SC/ST નિયમોમાં ફેરફાર વિરુદ્ધ ભારત બંધ, બિહાર-ઓરિસ્સામાં રોકાઈ ટ્રેનો

બિહારના અરરિયા, સુપૌલ, મધુબની, દરભંગા, જહાનાબાદ અને આરામાં ભીમ સેનાએ રેલ રોકીને રસ્તા પણ જામ કર્યા

divyabhaskar.com | Updated - Apr 02, 2018, 08:47 AM
ભારત બંધ દરમિયાન ગ્વાલિયરમાં ગોળી વાગતા યુવકનું મોત થયું
ભારત બંધ દરમિયાન ગ્વાલિયરમાં ગોળી વાગતા યુવકનું મોત થયું

Sc/ST એક્ટમાં ફેરફાર વિશે સુપ્રીમ કોર્ટમાં નિર્ણય સામે મોટી સંખ્યામાં દલિત સંગઠનો દ્વારા આજે ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, થોડા દિવસ પહેલાં સુપ્રીમ કોર્ટે એસસી-એસટીનો ખોટો દૂર ઉપયોગ થતો હોવાની વાત કરી હતી અને ત્યારપછી એમાં થોડા ફેરફાર કર્યા હતા.

અમદાવાદ-નવી દિલ્હી: એસસી-એસટી કાયદા હેઠળ તાત્કાલિક ધરપકડ પર સુપ્રીમકોર્ટના પ્રતિબંધના વિરોધમાં સોમવારે દલિત સંગઠનોએ 12 રાજ્યોમાં ભારે હિંસા, તોડફોડ કરી અને આગ લગાડી. આ હિંસામાં 14 લોકો માર્યા ગયા. પોલીસ કર્મચારીઓ સહિત 150થી વધુ લોકોને ઈજા પહોંચી છે. જ્યારે અમદાવાદમાં સાબરમતી આશ્રમમાં 101 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર સ્વયંભૂ રીતે તાળું મરાયું હતું. જો કે પોલીસે આવીને તાળું તોડી 1 કલાકમાં જ આશ્રમ ફરી ખોલી નાખ્યો હતો. વડોદરામાં ઠેર-ઠેર ચક્કાજામ કરાયો હતો. દુમાડ ચોકડી પર ટાયરો સળગાવી દેવાતાં વાહન વ્યવહાર ખોરવાયો, વાહન વ્યવહાર ખોરવાતાં પોલીસે છ પ્રદર્શનકારીઓની અટકાયત કરી હતી. 12 રાજ્યોમાંથી મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશમાં સ્થિતિ ખૂબ જ ખરાબ છે. મધ્યપ્રદેશમાં 7 લોકો માર્યા ગયા હતા, ઉ.પ્ર.માં 2, રાજસ્થાનમાં 1 અને બિહારમાં 4 લોકો મોતને ભેટ્યા હતા.

પગલે સમગ્ર દેશમાં 100થી વધુ ટ્રેનો પર અસર થઈ. શતાબ્દી અને રાજધાની જેવી ગાડીઓ પણ ફસાયેલી રહી. સ્થિતિ કાબૂ કરવા માટે મોટા ભાગનાં હિંસાગ્રસ્ત સ્થળો પર કલમ-144 લાગુ કરીને મોબાઈલ ઈન્ટરનેટ બંધ કરી દેવાયા છે. ગૃહ મંત્રાલયે પણ રાજ્યોને હિંસા અટકાવવા માટે જરૂરી પગલાં લેવા નિર્દેશ આપ્યા છે. મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશમાં રેપિડ એક્શન ફોર્સના 800 જવાન મોકલાયા છે. આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે જણાવ્યું કે સરકારે એસસી-એસટી એક્ટના સંબંધમાં તાજેતરમાં આવેલા ચુકાદાને પગલે સુપ્રીમકોર્ટમાં રિવ્યૂ પિટિશન દાખલ કરી દીધી છે. તેમણે બધા પક્ષો, સંગઠનો અને લોકોને હિંસા નહીં ભડકાવવા માટે અને શાંતિ જાળવી રાખવા અપીલ કરી છે.

