વૃંદાવનમાં મોદી / મોદીએ બાહુબલીની ટીમ સાથે બાળકોને અક્ષયપાત્રની 300 કરોડમી થાળી પીરસી

Prime Minister Narendra Modi to serve 3 billionth meal to underprivileged kids in Vrindavan

 • અક્ષય પાત્ર ફાઉન્ડેશનના કાર્યક્રમમાં ભાગ લેવા વૃંદાવન પહોંચ્યા PM
 • કાર્યક્રમમાં યુપીના CM આદિત્યનાથ, રાજ્યપાલ રામ નાઈક પણ ઉપસ્થિત

Divyabhaskar

Feb 11, 2019, 04:12 PM IST

વૃંદાવનઃ વડાપ્રધાન મોદી NGO અક્ષય પાત્ર ફાઉન્ડેશનનાં 300 કરોડમી થાળી પીરસવાનાં કાર્યક્રમમાં હાજરી આપવા માટે સોમવારે ઉત્તરપ્રદેશ પહોંચ્યા હતા. તેમણે અહીં ચંદ્રોદય મંદિરમાં પ્રભુપાદજીની પ્રતિમાને માળા અર્પણ કરી કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો. ત્યારબાદ ઉત્તરપ્રદેશનાં રાજ્યપાલ રામ નાઈક સાથે અક્ષય પાત્રની 300 કરોડમી થાળી શાળાનાં બાળકોને આપીને તેમાં ભોજન પીરસ્યુ હતુ. તેમણે બાળકો સાથે વાતચીત પણ કરી હતી. આ દરમિયાન તેમની સાથે બાહુબલી ફિલ્મનાં ડાયરેક્ટર એસએસ રાજમૌલી અને શેફ સંજીવ કપૂર પણ હાજર રહ્યા હતા.

PMએ કાર્યક્રમમાં મોડા પહોંચવા બદલ માફી માંગી

 • PMએ કાર્યક્રમમાં મોડા આવવા બદલ લોકોની માફી માગી. તેઓએ કહ્યું કે, 'લીલાધર બાલ ગોપાલની ધરતીથી લોકોનું અભિનંદક કરું છું. અટલજીના કાર્યકાળમાં 1500 થાળીથી શરૂ થયેલું અભિયાનની 3 અબજમી થાળી પીરસવાનું સૌભાગ્ય મને મળ્યું છે.'
 • મોદીએ ખાવાનું બનાવવાથી લઈને ખાવાનું બનાવનાર, પહોંચાડનાર તમામ લોકોનો આભાર માન્યો. તેઓએ કહ્યું, 'જે રીતે મકાનનો પાયો મજબૂત હોવો જોઈએ તેવી જ રીતે દેશનું નાનપણ મજબૂત હોવું જોઈએ. ગર્ભથી જ બાળકની તંદુરસ્તીનું ધ્યાન રાખવું જોઈએ. જેમનો આહાર, આચાર સંતુલિત હોય તેમને કોઈ દુઃખ રહેતું નથી.'
 • વડાપ્રધાન સાથે મુખ્યમંત્રી યોગી, રાજ્યપાલ રામ નાઈક, સંસ્કૃતિ મંત્રી ચૌધરી લક્ષ્મી નારાયણ, ઉર્જા મંત્રી શ્રીકાંત શર્મા, સાંસદ હેમા માલિની, શિક્ષા મંત્રી અનુપમા જેસવાલ, અક્ષયપાત્રનાં ઉપાધ્યક્ષ ચંચલા પતિ દાસ પણ હાજર રહ્યા હતા.
 • સીએમ યોગીએ કહ્યું, અક્ષયપાત્રની 300 કરોડમી થાળી પીરસવાનું કાર્ય આજે પીએમ મોદીનાં હાથે કરાઈ રહ્યું છે. યુપીનાં પ્રાઈમરી અને માધ્યમિક શાળામાં એક કરોડ 77 લાખ બાળકો ભણી રહ્યા છે. ટૂંક સમયમાં જ 10 નવા જિલ્લાઓમાં બાળકોને અક્ષયપાત્રનું જમવાનું આપવામાં આવશે. 6 જિલ્લાઓમાં રસોડું બનાવાશે.

10 નવા જિલ્લાઓમાં બાળકોને અક્ષયપાત્રનું જમવાનું આપવામાં આવશે

 • સીએમ યોગીએ કહ્યું, અક્ષયપાત્રની 300 કરોડમી થાળી પીરસવાનું કાર્ય આજે પીએમ મોદીનાં હાથે કરાઈ રહ્યું છે. યુપીનાં પ્રાઈમરી અને માધ્યમિક શાળામાં એક કરોડ 77 લાખ બાળકો ભણી રહ્યા છે. ટૂંક સમયમાં જ 10 નવા જિલ્લાઓમાં બાળકોને અક્ષયપાત્રનું જમવાનું આપવામાં આવશે. 6 જિલ્લાઓમાં રસોડું બનાવાશે.
 • સરકારની મિડ ડે મીલ ફ્લેગશીપ યોજના હેઠળ અક્ષય પાત્ર ફાઉન્ડેશનની શરૂઆત 2000માં બેંગલુરુમાં થઈ હતી. યોજનામાં સૌથી પહેલા પાંચ સરકારી શાળાઓનાં આશરે 1500 બાળકોને ભોજન આપવામાં આવ્યુ હતુ.
 • છેલ્લાં 19 વર્ષોમાં આ ફાઉન્ડેશન કર્ણાટક, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, છત્તીસગઢ, ઓરિસ્સા, રાજસ્થાન, ઝારખંડ અને મધ્યપ્રદેશ સહિત 12 રાજ્યોની 14,708 શાળાઓનાં 17 લાખ બાળકોને જમવાનું પીરસશે. આ ફાઉન્ડેશનનું 2025 સુધી દેશનાં 50 લાખ બાળકોને પૌષ્ટિક ભોજન આપવાનું લક્ષ્ય છે.
X
Prime Minister Narendra Modi to serve 3 billionth meal to underprivileged kids in Vrindavan
Prime Minister Narendra Modi to serve 3 billionth meal to underprivileged kids in Vrindavan
Prime Minister Narendra Modi to serve 3 billionth meal to underprivileged kids in Vrindavan
Prime Minister Narendra Modi to serve 3 billionth meal to underprivileged kids in Vrindavan
Prime Minister Narendra Modi to serve 3 billionth meal to underprivileged kids in Vrindavan
Prime Minister Narendra Modi to serve 3 billionth meal to underprivileged kids in Vrindavan
COMMENT

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી