• Home
  • National News
  • Desh
  • ગળું કાપ્યા પછી પ્રેગ્નેન્ટ મહિલાનું ધડ 2 ફૂટ ઉંડા ખાડામાં દાટ્યું| Provenent Women Murder In Punjab in Jalandhar

ગળું કાપ્યા પછી પ્રેગ્નેન્ટ મહિલાનું ધડ 2 ફૂટ ઉંડા ખાડામાં દાટ્યું, દ્રશ્ય જોઈ ડરી મહિલા

ગળું કાપ્યા પછી ધડને ખેતરમાં માત્ર 2 ફૂટના ખાટામાં દાટ્યું હોવાથી લાશ ફુલીને બહાર આવી ગઈ હતી

divyabhaskar.com | Updated - May 29, 2018, 07:00 AM
ગળું કાપ્યા પછી પ્રેગ્નેન્ટ મહિલાનું ધડ 2 ફૂટ ઉંડા ખાડામાં દાટ્યું| Provenent Women Murder In Punjab in Jalandhar

બટાલામાં એક મહિલાનું માથું કપાયેલું ધડ મળી આવ્યું હતું. ગળું કાપ્યા પછી ધડને માત્ર બે ફૂટનો ખાડો ખોદીને તેમાં દાટવામાં આવ્યું હતું. પરંતુ અમૂક દિવસો જતા લાશ ફુલી જતા તે જમીનની બહાર દેખાવા લાગી હતી.

જાલંધર: બટાલામાં એક મહિલાનું માથું કપાયેલું ધડ મળી આવ્યું હતું. ગળું કાપ્યા પછી ધડને માત્ર બે ફૂટનો ખાડો ખોદીને તેમાં દાટવામાં આવ્યું હતું. પરંતુ અમૂક દિવસો જતા લાશ ફુલી જતા તે જમીનની બહાર દેખાવા લાગી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, મહિલા પ્રેગ્નેન્ટ હતી. આ રીતે મહિલાનો મૃતદેહ મળી આવ્યો હોવાથી તે વિસ્તારમાં ડરનો માહોલ ફેલાઈ ગયો છે.

કપાયેલું ઘડ જોઈને ડરીને ભાગી મહિલા


- આ રીતે ધડને ગામની એક મહિલાએ જોયુ હતું. એક જગ્યા પર કૂતરા ભસતા હતા. તેથી મહિલાએ ત્યાં જઈને જોયું તો ત્યાં એક માથું કપાયેલી લાથ પડી હતી. તે જોઈને મહિલા ખૂબ ડરી ગઈ હતી અને તે બુમો પાડતી પાડતી ગામ તરફ ભાગી હતી. ત્યારપછી ઘટના સ્થળે જઈને ગામના લોકોએ પોલીસને માહિતી આપી હતી.
- ત્યારપછી સિવિલ લાઈન પોલીસ સ્ટેશનના એસએચઓ પરમજીત સિંહ પોલીસ ટીમ સહિત ત્યાં પહોંચ્યા હતા અને લાશનો કબ્જો લીધો હતો. મહિલાનું ધડ જ ત્યાં હતું પરંતુ માથાની કઈ જ ખબર પડી નથી.

પોલીસે મહિલાનું માથું શોધવા આજુ-બાજુના વિસ્તારમાં શરૂ કર્યું સર્ચ ઓપરેશન


-પોલીસે બપોર સુધીમાં સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ગામના રજિંદર સિંહે જણાવ્યું કે, તેમણે જ આ વિશે પોલીસને માહિતી આપી હતી. આ દરમિયાન ઘટના સ્થળ પર ઘણાં લોકો જમા થઈ ગયા હતા. દરેક લોકો માથું કપાયેલી લાશ જોઈને પરેશાન હતા. તેમણે જણાવ્યું કે, આ મહિલા આ ગામની નથી.
- પોલીસને અત્યાર સુધીની થિયરીમાં લાગી રહ્યું છે કે, મહિલાની હત્યા અન્ય કોઈ જગ્યાએ તેજ હથિયારથી કરવામાં આવી છે.
- માનવામાં આવે છે કે, માથાને બીજી કોઈ ક જગ્યાએ લઈ જઈને ફેંકવામાં આવ્યું છે. પોલીસને ઘટના સ્થળેથી એવો કોઈ પુરાવો નથી મળ્યો કે જેના કારણે આરોપીઓની જાણ થઈ શકે.

બટાલાના એસએસપી ઉપેન્દ્રજિત સિંહે જણાવ્યું કે, હાલ પોલીસ મહિલાની ઓળખ કરવાનો પ્રયત્ન કરી રહી છે. તેથી આરોપીઓએ હવે થોડા દૂર ખેતરમાં તે ધડ દફનાવ્યું છે. મહિલાની હવે કપડાંના આધારે ઓળખ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.

X
ગળું કાપ્યા પછી પ્રેગ્નેન્ટ મહિલાનું ધડ 2 ફૂટ ઉંડા ખાડામાં દાટ્યું| Provenent Women Murder In Punjab in Jalandhar
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App