Home » National News » Latest News » National » પ્રિયંકા ગાંધી ગેમચેન્જર, સામે આવે તો ઘણું સારું: સલમાન ખુરશીદ | Priyanka Gandhi is a game changer, very good If Come In front of-Khurshid

પ્રિયંકા ગાંધી ગેમચેન્જર, સામે આવે તો ઘણું સારું: સલમાન ખુરશીદ

Divyabhaskar.com | Updated - May 24, 2018, 01:58 AM

પ્રિયંકા ગાંધીના રાજકારણમાં પ્રવેશ અંગેના સવાલ પર સલમાન ખુરશીદે કહ્યું તેમની પડદા પાછળ મહત્ત્વની ભૂમિકા

 • પ્રિયંકા ગાંધી ગેમચેન્જર, સામે આવે તો ઘણું સારું: સલમાન ખુરશીદ | Priyanka Gandhi is a game changer, very good If Come In front of-Khurshid
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  મુસ્લિમો ખૂલીને કોંગ્રેસને આધાર આપે, જેથી કોંગ્રેસ ફરીથી તેમનો આધાર બની શકે

  ભાસ્કર ન્યુઝ નેટવર્ક: કોંગ્રેસ નેતા અને ભૂતપૂર્વ કાયદામંત્રી સલમાન ખુરશીદે જ્યારે કહ્યું કે તેમના પક્ષ પર પણ મુસ્લિમોના લોહીના દાગ છે, તો સવાલ ઊઠ્યો કે ક્યાંક પક્ષે તેમની મુસ્લિમ તરફી છબિ બદલવા માટે તો આ નિવેદન નથી અપાવ્યું ને? ભાસ્કરના મુકેશ કૌશિક અને અમિત નિરંજને ખુરશીદને એવા જ વિષયો પર સવાલ કર્યા.

  - સામાન્ય પ્રજા સામે સ્વીકારવાનું છે કે આપણી ઉપર પણ કેટલાક પ્રશ્નચિહન લાગેલાં છે. અમે જ્યારે પણ આ વાત માની તો ભાજપે આ મામલાને ઉઠાવ્યો જ નહીં અને દબાવી દીધો.

  - મુસ્લિમો ખૂલીને કોંગ્રેસને આધાર આપે, જેથી કોંગ્રેસ ફરીથી તેમનો આધાર બની શકે

  સવાલ - 2014નો જનાદેશ આવ્યા બાદથી શું કોંગ્રેસ એવું માનીને ચાલી રહી છે કે મોદી હશે ત્યાં સુધી મુસ્લિમ વોટ કોંગ્રેસને જ મળશે? તેમને શા માટે મનાવવામાં આવે?

  જવાબ - એવું નથી. જ્યારે તમે એવા વિરોધીનો સામનો કરો છો જે પ્રામાણિકતાથી રમત નથી રમતો તો રણનીતિ બદલવી પડે છે. અમે લઘુમતીઓ પ્રત્યે જે જવાબદારીનું પાલન કરતા હતા તેના પર તેમણે તુષ્ટિકરણનું લેબલ લગાવી દીધું. સચ્ચર સમિતિ ન્યાય માટે બની હતી, તેને પણ ખોટી રીતે રજૂ કરાઈ.

  સવાલ - સચ્ચર સમિતિ અપીઝમેન્ટ માટે નહોતી?
  જવાબ : ના, સચ્ચર સમિતિ એક ન્યાય હતો, પરંતુ આરોપ લાગતો હતો કે અમે તુષ્ટિકરણ કરી રહ્યા છીએ. બીજી બાજુ મુસ્લિમો તરફથી અમને કહેવાતું હતું કે છાંટા અમારા પર નાખી રહ્યા છો.


  સવાલ - શું કોંગ્રેસે પણ લઘુમતી મતદારોના મનમાં કન્ફ્યુઝનની સ્થિતિ પેદા નથી કરીω જેમ કે રામમંદિરનું તાળું રાજીવ ગાંધીએ ખોલાવ્યું હતું.
  જવાબ - તાળું રાજીવ સરકારે નહીં, કોર્ટે ખોલ્યું હતું.


  સવાલ - ત્યારે મુસ્લિમોને ધક્કો નહોતો લાગ્યો?
  જવાબ - તો શું તેમને એ ખ્યાલ નથી આવતો કે તેમનાં કારણે અને તેમના તુષ્ટિકરણના આરોપના કારણે જ આજે અમે 44 બેઠક પર સમેટાઈ ગયા છીએ. જો કોઈ કહેવા માગે તો કહી શકે છે કે તેનાથી મુસ્લિમોને શું લેવાદેવા છે. કોંગ્રેસ નકામી હતી એટલે 44 પર સમેટાઈ ગઈ છે, એવું નહોતું. અમે ખૂબ જ સારી સરકાર આપી હતી. આ બધું કર્યા બાદ અમારા પર એ આરોપ મુકાવા લાગ્યા કે ન તો અમે વિકાસ કરી શકીએ છીએ અને ન્યાય પણ નથી આપી શકતા. અમે તેમને ન્યાય કેવી રીતે આપત. તેમણે કમિટી બેસાડી અને સચ્ચર સમિતિના માધ્યમથી કહ્યું કે આખા દેશના મુસ્લિમોની સ્થિતિ દલિતોથી પણ ખરાબ છે. આ વાતને આધાર બનાવીને તેમણે જ અમને કહ્યું કે તમે શું કહી રહ્યા છોω મિયાં હવે તો સચ્ચર સમિતિએ કહી દીધું કે જુઓ તમે અમારી સાથે શું કર્યું. ત્યાર બાદ તો અમે ક્યાંયના ન રહ્યા.

  સવાલ - શું મુસ્લિમ વોટની વેલ્યૂ ખતમ થઈ ગઈ?
  જવાબ - એ તો મુસ્લિમ સમાજે સમજવું જોઈએ કે તમારા સમાજના કેટલા લોકો સંસદમાં છે. તમારા સમાજનો અવાજ ક્યાં ક્યાં સંભળાઈ રહ્યો છે. લોકો સૂચન આપે છે કે તમારી જે અલગ ઓળખ છે તમે પહેલાં તેને સમાપ્ત કરો અને ભળી જાવ. ત્યારે હું એ લોકોને પૂછું છું કે શું કરવું જોઈએ. તેમનું સૂચન માનીને બુરખા-ટોપી ઉતારી દઈએ. ત્યાર બાદ ખૂલીને ક્યાંય નમાજ ન પઢીએ. ઓળખ જો સમાપ્ત કરી દઈશું તો કોઈને શું મળશે?


  સવાલ - પરંતુ રાહુલજી એવું નથી સમજતા. છેલ્લા એક વર્ષમાં થયેલી ચૂંટણીમાં તેમણે પોતાનો ચૂંટણી પ્રચાર મંદિરો અને મઠોમાં દર્શન કરીને શરૂ કર્યો, પરંતુ આ દરમિયાન તે એક પણ મસ્જિદમાં ગયા નથી?
  જવાબ - અમે જ્યારે રાજકારણમાં આવ્યા હતા તો અમે પણ મંદિરોમાં ગયા. ત્યારે અમારા વિરુદ્ધ પણ ફતવો નીકળતો હતો. રાહુલ ગાંધીજી મજારોમાં પણ ગયા છે. હું ચૂપચાપ નમાજ પઢું અને કોઈ એ કહેવાનું શરૂ કરી દે કે હું નમાજ નથી પઢતો. ક્યારેક-ક્યારેક રાજકારણમાં કોઈ સંદેશ આપવા માટે સંકેત આપવા માટે આવું કરવું પડે છે.


  સવાલ - તો તેનાથી મુસ્લિમોને નહીં લાગે કે અમે નિરાધાર થઈ ગયા, કોંગ્રેસનો જ આધાર હતો?
  જવાબ - તો મુસ્લિમો ખૂલીને કોંગ્રેસને આધાર આપે, જેથી કોંગ્રેસ ફરીથી તેમનો આધાર બની શકે. જુઓ આ દેશની સૌથી મોટી સિદ્ધિ હિન્દુ અને મુસ્લિમોની એકતા છે. પછી તે અશફાકઉલ્લા હોય કે સંત કબીર હોય.


  સવાલ - ભલે ટોકન માટે પણ, શું રાહુલ ગાંધીએ મસ્જિદમાં પણ ન જવું જોઈએ?
  જવાબ - તે મસ્જિદમાં શા માટે જાય? તેમને નમાજ થોડી પઢવાની છે. હા, તે દરગાહમાં ગયા છે. આમ પણ અમે કેટલાં મસ્જિદમાં જઈએ છીએ?

  આગળ વાંચો: પ્રિયંકા ગાંધીના રાજકારણમાં પ્રવેશ અંગેના સવાલ પર સલમાન ખુરશીદે કહ્યું તેમની પડદા પાછળ મહત્ત્વની ભૂમિકા

 • પ્રિયંકા ગાંધી ગેમચેન્જર, સામે આવે તો ઘણું સારું: સલમાન ખુરશીદ | Priyanka Gandhi is a game changer, very good If Come In front of-Khurshid
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  સામાન્ય પ્રજા સામે સ્વીકારવાનું છે કે આપણી ઉપર પણ કેટલાક પ્રશ્નચિહન લાગેલાં છે