બંધની ક્યાં ક્યાં અસર

1. રાજસ્થાન: બાડમેરમાં દલિત સંગઠનો અને કરણી સેના વચ્ચે ઝપાઝપી થઈ હતી. જેમાં 25 લોકો ઘાલ થયા હતા. સ્થિતિને નિયંત્રણમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. અહીં કરણી સેના બંધના સમર્થનમાં ઉતરી હતી, જેનો દલિત સંગઠને વિરોધ કર્યો હતો. બીજી બાજુ ભરતપુરમાં મહિલાઓએ હાથમાં લાકડી લઈને રોડ-રસ્તા ઉપર વિરોધ નોંધાવ્યો હતો. અલવરમાં એક મકાનમાં આગ લગાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જ્યારે ખેર્થલમાં થયેલી હિંસામાં એક પ્રદર્શનકાર્તાનું મોત થયું છે. પુષ્કરમાં ઘણાં વાહનોમાં તોડફોડ કરવામાં આવી છે.

2. મધ્ય પ્રદેશ: ગ્વાલિયર, ભિંડ અને મુરૈનામાં વધારે હિંસા થઈ છે. ગ્વાલિયરમાં હિંસામાં 3 લોકોના મોત થયા છે. ટોલ પ્લાઝામાં પણ તોડ-ફોડ કરવામાં આવી છે. રસ્તા ઉપર વાહન સળગાવામાં આવ્યા છે. ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. ભિંડના મહેગાંવ અને ગોહદમાં કર્ફ્યૂ લગાવવામાં આવ્યો છે. મધ્યપ્રેદશના ઇન્દોર, સિવની, રતલામ, ઉજ્જૈન, ઝાબુઆ અને જબલપુરમાં બંધને મિશ્ર પ્રતિસાર મળ્યો છે.

- ગ્વાલિયરમાં 2, ભિંડમાં 2, ડબરામાં 1 અને મુરૈનામાં 1ની મોત નિપજ્યાં છે.

કેમ છે એસસી/એસટી મહત્વનું?

- રાજ્યમાં વર્ષના અંતમાં ચૂંટણી યોજવવાની છે. વિધાનસભામાં કુલ 230 બેઠકોમાંથી 47 બેઠક એસટી પાસે અને 35 બેઠક એસસી પાસે રિઝર્વ છે..

3. પંજાબ: દરેક સ્કૂલ-કોલેજ, યૂનિવર્સિટી અને બેન્ક બંધ કરી દેવામાં આવી છે. સીબીએસઈની 10માં અને 12માં ધોરણની એક્ઝામ પાછી ઠેલવામાં આવી છે. રાતે 11 વાગ્યા સુધી બસ અને ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. સુરક્ષાબળોએ 12 હજાર વધારાનું સૈન્ય સુરક્ષા માટે તહેનાત કર્યું છે.

4. બિહાર: મધુબની, આરા, ભાગલપુર અને અરરિયામાં ટ્રેનો રોકવામાં આવી. મોતિહારીમાં તોડફોડ. વૈશાલીમાં પ્રદર્શનકારીઓ દ્વારા એમ્યુલન્સ રોકવામાં આવી. માતા ઘણી બુમો પાડતી રહી પણ પ્રદર્શનકારીઓએ રસ્તો ન આપતા એક નવજાત બાળકનું મોત થયું.

5. ઉત્તર પ્રદેશ: મેરઠ, ગોરખપુર, સહારનપુર, હાપુડ, બિજનૌર, મુઝફ્ફરનગર, મથુરા અને આગરા સહિત ઘણાં જિલ્લા પ્રદર્શનકારીઓએ હોબાળો કર્યો હતો. મથુરા, હાપુડ અને મેરઠમાં પ્રદર્શનકારીઓ દ્વારા તોડફોડ સાથે વાહનો અને પોલીસ સ્ટેશનમાં પણ આગ લગાડવામાં આવી હતી. ઓગ ઓલવવા પહોંચેલી ફાયર બ્રિગેડની ટીમ પર લોકોએ પથ્થરમારો કર્યો હતો.

6. ઓરિસ્સા- પ્રદર્શનકારીઓએ ટ્રેન રોકી.

7. ઝારખંડ- રસ્તા ચક્કાજામ કરવામાં આવ્યા. ઘણી જગ્યાએ ટ્રેનો રોકવામાં આવી. પ્રદર્શનકારીઓએ જબરજસ્તી બજારો બંધ કરાવ્યા હતા. રાંચીમાં પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જમશેદપુરમાં એક ટ્રકમાં આગ લગાવવામાં આવી હતી.

