ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Latest News » National» Proceedings of Second phase of Budget session in parliament Govt opposition

    બજેટ સત્ર: સોનિયા-રાહુલને લોકતંત્રમાં ભરોસો નથી-સરકાર

    divyabhaskar.com | Last Modified - Mar 14, 2018, 04:43 AM IST

    બજેટ સત્રનો બીજો તબક્કો શરૂ થયાને 7 દિવસ થઇ ચૂક્યા છે, પરંતુ સંસદમાં કોઇપણ પ્રકારનું કામકાજ થઇ શક્યું નથી
    • સંસદીય કાર્યમંત્રી અનંતકુમારે કહ્યું કે અમે તમામ પાર્ટીઓને અનુરોધ કરીએ છીએ કે ગૃહની કાર્યવાહીમાં હિસ્સો લે અને સાર્થક ચર્ચાઓ કરે.
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      સંસદીય કાર્યમંત્રી અનંતકુમારે કહ્યું કે અમે તમામ પાર્ટીઓને અનુરોધ કરીએ છીએ કે ગૃહની કાર્યવાહીમાં હિસ્સો લે અને સાર્થક ચર્ચાઓ કરે.

      નવી દિલ્હી: સંસદના બજેટ સત્રનો બીજો તબક્કો શરૂ થયાના 7 દિવસ થઇ ગયા છે પરંતુ સંસદમાં કામકાજ સંપૂર્ણપણે ઠપ પડેલું છે. મંગળવારે પણ હંગામાને કારણે લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી દિવસ માટે સ્થગિત કરી દેવામાં આવી. કોંગ્રેસ સહિત વિરોધ પક્ષો પીએનબી કૌભાંડ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે ગૃહમાં નિવેદન આપવાની માગણી કરી રહ્યા છે. જ્યારે, ટીડીપી આંધ્રપ્રદેશને વિશેષ દરજ્જો આપવાની માગણી કરી રહી છે. વિપક્ષના સભ્ય આ મુદ્દાઓ અંગે બજેટ સત્રના બીજા તબક્કાના પ્રથમ દિવસ 5 માર્ચથી જ બંને ગૃહમાં હંગામા કરી રહ્યા છે.

      સંસદીય બાબતોના પ્રધાન અનંતકુમારે મંગળવારે જણાવ્યું કે સરકારે ગૃહની કાર્યસૂચિમાં મહત્વના બધા વિષયોને સામેલ કર્યા છે. બધા સાંસદો માટે અમે વ્હીપ પણ જારી કર્યો છે. અમે બધા પક્ષોને આગ્રહ કરીએ છીએ કે ગૃહની કાર્યવાહીમાં ભાગ લે અને સાર્થક ચર્ચા કરે. અમે કોંગ્રેસ અને અન્ય પક્ષોને ગૃહ ચલાવવાનો અનુરોધ પણ કર્યો છે પરંતુ લાગે છે કે સોનિયા અને રાહુલ ગાંધીને લોકતંત્ર પર ભરોસો નથી.

      મિશન-2019: સોનિયાની ડિનર ડિપ્લોમેસી, 20 વિપક્ષના નેતા પહોંચ્યા

      2019માં લોકસભા ચૂંટણીઓ પહેલાં સોનિયા ગાંધીએ મંગળવારે શાસક ભાજપને ઘેરવા માટે વિપક્ષોને એક કરવા માટે ડિનર પાર્ટીનું આયોજન કર્યું હતું. તેમાં શરદ પવાર, તારિક અનવર, તેજસ્વી યાદવ, સુદીપ બંદોપાધ્યાય, શરદ યાદવ, અજીત સિંહ, જીતન રામ માંઝી, કનીમોઝી, રામગોપાલ યાદવ, ફારુક અબ્દુલ્લાહ, સતીષ મિશ્રા, ડી. રાજા સહિત 20 પક્ષોના નેતા હાજર રહ્યા હતા.

      મહોરની રાહ જોતા બિલ: રાજ્યસભાની મહોર લાગતા જ કાનૂન બનશે

      - મુસ્લિમ મહિલા લગ્નના મામલામાં અધિકારોનું સંરક્ષણ અધિકાર બિલ.

      - ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલ બિલ.

      - સ્થાવર મિલકત અધિગ્રહણ (સુધારો).

      - ભૂમિ અધિગ્રહણ પુનર્વાસ મામલાઓમાં નિષ્પક્ષ વળતર અને પારદર્શકતા.

      - વ્હિસલ બ્લોઅર સંરક્ષણ (સુધારો).

      - મોટર વાહન (સુધારા) બિલ.

      સંસદમાં પેન્ડિંગ બિલ: લોકસભામાં 28 અને રાજ્યસભામાં 39 બિલ

      સંસદમાં 67 બિલ પેન્ડિંગ છે. લોકસભામાં 28માંથી 21 બિલ બાકી 7 બિલ સ્થાયી સમિતિઓ કે સંયુક્ત સમિતિઓ પાસે છે. જ્યારે રાજ્યસભામાં 39 બિલ પેન્ડિંગ છે. આ 39માંથી 12 બિલ એવાં છે જે લોકસભા પાસે એક પણ એવું બિલ નથી જે રાજ્યસભામાં પસાર થઇ ગયું હોય અને તેને નીચલા ગૃહની મંજૂરીની રાહ જોવાઈ રહી હોય.

      હંગામાનું કારણ: સંસદમાં 8 પક્ષો 6 મુદ્દા પર હંગામો કરી રહ્યા છે

      કોંગ્રેસ, ટીડીપી, એઆઇએડીએમકે, વાયએસઆઇઆર કોંગ્રેસ, આપ, શિવસેના, તૃણમૂલ કોંગ્રેસ, સીપીએમ વગેરે પક્ષોના હંગામાને કારણે સંસદનું કામકાજ ઠપ છે. આ પાર્ટીઓના 6 મુખ્ય મુદ્દા છે. તેમાં બેન્ક કૌભાંડો, સીલિંગ, કાવેરી બોર્ડ મેનેજમેન્ટની રચના, આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો, મૂર્તિઓ તોડવી આપવાના મુદ્દા સામેલ છે.

    • વીતેલા 7 દિવસોથી સંસદમાં કામકાજ ઠપ્પ છે. (ફાઇલ)
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      વીતેલા 7 દિવસોથી સંસદમાં કામકાજ ઠપ્પ છે. (ફાઇલ)

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Proceedings of Second phase of Budget session in parliament Govt opposition
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    Top
    `