  પ્રિયંકા ગાંધીના રાજકારણમાં પ્રવેશ અંગેના સવાલ પર સલમાન ખુરશીદે કહ્યું તેમની પડદા પાછળ મહત્ત્વની ભૂમિકા

   

  સવાલ : તમે થોડા દિવસ પહેલાં કહ્યું હતું કે કોંગ્રેસ પર પણ મુસ્લિમોના લોહીના છાંટા છે. આમ કહેવાનો આશય શું હતો? કયા લોહીથી રંગાયેલા હાથની વાત તમે કરી રહ્યા હતા?
  જવાબ : મોટી સમસ્યા છે કે સમાચાર એ ન બન્યા કે કોંગ્રેસ પર લોહીના છાંટા છે, સમાચાર અે બન્યા કે કોંગ્રેસના હાથ લોહીથી રંગાયેલા છે. 


  સવાલ : તેમ છતાં તમારે આ કેમ કહેવું પડ્યું?
  જવાબ : સામાન્ય પ્રજા સામે સ્વીકારવાનું છે કે આપણી ઉપર પણ કેટલાક પ્રશ્નચિહન લાગેલા છે. કેટલા લોકો કોંગ્રેસથી અસંતુષ્ટ હોવાને કારણે આરોપ લગાવે છે. કેટલાક શીખ અને મુસ્લિમ સમાજના લોકો કોંગ્રેસ પણ આરોપ મૂકે છે. તેનો અમે જવાબ પણ આપીએ છીએ. જવાબના બે વિકલ્પ છે. એક ચર્ચા કરીને કે તમે જે કહી રહ્યા છો તે ખરેખર ખોટું છે અને બીજું એ કે માનો કે સત્ય છે તો હવે અમારે શું કરવું? એ જણાવો- આગળ કે પાછળ જોઈએ.


  સવાલ : શું એ સત્ય છે કે કોંગ્રેસ પર લોહીના છાંટા છે?
  જવાબ : હિન્દુસ્તાનમાં કોઈ સત્ય સાંભળવા તૈયાર નથી થતું કેમ કે સત્યમાં મોટિવ શોધાય છે. પોતાની પીડા કોઈ જણાવી ન શકે કે હું નિષ્ફળ રહ્યો અને જે ન થવું જોઈએ તે મારા સમયમાં થયું. જો મારા હોવા છતાં એવું થયું છે જેણે મને દુ:ખ પહોંચાડ્યું છે તો એ વાત એ નથી કે એવું મેં કર્યુ છે. આપણા સમાજમાં અનેક ખામીઓ છે. 


  સવાલ : તમારી પાર્ટીએ તમને સાથ આપ્યો? 
  જવાબ : મને ગર્વ આ વાત પર છે કે મારી પાર્ટી અને નેતાઓએ મને સાથ આપ્યો. જોકે સામાન્ય રીતે કોઈ પણ પાર્ટી સંકોચ કરે છે કે યાર તમે હવે આ કયો નવો વિવાદ સર્જી દીધો છે. 


  સવાલ :  ક્યાંક એવું તો નથી કે પાર્ટીએ જાણીજોઈને જૂના, વિશ્વસનીય અને જવાબદાર નેતા સાથે એવાં નિવેદન અપાવ્યાં જેથી પ્રો-મુસ્લિમ છબિથી મુક્તિ મેળવી સોફ્ટ હિન્દુત્વનો ચેહરો ચમકાવી શકાય?
  જવાબ : મને અનેક લોકોએ કહ્યું કે આટલું બધું હોવા છતાં પણ ભાજપે તેનો ઉપયોગ કેમ ન કર્યો? તમે એક જ સમયમાં તુષ્ટિકરણની વાત કરો અને એમ પણ કહો કે તેમણે તુષ્ટિકરણની વાત માની લીધી. આ બંને વાત એકસાથે ન ચાલી શકે. એટલે ભાજપે આ મામલાને ઉઠાવ્યો જ નહીં અને દબાવી દીધો. 


  સવાલ : શું તમને પાર્ટી નેતૃત્વએ ન પૂછ્યું કે આવું નિવેદન કેમ આપ્યું?
  જવાબ : પહેલા દિવસે પાર્ટીએ પોતાને આ નિવેદનથી અલગ કરી લીધી હતી. પાર્ટી પ્રવક્તાએ કહ્યું હતું કે પાર્ટીને તેનાથી કોઈ લેવાદેવા નથી. કોઇએ પણ આવું નિવેદન ન આપવું જોઈએ. 


  સવાલ : સુપ્રીમકોર્ટમાં રામમંદિરની દરરોજ સુનાવણીનો તમે વિરોધ કેમ કર્યો?
  જવાબ : અમે વિરોધ નથી કર્યો. જે વકીલ મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ તરફથી પક્ષ રજૂ કરી રહ્યા હતા તેમણે એવું કહ્યું. તેનાથી કોંગ્રેસને કોઈ લેવા દેવા નથી. 


