ઉત્તરપ્રદેશ / પ્રિયંકાએ નેતાઓને કર્યા સવાલ: સપા-બસપા ગઠબંધનથી ભાજપ પર શું અસર થશે?

Priyanka Gandhi in lucknow UP for four days, know strategy for Lok Sabha elections
X
Priyanka Gandhi in lucknow UP for four days, know strategy for Lok Sabha elections

 • મહાસચિવ બન્યા પછી પ્રિયંકાએ સૌપ્રથમ ઉત્તર પ્રદેશની મુલાકાત કરી
 • પ્રિયંકાનો સવાલ- સપા-બસપા ગઠબંધનથી અલગ રહીને કોંગ્રેસ ચૂંટણી લડવાની સ્થિતિમાં છે?

divyabhaskar.com

Feb 14, 2019, 11:00 AM IST

લખનઉ: પ્રિયંકા ગાંધી કોંગ્રેસ મહાસચિવ બન્યા પછી સૌ પ્રથમ ઉત્તરપ્રદેશની મુલાકાતે છે. ચાર દિવસની મુલાકાતે આવેલાં પ્રિયંકા ગાંધીનો આજે ઉત્તર પ્રદેશમાં છેલ્લો દિવસ છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ તેમને ઉત્તરપ્રદેશની 41 લોકસભા સીટોની જવાબદારી સોંપી છે. 4 દિવસની મુલાકાતમાં પ્રિયંકા ગાંધીએ પ્રથમ દિવસ રોડ શો કર્યા પછી બે દિવસમાં દરેક જિલ્લાના કાર્યકર્તા સાથે મુલાકાત કરી હતી. પહેલાં દિવસે પ્રિયંકાએ 16 કલાક બેઠક કરી હતી. બેઠક દરમિયાન પ્રિયંકા ગાંધીએ કાર્યકર્તાઓને 12 સવાલ કર્યા હતા. તેઓ કાર્યકર્તાઓને ખાસ કરીને પૂછતા હતા કે, ઉત્તરપ્રદેશની લોકસભા સીટ માટે સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજવાદી પાર્ટી વચ્ચે ગઠબંધનથી ભાજપ પર શું અસર થશે?

