્વિસને ફેલ ગણાવી છે. ભાજપના દિલ્હી પ્રભારી મનોજ તિવારીએ કહ્યું કે, આ યોજના પહેલાં દિવસે જ નિષ્ફળ રહી છે. રોલ સેન્ટર પર નંબર જ નથી લાગી રહ્યો.

કેજરીએ કહ્યું- ભ્રષ્ટાચાર પર નિયંત્રણ રહેશે


યોજનાના લોન્ચિંગ સમયે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે હવે દિલ્હીના લોકોએ પબ્લિક સર્વિસ માટે દલાલોના ચક્કરમાં નહીં પડવું પડે. સરકારી ઓફિસોના ધક્કા ખાવાનો સમય પણ બચશે અને ભ્રષ્ટાચાર ઉપર પણ નિયંત્રણ રહેશે.

X
Delhi Government Claim - 21,000 calls received on first day of Door Step delivery of Public Services
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી