પ્રિયંકાએ નીરવ મોદી બ્રાન્ડ સાથેના કોન્ટ્રાક્ટ તોડ્યા, હવે નહીં કરે પ્રચાર

દેશમાં બેન્ક ઈન્ડસ્ટ્રીઝમાં સૌથી મોટા ફ્રોડમાં નીરવ મોદી મુખ્ય આરોપી છે, 9 દિવસથી ચાલે છે તેના ઘરે દરોડા

divyabhaskar.com | Updated - Feb 23, 2018, 05:19 PM
હીરા વેપારી નીરવ મોદી સાથે પ્રિયંકા ચોપડાએ કોન્ટ્રાક્ટ તોડી નાખ્યા
હીરા વેપારી નીરવ મોદી સાથે પ્રિયંકા ચોપડાએ કોન્ટ્રાક્ટ તોડી નાખ્યા

હીરા વેપારી નીરવ મોદી સાથે પ્રિયંકા ચોપડાએ કોન્ટ્રાક્ટ તોડી નાખ્યા લાગે છે. હવે તે નીરવ મોદી કંપની માટે પ્રચાર કરશે નહીં. શુક્રવારે આ માહિતી પ્રિયંકા ચોપરાના પ્રવક્તા દ્વારા આપવામાં આવી છે. પ્રિયંકા ચોપડા નીરવ મોદી બ્રાન્ડની ઘણી જાહેરાતોમાં જોવા મળી હતી.

મુંબઈ: પીએનબીમાં 11,356 કરોડના ફ્રોડ કેસમાં ફસાયેલા હીરા વેપારી નીરવ મોદી સાથે પ્રિયંકા ચોપરાએ કોન્ટ્રાક્ટ તોડી નાખ્યા છે. હવે તે નીરવ મોદી કંપની માટે પ્રચાર કરશે નહીં. શુક્રવારે આ માહિતી પ્રિયંકા ચોપરાના પ્રવક્તા દ્વારા આપવામાં આવી છે. પ્રિયંકા ચોપરા નીરવ મોદી બ્રાન્ડની ઘણી જાહેરાતોમાં જોવા મળી હતી. નોંધનીય છે કે, દેશમાં બેન્ક ઈન્ડસ્ટ્રીઝના સૌથી મોટા ફ્રોડમાં નીરવ મોદી મુખ્ય આરોપી છે. સીબીઆઈએ નીરવ મોદી અને ગીતાંજલી જેમ્સના માલિક મેહુલ ચોકસી સહિત અન્ય આરોપીઓ સામે મની લોન્ડરિંગના 2 કેસ દાખલ કરી દીધા છે. 9 દિવસથી તેમના વિવિધ ઠેકાણાઓ પર દરોડા પાડવામાં આવી રહ્યા છે.

સિદ્ધાર્થ મલહોત્રા સાથે કરી ચૂકી છે જાહેરાત


- પ્રિયંકા ચોપરાનો નીરવ મોદી બ્રાન્ડ સાથે કોન્ટ્રાક્ટ હતો અને તે નીરવ બ્રાન્ડની જ્વેલરી માટે પ્રચાર કરતી હતી. તે બ્રાન્ડ એમ્બેસેડર સિદ્ધાર્થ મલહોત્રા સાથે ઘણી જ્વેલરીની જાહેરાતમાં પણ જોવા મળી હતી.

નીરવ મોદી બ્રાન્ડ સાથે કઈ સેલિબ્રિટિઝ જોડાયેલી છે


- નીરવ મોદી બ્રાન્ડની જ્વેલરીને હોલિવૂડ એક્ટ્રેસ કેટ વિંસલેટ, તારાજી હેન્સન, કાર્લી ક્લોસ, વાયોલા ડેવિસ, બોલિવૂડમાંથી પ્રિયંકા ચોપરા, અનુષ્કા શર્મા, ઘણી ઈન્ટરનેશનલ મોડલ ઓસ્કાર ઈવેન્ટમાં નીરવ મોદી બ્રાન્ડની જ્વેલરી પહેરી ચૂકી છે. તેમાંથી ઘણી મોડલ નીરવ મોદી બ્રાન્ડ એમ્બેસેડર પણ રહી છે.

પીએનબીમાં 11,356 કરોડના ફ્રોડ કેસમાં ફસાયેલા હીરા વેપારી નીરવ મોદી
પીએનબીમાં 11,356 કરોડના ફ્રોડ કેસમાં ફસાયેલા હીરા વેપારી નીરવ મોદી
X
હીરા વેપારી નીરવ મોદી સાથે પ્રિયંકા ચોપડાએ કોન્ટ્રાક્ટ તોડી નાખ્યાહીરા વેપારી નીરવ મોદી સાથે પ્રિયંકા ચોપડાએ કોન્ટ્રાક્ટ તોડી નાખ્યા
પીએનબીમાં 11,356 કરોડના ફ્રોડ કેસમાં ફસાયેલા હીરા વેપારી નીરવ મોદીપીએનબીમાં 11,356 કરોડના ફ્રોડ કેસમાં ફસાયેલા હીરા વેપારી નીરવ મોદી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App