8. ગુજરાત: સૌરાષ્ટ્ર, કચ્છ, રાજકોટ અને અમદાવાદમાં લોકોએ વિરોધ પ્રદર્શન કર્યા, બસોમાં તોડફોડ કરી અને વિવિધ જગ્યાએ આગ લગાડવામાં આવી.

9. હરિયાણા: નેશનલ હાઈવે-1 બંધ કરી દેવામાં આવ્યો. કૈથલમાં રોડવેઝ ડેપોમાં ઘુસી ગયા હતા. અહીં ટીકિટ કાઉન્ટર પર તોડફોડ કરવામાં આવી હતી. પ્રદર્શનકારીઓએ એક ટ્રેન એન્જિન પર પથ્થરમારો કર્યો હતો. પોલીસે ભીડને ભગાડવા માટે અશ્રુસેલ પણ છોડ્યા હતા.

10. છત્તીસગઢ: રાજ્યમાં દવાની દુકાનોને બાદ કરતા આખુ બજાર બંધ કરાવવામાં આવ્યું છે. ઘણાં જિલ્લાઓમાં પ્રદર્શનકારીઓએ જબરજસ્તી બજાર બંધ રખાવ્યા હતા. અહીં હિંસાની કોઈ માહિતી મળી નથી.

આગળની સ્લાઈડમાં વાંચો દલિતોની શું માગણી છે...

ઉત્તરપ્રદેશના હાપુડમાં પણ બંધ દરમિયાન હિંસા ભડકી છે.
ઉત્તરપ્રદેશના હાપુડમાં પણ બંધ દરમિયાન હિંસા ભડકી છે.
ઘણાં વાહનો સળગાવવામાં આવ્યા
ઘણાં વાહનો સળગાવવામાં આવ્યા

દલિત સંગઠનોની શું છે માગ?


- સંગઠનોની માગણી છે કે, અનુસૂચિત જાતિ-જનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમ 1989માં સંશોધનને પરત લઈને એક્ટને પહેલાંની જેમ લાગુ કરવામાં આવે.

 

કેન્દ્ર શું દલીલ કરી શકે છે?


- સૂત્રોના જણાવ્યા પ્રમાણે અરજીમાં સામાજિક ન્યાય અને અધિકારીક મંત્રાલયની દલીલ હશે કે, આ નિર્ણયથી એસસી-એસટી એક્ટના નિયમો નબળાં થશે. લોકોને આ કાયદાનો ડર ઘટશે, તેના કારણે નિયમોનું ઉલ્લંઘન પણ વધી જશે.

 

આગળની સ્લાઈડમાં જાણો કોંગ્રેસે શું લગાવ્યા છે આરોપ

ગાડીઓમાં તોડફોડ કરવામાં આવી
ગાડીઓમાં તોડફોડ કરવામાં આવી

કોંગ્રેસે કહ્યું- સરકારે યોગ્ય રીતે કેસની રજૂઆત નથી કરી


- કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે, આ કેસમાં ચોક્કસ રિવ્યૂ પિટીશન દાખલ કરવી જોઈએ. તે સરકારનો હક છે. જોકે રિયલ સવાલ એ છે કે, સરકારે આ કેસ યોગ્ય રીતે સુપ્રીમ કોર્ટમાં રજૂ કરવામાં નિષ્ફળ રહી છે. તેની તપાસ થવી જોઈએ. 

 

 

આગળની સ્લાઈડમાં વાંચો સુપ્રીમ કોર્ટે શું આપ્યો છે નિર્ણય

ભીમ સેના દ્વારા કરવામાં આવ્યો વિરોધ
ભીમ સેના દ્વારા કરવામાં આવ્યો વિરોધ

શું ચૂકાદો આપ્યો સુપ્રીમ કોર્ટે?


- અનુસૂચિતા જાતિ, અનુસૂચિત જનજાતિ અધિનિયમ 1989ના દુરૂપયોગને રોકવા સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ફેંસલો સંભળાવ્યો હતો. 
સુપ્રીમ કોર્ટે અરજી પર સુનાવણી કરતાં SC/STમાં તાત્કાલિક ધરપકડ ન કરવાના આદેશ આપ્યા હતા. 
- આ ઉપરાંત SC/ST એક્ટ અંતર્ગત દાખલ થનારા કેસમાં આગોતરા જામીનને પણ મંજૂરી આપી દીધી હતી. 
- સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એ.કે.ગોયલ અને યુ.યુ.લલિતની બેંચે કહ્યું હતું કે આ કાયદા અંતર્ગત દાખલ મામલાઓમાં ઓટોમેટિક ધરપકડના બદલે પોલીસે 7 દિવસની અંદર તપાસ કરવી જોઈએ અને તે બાદ એકશન લેવા જોઈએ.
- આ ઉપરાંત ઉચ્ચ અદાલતે કહ્યું હતું કે સરકારી અધિકારીની ધરપકડ એપોઈન્ટિંગ ઓથોરિટીની મંજૂરી વિના ન થઈ શકે. જ્યારે બિન સરકારી કર્મચારીની ધરપકડ માટે SSPની મંજૂરી લેવી જરૂરી રહેશે. 

