લોકસભા ચૂંટણી 2019 / 40 કલાકમાં 34 મીટિંગ, કોંગ્રેસની વાસ્તવિકતાથી પ્રિયંકા ગાંધી રૂબરૂ થશે

divyabhaskar.com | Updated - Feb 11, 2019, 05:41 PM
priyanka gandhi congress lucknow will be 34 meeting lok sabha seat consultancy meeting in three day
X
priyanka gandhi congress lucknow will be 34 meeting lok sabha seat consultancy meeting in three day

 • ચાર દિવસના લખનઉ પ્રવાસમાં પ્રિયંકા ગાંધી પૂર્વાંચલની 42 સીટ માટે 40 કલાકમાં 34 મીટિંગ કરશે
 • બેઠક 12 ફેબ્રુઆરીએ સવારે 11 વાગ્યાથી શરૂ થશે અને રાતે સાડા દસ વાગ્યા સુધી ચાલશે.

લખનઉ: ઉત્તર પ્રદેશમાં છેલ્લા ત્રણ દશકાથી વેન્ટિલેટર પર રહેલી કોંગ્રેસમાં જીવ નાખવાની જવાબદારી પ્રિયંકા ગાંધીને આપવામાં આવી છે. પ્રિયંકા ગાંધીને પૂર્વાંચલના પ્રભારી બનાવવામાં આવ્યા છે. પૂર્વાંચલની 42 લોકસભા સીટોની જવાબદારી પ્રિયંકા ગાંધીને સોંપવામાં આવી છે. પ્રિયંકા ગાંધી સોમવારથી ચાર દિવસના લખનઉ પ્રવાસે છે. આ દરમિયાન પહેલાં દિવસે લખનઉમાં રોડ શો પછીના ત્રણ દિવસ પ્રિયંકા ગાંધી 40 કલાકમાં 34 મીટિંગ કરશે અને કોંગ્રેસની વાસ્તવિકતાથી રૂબરૂ થશે. 

 

12થી 14 ફેબ્રુઆરી સુધી પ્રિયંકા એક બેઠક માટે એક કલાકની મીટિંગ કરશે

 

પ્રિયંકા ગાંધીએ પહેલાં દિવસે 12 કિમીનો રોડ શો કરીને માહોલ બનાવવાનો પ્રયત્ન કરશે. ત્યારપછી 12 ફેબ્રુઆરીથી 14 ફેબ્રુઆરી ત્રણ દિવસ સુધી પ્રિયંકા ગાંધી લોકસભાની સીટ પ્રમાણે મુલાકાત કરશે. દરેક સીટ માટે એક કલાકનો સમય નક્કી કરવામાં આવ્યો છે. આ બેઠક 12 ફેબ્રુઆરીએ સવારે 11 વાગ્યાથી શરૂ થશે અને રાતે સાડા દસ વાગ્યા સુધી ચાલશે.

12 ફેબ્રુઆરીએ પ્રિયંકા ગાંધીનો કાર્યક્રમ
1.
 • સવારે 11થી 12 વાગ્યા સુધી સીતાપુર લોકસભા સીટના કાર્યકર્તાઓ સાથે મીટિંગ
 • બપોરે 12થી 1 વાગ્યા સુધી મિશિખ લોકસભા સીટના કાર્યકર્તાઓ સાથે મીટિંગ
 • બપોરે 1.30થી 2.30 વાગ્યા સુધી મોહનલાલ ગંજ સીટના કાર્યકર્તાઓને મળશે
 • બપોરે 2.30થી 3.30 સુધી લખનઉ લોકસભા સીટના કાર્યકર્તાઓના મળશે.
 • સાંજે 3.30થી 4.30 સુધી ફતેહપુરા લોકસભા સીટના કાર્યકર્તાઓને મળશે
 • સાંજે 4.30થી 5.30 સુધી કૌશામ્બી લોકસભા સીટના કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરશે
 • સાંજે 5.30થી 6.30 સુધી ફૂલપુર લોકસભા સીટના કાર્યકર્તાઓને મળશે
 • સાંજે 6.30થી 7.30 સુધી પ્રયાગરાજ લોકસભા સીટના કાર્યકર્તાઓને મળશે
 • સાંજે 7.30થી 8.30 સુધી અયોધ્યા લોકસભા સીટના કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરશે
 • સાંજે 8.30થી 9.30 સુધી આમ્બેડકરનગર લોકસભા સીટના કાર્યકર્તાઓને મળશે
 • રાતે 9.30થી 10.30 સુધી બહચરાઈ લોકસભા સીટના કાર્યકર્તાઓને મળશે
13 ફેબ્રુઆરીએ પ્રિયંકા ગાંધીનો કાર્યક્રમ
2.
 • સવારે 11થી 12 સુધી કૈસરગંજ લોકસભા સીટના કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરશે
 • બપોરે 12થી 1 સુધી શ્રાવસ્તી લોકસભા સીટના કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરશે
 • બપોરે 1થી 2 વાગ્યા સુધી ગોંડા લોકસભા સીટના કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરશે
 • બપોરે 2.30થી 3.30 વાગ્યા સુધી ડુમરિયાગંજ લોકસભા સીટના કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરશે
 • સાંજે 3.30થી 4.30 વાગ્યા સુધી બસ્તી લોકસભા સીટના કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરશે
 • સાંજે 4.30થી 5.30 વાગ્યા સુધી સંતકબીરનગર લોકસભા સીટના કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરશે
 • સાંજે 5.30થી 6.30 વાગ્યા સુધી મહારાજગંજ લોકસભા સીટના કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરશે.
 • સાંજે 6.30થી 7.30 વાગ્યા સુધી ગોરખપુર લોકસભા સીટના કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરશે.
 • સાંજે 7.30થી 8.30 વાગ્યા સુધી દેવરિયા લોકસભા સીટના કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરશે
 • સાંજે 8.30થી 9.30 વાગ્યા સુધી બાંસગાવ લોકસભા સીટના કાર્યકર્તાઓ સાથે કરશે.
 • રાતે 9.30થી 10.30 વાગ્યા સુધી લાલગંજ લોકસભા સીટના કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરશે.
14 ફેબ્રુઆરીનો પ્રિયંકા ગાંધીનો કાર્યક્રમ
3.
 • સવારે 11થી 12 સુધી ઘોષી લોકસભા સીટના કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરશે
 • બપોરે 12થી 1 સુધી સલેમપુર લોકસભા સીટના કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરશે
 • બપોરે 1થી 2 વાગ્યા સુધી બલિયા લોકસભા સીટના કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરશે
 • બપોરે 2.30થી 3.30 વાગ્યા સુધી જૌનપુર લોકસભા સીટના કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરશે
 • સાંજે 3.30થી 4.30 વાગ્યા સુધી મછલીશહર લોકસભા સીટના કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરશે
 • સાંજે 4.30થી 5.30 વાગ્યા સુધી ગાજીપુર લોકસભા સીટના કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરશે
 • સાંજે 5.30થી 6.30 વાગ્યા સુધી વિવિધ નેતાઓને કોંગ્રેસમાં જોઈનિંગ કરાવવામાં આવશે.
 • સાંજે 6.30થી 7.30 વાગ્યા સુધી ચંદૌલી લોકસભા સીટના કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરશે.
 • સાંજે 7.30થી 8.30 વાગ્યા સુધી વારાણસી લોકસભા સીટના કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરશે
 • સાંજે 8.30થી 9.30 વાગ્યા સુધી ભદોહી લોકસભા સીટના કાર્યકર્તાઓ સાથે કરશે.
 • રાતે 9.30થી 10.30 વાગ્યા સુધી મિર્ઝાપુર લોકસભા સીટના કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરશે.
 • રાતે 10.30થી 11 રાબર્ટ્સગંજ લોકસભા સીટના કાર્યકર્તાઓ સાથે મંથન કરશે.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App