સ્પા સેન્ટરની આડમાં ચાલતો હતો દેહવેપારનો ધંધો, થાઇલેન્ડથી અને યુપીની યુવતીઓ

સબોએ વેલનેસ નામથી સ્પા સેન્ટરની આડમાં ચાલી રહેલા સેક્સ રેકેટનો પોલીસે કર્યો પર્દાફાશ

divyabhaskar.com | Updated - Apr 10, 2018, 08:00 AM
Prostituition under name of Spa centre in Ghaziabad police raided

દિલ્હીને અડીને આવેલા ગાઝિયાબાદના ઇંદિરાપુરમના સેક્ટર 11સી ટાવરમાં સબોએ વેલનેસ નામથી સ્પા સેન્ટરની આડમાં ચાલી રહેલા સેક્સ રેકેટનો પોલીસે પર્દાફાશ કર્યો છે. અહીંથી પોલીસે પાંચ યુવતીઓ સહિત 10 લોકોની ધરપકડ કરી છે. ત્રણ યુવતીઓ થાઇલેન્ડની છે, જ્યારે બે યુપીના અમરોહાની છે. સ્થળ પરથી ભારે માત્રામાં આપત્તિજનક સામાન પણ મળી આવ્યો છે.

ગાઝિયાબાદ: દિલ્હીને અડીને આવેલા ગાઝિયાબાદના ઇંદિરાપુરમના સેક્ટર 11સી ટાવરમાં સબોએ વેલનેસ નામથી સ્પા સેન્ટરની આડમાં ચાલી રહેલા સેક્સ રેકેટનો પોલીસે પર્દાફાશ કર્યો છે. અહીંથી પોલીસે પાંચ યુવતીઓ સહિત 10 લોકોની ધરપકડ કરી છે. ત્રણ યુવતીઓ થાઇલેન્ડની છે, જ્યારે બે યુપીના અમરોહાની છે. સ્થળ પરથી ભારે માત્રામાં આપત્તિજનક સામાન પણ મળી આવ્યો છે.

શું છે મામલો?

- મળતી માહિતી પ્રમાણે, જિલ્લાના ઇંદિરાપુરમના વસુંધરા સેક્ટર 11સી ટાવરના બીજા માળ પર સબોએ વેલનેસ નામના સ્પા સેન્ટરની આડમાં સેક્સ રેકેટ ચાલતું હોવાની ફરિયાદ મળી હતી.

- ત્યારબાદ પોલીસે સ્પા સેન્ટર પર છાપો માર્યો, તો ત્રણ ગ્રાહક યુવતીઓ સાથે આપત્તિજનક હાલતમાં મળ્યા. સ્પા સેન્ટરમાંથી ત્રણેય ગ્રાહકો, બે મેનેજર અને પાંચ યુવતીઓની ધરપકડ કરવામાં આવી.
- મેનેજરની પૂછપરછમાં જાણ થઇ કે દિલ્હીના વસુંધરા એન્ક્લેવ નિવાસી અમિત પાલ આ સ્પા સેન્ટરના સંચાલક છે. સ્પા સેન્ટર વેદાંતા ગ્રુપનું હતું. છેલ્લા 3 વર્ષથી આ સ્પા સેન્ટર ચાલી રહ્યું હતું.
- છેલ્લા એક મહિનાથી પાંચ છોકરીઓ આવી રહી હતી. સ્પા સેન્ટરની આડમાં દેહવેપારનો ધંધો કરતી હતી.

સાયબર સિટી ગુરુગ્રામમાં મોલની અંદર પણ ચાલતું હતું સેક્સ રેકેટ

- ઉલ્લેખનીય છે કે દિલ્હી-એનસીઆરમાં સતત એવા મામલા સામે આવી રહ્યા છે, જેમાં સ્પા સેન્ટરની આડમાં દેહવેપારના ધંધાને અંજામ આપવામાં આવી રહ્યો છે. - ટી- તાજેતરમાં જ સાયબર સિટી ગુરુગ્રામમાં મોલની અંદર ઘણી વખત સેક્સ રેકેટનો પર્દાફાશ થયો હતો. આ મામલો સેક્ટર-50 સ્થિત ઓમેક્સ મોલનો છે, જ્યાં એક સ્પા સેન્ટરની અંદર સેક્સ રેકેટનું સંચાલન કરવામાં આવી રહ્યું હતું.

- પોલીસે અહીંયા પણ છાપો મારીને 9 લોકોની ધરપકડ કરી હતી, જેમાં 6 છોકરીઓ સામેલ હતી. પોલીસને આ વાતની સૂચના મળી હતી કે સેક્ટર-50 સ્થિત ઓમેક્સ મોલમાં સ્પા સેન્ટરની આડમાં સેક્સ રેકેટનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. ત્યારબાદ પોલીસની ટીમે સ્પા સેન્ટરમાં છાપો મારી દીધો.
- સ્પા સેન્ટરમાં યુવક-યુવતીઓ આપત્તિજનક હાલતમાં હતા.
- આ પહેલા પણ પોલીસે ગુરુગ્રામ સેક્ટર-5 વિસ્તારમાં ચાલી રહેલા ત્રણ સ્પા સેન્ટરમાં છાપામારી કરીને 6 છોકરીઓ સહિત 8 લોકોની ધરપકડ કરી હતી.
- પોલીસને આ બાબતે પણ અગાઉથી સૂચના મળી હતી. પોલીસે એક નકલી ગ્રાહકની મદદથી આ ગોરખધંધાનો પર્દાફાશ કર્યો હતો.

Prostituition under name of Spa centre in Ghaziabad police raided
X
Prostituition under name of Spa centre in Ghaziabad police raided
Prostituition under name of Spa centre in Ghaziabad police raided
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App