રાજકારણ / પ્રિયંકા યુપીનાં પ્રવાસ દરમિયાન ટ્વિટર સાથે જોડાઈ, 5 કલાકમાં 50 હજારથી વધુ ફોલોઅર્સ

Divyabhaskar | Updated - Feb 11, 2019, 03:42 PM
priyanka gandhi twitter account priyanka gandhi lok sabha election 2019 rally in up
X
priyanka gandhi twitter account priyanka gandhi lok sabha election 2019 rally in up

નવી દિલ્હીઃ કોંગ્રેસનાં મહાસચિવ પ્રિયંકા ગાંધી સોમવારે 9.15 કલાકે સોશયલ નેટવર્કિંગ સાઈટ ટ્વિટર પર એકાઉન્ટ બનાવી એક્ટિવ થયા. 5 કલાકની અંદર પ્રિયંકાનાં 50 હજારથી વધુ ફોલોઅર્સ થઈ ગયા હતા. સોમવારે પ્રિયંકાએ તેમના 4 દિવસીય ઉત્તરપ્રદેશ પ્રવાસની શરૂઆત રોડ શોથી કરી હતી. રોડ શોમાં પ્રિયંકા સાથે તેમના ભાઈ અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી હાજર રહ્યા હતા. રાહુલે પ્રિયંકાને આગામી લોકસભાની ચૂંટણી માટે પૂર્વ ઉત્તરપ્રદેશની જવાબદારી સોંપી છે.

પ્રિયંકાએ 7 લોકોને ફોલો કર્યા
1.પ્રિયંકા ટ્વિટર પર 7 લોકોને ફોલો કરે છે. જેમાં કોંગ્રેસનું ટ્વિટર હેન્ડલ, પાર્ટી અધ્યક્ષ અને તેમના ભાઈ રાહુલ ગાંધી, રાજસ્થાનનાં મુખ્યમંત્રી અશોક ગેહલોત, રાજસ્થાનનાં ડેપ્યુટી મુખ્યમંત્રી સચિન પાયલટ, રાજ્યસભા સાંસદ અહમદ પટેલ, કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સિંહ અને સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયા સામેલ છે. અત્યાર સુધી પ્રિયંકાએ તેમનાં પતિ રોબર્ટ વાડ્રાને ફોલો નથી કર્યા.
માયાવતીનાં ટ્વિટર પર 75 હજાર ફોલોઅર્સ
2.બહુજન સમાજ પાર્ટીનાં અધ્યક્ષ માયાવતી પણ 2018માં ટ્વિટરમાં જોડાયા હતા. બસપા સુપ્રીમોનાં અત્યાર સુધી 75 હજારથી વધુ ફોલોઅર્સ છે. માયાવતી ટ્વિટરનાં આધારે કાર્યકર્તાઓ, લોકો અને મીડિયા સાથે વાતચીત કરશે.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App