ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Proposal of Broadcast ministry to TRAI to attach chip in new set top box

  સેટ-ટોપ બોક્સમાં ચિપ લગાવીને તમારા ટીવી પર નજર રાખવા માંગે છે સરકાર

  divyabhaskar.com | Last Modified - Apr 16, 2018, 11:56 AM IST

  તમે કઇ-કઇ ચેનલ કેટલીવાર સુધી જુઓ છો, તે જાણવા માટે સરકાર નવા સેટ-ટોપ બોક્સમાં ચિપ લગાવવાની તૈયારીમાં છે
  • બીએઆરએસીએ 22,000 ઘરોમાં બીએઆર-ઓ મીટર લગાવ્યા છે, જેના દ્વારા તે ટીઆરપીના આંકડા ભેગા કરે છે. (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   બીએઆરએસીએ 22,000 ઘરોમાં બીએઆર-ઓ મીટર લગાવ્યા છે, જેના દ્વારા તે ટીઆરપીના આંકડા ભેગા કરે છે. (ફાઇલ)

   નવી દિલ્હી: તમે કઇ-કઇ ચેનલ કેટલીવાર સુધી જુઓ છો, તે જાણવા માટે સરકાર નવા સેટ-ટોપ બોક્સમાં ચિપ લગાવવાની તૈયારીમાં છે. સૂચના અને પ્રસારણ મંત્રાલયે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી (ટ્રાઇ) પાસે આ પ્રસ્તાવ મોકલ્યો છે. સ્મૃતિ ઇરાનીના મંત્રાલય સાથે જોડાયેલા એક સિનિયર ઓફિસરે જણાવ્યું કે તેનો ઉદ્દેશ દરેક ચેનલ માટે વિશ્વસનીય વ્યુઅરશિપ ડેટા ભેગો કરવાનો છે. સરકારનું આ પગલું બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ ઑફ ઇન્ડિયા (બાર્ક)નો એકાધિકાર ખતમ કરવાના પગલાં તરીકે પણ જોવામાં આવી રહ્યું છે. બાર્ક ભારતમાં દર અઠવાડિયે ટીવી વ્યુઅરશિપનો ડેટા જાહેર કરી શકે છે. મંત્રાલયનું માનવું છે કે દૂરદર્શનની વ્યુઅરશિપ ઓછી કરીને બતાવવામાં આવે છે.

   ટ્રાઇએ કહ્યું- ચિપ લગાવવાના મામલે મંત્રાલય અલગથી રેફરન્સ મોકલે

   - ડીએવીપી વિભિન્ન મંત્રાલયો અને તેમના સંગઠનોની એડવર્ટાઇઝમેન્ટ જાહેર કરવા માટે સરકારની નોડલ એજન્સી છે. મંત્રાલયે નવા ડીટીએત લાયસન્સ સાથે જોડાયેલા ઘણા મુદ્દાઓ પર ટ્રાઇની ભલામણો પર પ્રતિક્રિયા તરીકે આ પ્રસ્તાવ મૂક્યો છે. જોકે, તાજેતરમાં જ મોકલવામાં આવેલા જવાબમાં ટ્રાઇએ કહ્યું કે સેટ-ટોપ બોક્સમાં ચિપ લગાવવાના મુદ્દા પર મંત્રાલયને અલગ રેફરન્સ મોકલવો પડશે.

   ચિપ પર તર્ક: ટીઆરપીનો સાચો આંકડો મળશે

   - ચિપ દ્વારા સરળતાથી ગ્રાહક કઇ ચેનલ કેટલીવાર સુધી જોઇ રહ્યો છે, તેની જાણકારી હાંસલ કરી શકાશે. તેનાથી વિજ્ઞાપનદાતા અને ડીએવીપી પોતાના વિજ્ઞાપનો પર સમજી-વિચારીને ખર્ચ કરી શકે. ફક્ત તે જ ચેનલોને પ્રોત્સાહન મળશે, જે વ્યાપક રીતે જોવામાં આવે છે.

   અત્યારે 22 હજાર ઘરોમાંથી આવે ટીઆરપીના આંકડા

   - અત્યાર સુધી બીઆરએસીના 22,000 ઘરોમાં બીઆર-ઓ મીટર લગાવ્યા છે, જેના દ્વારા તે ટીઆરપી વિશે આંકડા ભેગા કરે છે. જ્યારે નવી ચિપ લાગ્યા પછી આ મીટરની જરૂર નહીં પડે. ઉલ્લેખનીય છે કે બાર્ક આ મીટરને ગ્રાહકની મંજૂરી પછી તેમના ઘરોમાં લગાવે છે.

  • નવી ચિપ લાગ્યા પછી આંકડાઓ ઝડપથી મળશે. (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   નવી ચિપ લાગ્યા પછી આંકડાઓ ઝડપથી મળશે. (ફાઇલ)

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Proposal of Broadcast ministry to TRAI to attach chip in new set top box
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top