  સવાલ : સુપ્રીમકોર્ટના ચીફ જસ્ટિસ અંગે મહાભિયોગની જે નોટિસ કોંગ્રેસ લાવી હતી તેનાથી તમારો મત જુદો હતો?
  જવાબ : જુઓ મારો મત જુદો ન હતો. મારી સાથે પાર્ટીએ ચર્ચા ન કરી કેમ કે હું સંસદનો સભ્ય નથી. 


  આગળ વાંચો: સોનિયા ગાંધીની દીકરી પ્રિયંકા ગેમચેન્જર, સામે આવે તો ઘણું સારું

 • પ્રિયંકા ગાંધી ગેમચેન્જર, સામે આવે તો ઘણું સારું: સલમાન ખુરશીદ | Priyanka Gandhi is a game changer, very good If Come In front of-Khurshid
  સોનિયા ગાંધીની દીકરી પ્રિયંકા એક ગેમચેન્જર- ફાઈલ ફોટો

  સોનિયા ગાંધીની દીકરી પ્રિયંકા ગેમચેન્જર, સામે આવે તો ઘણું સારું

   

  સવાલ : સાર્વત્રિક રીતે  કોંગ્રેસનું આ પગલું સારું નહોતું?
  જવાબ : મને તેના પર સંમતિ આપવાની તક ન મળી એટલે હું આ વાતથી સંતુષ્ટ છું કે કમ સે કમ મારા હાથે એવું કામ કરવાની તક ના મળી. 


  સવાલ : ત્રણ તલાક પર પાર્ટીએ જે વલણ અપનાવ્યું છે શું તે ભાજપને લાભ પહોંચાડનાર નથી?
  જવાબ : મેં પહેલાં પણ કહ્યું હતું કે ક્યાંય પણ ભાજપ તેનો લાભ ખાટે તો અમારે હાથ રોકવો પડશે. અમારે કૂટનીતિનો ઉપયોગ કરવો પડશે. આ ત્રણ તલાક મુદ્દો ભાજપનું ગેરકાયદે અભિયાન છે.


  સવાલ : શું પ્રિયંકા ગાંધી રાજકારણમાં આવે તો તે ગેમચેન્જર  હોઈ શકે?
  જવાબ : જુઓ, તે હાલમાં પણ ગેમચેન્જર છે. તેમણે જે રીતે રાહુલ અને પાર્ટીને સપોર્ટ કર્યો છે, જેવી રીતે કામ કરે છે તેનાથી પાર્ટીને ઘણો સપોર્ટ  મળે છે. અને પડદા પાછળ તેમની મોટી મહત્વની ભૂમિકા રહી છે. 


  સવાલ : શું પ્રિયંકા ગાંધીએ પડદાની સામે ન આવવું જોઈએ? 
  જવાબ : તે પડદા સામે આવી જાય તો સારું રહેશે. જોકે આ પરિવારનો મામલો છે.


  સવાલ : શું મોદીનો મુકાબલો કરવા માટે રાહુલમાં તે ક્ષમતા છે?
  જવાબ : હા, ક્ષમતા છે. મોદીનો પ્રભાવ ખતમ થઈ રહ્યો છે, જે પોકળ પણ છે. 


  સવાલ : રાહુલના નેતૃત્વમાં લગભગ બધી જગ્યાએ સત્તા ગુમાવી છે. શું કોંગ્રેસ હજુ પણ રાહુલના નેતૃત્વમાં ચૂંટણી લડવા ઈચ્છશે?
  જવાબ: અમારા મનમાં એવી જરાય શંકા નથી કે તે નેતૃત્વ નથી કરી શકતા. હું માનું છું કે જે પરિસ્થિતિમાં કોંગ્રેસ પાર્ટી છે અને રાહુલજી જે રીતે નેતૃત્વ કરી રહ્યા છે તે કોઈ અન્ય લીડર હોત તો તમે અનુમાન પણ નથી લગાવી શકતા કે તેનું શું થયું હોત.


  સવાલ : અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં ઝીણાના ફોટોના વિવાદમાં શું થશે?
  જવાબ : યુનિવર્સિટીને નિર્ણય કરવાનો અધિકાર હોવો જોઈએ કે તે કોનો ફોટો લગાવે. હું દુવા કરું છું કે એએમયુને ખુદ જ સદબુદ્ધિ મળે.


  સવાલ : એટલે કે હાલ તેમને સદબુદ્ધિ નથી?
  જવાબ : જો હું કંઈ કહીશ તો લોકો મને પણ એવા લોકોમાં સામેલ કરી દેશે જે હુમલા કરી રહ્યા છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