 

બિહાર-ઓરિસ્સામાં ટ્રેનો રોકાઈ
બિહાર-ઓરિસ્સામાં ટ્રેનો રોકાઈ
ભીમ સેનાએ રેલ રોકીને રસ્તા પણ જામ કર્યા હતા.
ભીમ સેનાએ રેલ રોકીને રસ્તા પણ જામ કર્યા હતા.
ઓરિસ્સાના સંભલપુરમાં પ્રદર્શનકારીઓએ ટ્રેન રોકીને વિરોધ વ્યક્ત કર્યો હતો.
ઓરિસ્સાના સંભલપુરમાં પ્રદર્શનકારીઓએ ટ્રેન રોકીને વિરોધ વ્યક્ત કર્યો હતો.
અમૃતસરમાં કડક સુરક્ષા રાખવામાં આવી
અમૃતસરમાં કડક સુરક્ષા રાખવામાં આવી
ઘણા રાજ્યોમાં બંધને સારો પ્રતિસાદ મળ્યો
ઘણા રાજ્યોમાં બંધને સારો પ્રતિસાદ મળ્યો
Train in Odishas Sambalpur blocked by protesters against SC decision on SC/ST
Train in Odishas Sambalpur blocked by protesters against SC decision on SC/ST
Train in Odishas Sambalpur blocked by protesters against SC decision on SC/ST
Train in Odishas Sambalpur blocked by protesters against SC decision on SC/ST
X
ભારત બંધ દરમિયાન ગ્વાલિયરમાં ગોળી વાગતા યુવકનું મોત થયુંભારત બંધ દરમિયાન ગ્વાલિયરમાં ગોળી વાગતા યુવકનું મોત થયું
ઉત્તરપ્રદેશના હાપુડમાં પણ બંધ દરમિયાન હિંસા ભડકી છે.ઉત્તરપ્રદેશના હાપુડમાં પણ બંધ દરમિયાન હિંસા ભડકી છે.
ઘણાં વાહનો સળગાવવામાં આવ્યાઘણાં વાહનો સળગાવવામાં આવ્યા
ગાડીઓમાં તોડફોડ કરવામાં આવીગાડીઓમાં તોડફોડ કરવામાં આવી
ભીમ સેના દ્વારા કરવામાં આવ્યો વિરોધભીમ સેના દ્વારા કરવામાં આવ્યો વિરોધ
બિહાર-ઓરિસ્સામાં ટ્રેનો રોકાઈબિહાર-ઓરિસ્સામાં ટ્રેનો રોકાઈ
ભીમ સેનાએ રેલ રોકીને રસ્તા પણ જામ કર્યા હતા.ભીમ સેનાએ રેલ રોકીને રસ્તા પણ જામ કર્યા હતા.
ઓરિસ્સાના સંભલપુરમાં પ્રદર્શનકારીઓએ ટ્રેન રોકીને વિરોધ વ્યક્ત કર્યો હતો.ઓરિસ્સાના સંભલપુરમાં પ્રદર્શનકારીઓએ ટ્રેન રોકીને વિરોધ વ્યક્ત કર્યો હતો.
અમૃતસરમાં કડક સુરક્ષા રાખવામાં આવીઅમૃતસરમાં કડક સુરક્ષા રાખવામાં આવી
ઘણા રાજ્યોમાં બંધને સારો પ્રતિસાદ મળ્યોઘણા રાજ્યોમાં બંધને સારો પ્રતિસાદ મળ્યો
Train in Odishas Sambalpur blocked by protesters against SC decision on SC/ST
Train in Odishas Sambalpur blocked by protesters against SC decision on SC/ST
Train in Odishas Sambalpur blocked by protesters against SC decision on SC/ST
Train in Odishas Sambalpur blocked by protesters against SC decision on SC/ST
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App