1. પ્રિયંકાએ પદાધિકારીઓ અને કાર્યકર્તાઓને આ 12 સવાલ પૂછ્યા
 • સપા-બસપા ગઠબંધનની ભાજપ પર કેટલી અસર થશે? શું આપણે ગઠબંધનથી અલગ થઈને ચૂંટણી લડવાની સ્થિતિમાં છીએ?
 • તમારી લોકસભા સીટ પર કોણ ઉમેદવાર યોગ્ય છે?
 • શું તમને તમારી બૂથ સંખ્યા ખબર છે?
 • તમારા જિલ્લામાં કેટલા બ્લોક છે?
 • તમારી સીટ પર જાતીય સમીકરણ કેટલા છે?
 • તમારા જિલ્લામાં સૌથી વધારે જાતીના લોકો કોણ છે?
 • તમારા બૂથ પર કોંગ્રેસને છેલ્લી ચૂંટણીમાં કેટલા વોટ મળ્યા હતા?
 • તમારા વિસ્તારમાં મહિલા વિંગ કેટલી એક્ટિવ છે? એક કાર્યક્રમમાં કેટલી મહિલાઓ આવે છે?
 • યુવાઓ પ્રત્યે તમારા વિસ્તારમાં કોંગ્રેસનો શું મેસેજ છે?
 • તમારા જિલ્લામાં પ્રદેશ સંગઠન તરફથી કેટલો સપોર્ટ મળે છે
 • જિલ્લા અધ્યક્ષ સ્તરે છેલ્લી બેઠક કઈ તારીખે થઈ હતી?
 • કોંગ્રેસનું છેલ્લું પ્રદર્શન અને કાર્યક્રમ ક્યારે થયો હતો?
2. સભ્યોને પ્રિયંકા પૂછી તેમની કામ કરવાની રીત
પ્રિયંકાનો દરેક જિલ્લાના નેતાઓ સાથે પરિચય કરાવવામાં આવ્યો હતો. ત્યારપછી તેમણે જિલ્લા અધ્યક્ષને તેમની કમિટીના સભ્યોની સંખ્યા અને મીટિંગ કરીને તેમના કામ કરવાની પદ્ધતિ જાણી હતી.
3. ડાયરીમાં દરેક વ્યક્તિના નામ નોટ કર્યા
પ્રિયંકા નેતાઓ સાથે ખૂબ ઉત્સાહથી મુલાકાત કરી હતી. દરેક મીટિંગમા પ્રિયંકાના ચહેરા પર સ્માઈલ જ દેખાતી હતી. જે નેતા સાથે વાતચીત કરીને મજા આવી હતી તે નેતાઓના નામ પ્રિયંકાએ તેમની પર્સનલ ડાયરીમાં નોંધ્યા હતા. પ્રિયંકાએ આ બે દિવસની બેઠકમાં સંગઠન અને ઉમેદવાર વચ્ચે કોંગ્રેસને વધારે મજબૂત કરવા વિશે જ ચર્ચા કરી હતી.
4. સીટોપર સપા-બસપાની તાકાત વિશે થઈ ચર્ચા
પ્રિયંકા સાથે મુલાકાત કરીને પૂર્વ સાંસદ અન્નૂ ટંડને જણાવ્યું કે, પ્રિયંકાજીનો અંદાજ ખૂબ અલગ છે. તેમણે મીટિંગમાં હાજર દરેક વ્યક્તિ-પદાધિકારી સાથે ખૂબ ઉંડાણ પૂર્વક વાત કરી હતી. તેમણે અમારી સાથે મીટિંગમાં જાણ્યું કે, અત્યાર સુધી શું કામ થતું હતું અને તેને કેવી રીતે કરવામાં આવતું હતું. જિલ્લા અધ્યક્ષ સૂર્ય નારાયણ યાદવે જણાવ્યું કે, અમને સપા-બસપાના ગઠબંધન વિશે પૂછવામાં આવ્યું. ત્યારપછી પૂછવામાં આવ્યું કે, શું આપણે આ ગઠબંધન વગર ચૂંટણી લડવાની સ્થિતિમાં છીએ કે નહીં? તે વિશે અમે કહ્યું કે, અમે ઉન્નાવની સીટ તમને દરેક સંજોગોમાં જીતી આપીશું. ત્યારપછી પૂર્વ પ્રદેશ સચિવ રાજ કુમાર લોધીએ જણાવ્યું કે, બસપા ઉન્નાવમાં બિલકૂલ મજબૂત નથી.
5. દરેક બૂથ મજબૂત કરવાનો સંદેશ
પૂર્વ સાંસદ અન્નૂ ટંડનના જણાવ્યા પ્રમાણે, પ્રિયંકાએ નેતાઓને કહ્યું કે, મારે કોઈ પણ સંજોગોમાં દરેક બૂથ મજબૂત કરવું છે અને તે જીતવું છે. આ જ કારણથી પ્રિયંકાએ નેતાઓ-કાર્યકર્તાઓ પાસેથી બૂથ વિશેની માહિતી મેળવી હતી.
6. એકબીજાની પોલ ખોલવામાં વ્યસ્ત રહ્યાં કોંગ્રેસીઓ
પ્રિયંકા સામે કોંગ્રેસ કાર્યકર્તાઓ એક બીજાની પોલ ખોલવામાં જ વ્યસ્ત રહ્યા હતા. એક જિલ્લા અધ્યક્ષ તો પોતાના બૂથ વિશેની માહિતી પણ આપી શક્યા નહતા. જ્યારે ઘણાં કોંગ્રેસી નેતા જવાબ નહતા આપી શક્યા કે તેમના વિસ્તારમાં છેલ્લે કોંગ્રેસનો કાર્યક્રમ ક્યારે થયો હતો.
COMMENT

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી