તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મંદિર કેમ્પસમાં 7 વર્ષની માસૂમ સાથે પૂજારી અને તેના શિષ્યએ કર્યો ગેંગરેપ, રડતા-રડતા પહોંચી ઘરે, સહન ન થયું દર્દ ત્યારે માને જણાવી આખી વાત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુરૂ-ચેલાએ મંદિરના પરિસરમાં જ બાળકી સાથે ગેંગરેપ કર્યો. - Divya Bhaskar
ગુરૂ-ચેલાએ મંદિરના પરિસરમાં જ બાળકી સાથે ગેંગરેપ કર્યો.

દતિયા (મધ્યપ્રદેશ): સાત વર્ષની બાળકી સાથે ગેંગરેપ કરનારા મંદિરના પૂજારીઓનું ડરામણું સત્ય સામે આવ્યું છે. બાબાઓએ ગામની અન્ય ઘણી બાળકીઓ સાથે પણ છેડતી કરી છે પરંતુ ગામના લોકોએ બાબાઓની તાંત્રિક ક્રિયાઓના ડરથી ક્યારેય પણ પોલીસ સ્ટેશનમાં કે એડમિનિસ્ટ્રેશનને આ બાબતે ફરિયાદ નથી કરી. ગામવાસીઓને ડર હતો કે ફરિયાદ કર્યા પછી બંને બાબા તેમની સાથે કોઈ અપ્રિય ઘટના ન કરી નાખે. પરંતુ, બાળકી સાથે દુષ્કર્મની ઘટના પછી બંને બાબાઓનો ભાંડો ફૂટી ગયો.

 

બંને બાબાઓએ પ્રસાદ આપવાના બહાને બાળકીને બોલાવી

 

ઉલ્લેખનીય છે કે દતિયા જિલ્લાના ગામ ઉચાડમાં શ્રીહનુમાનજી અને ગિરધારીલાલજીનું પ્રાચીન મંદિર છે. આ મંદિરમાં ગામમાં જ રહેતા રાજૂ મહંત અને તેમના પૂર્વજો વર્ષોથી પૂજા કરતા આવ્યા છે. વર્તમાનમાં 50 વર્ષીય રાજૂ મહંત મંદિરના મહંત છે. કેટલાંક વર્ષોથી ગ્રામ સિલૌરી નિવાસી 45 વર્ષીય બટોલી પ્રજાપતિ તેમનો શિષ્ય બનીને મંદિરમાં રહે છે. મંગળવારે બપોરે 12 વાગે મંદિરથી માત્ર 10 ડગલાં દૂર પાછળ રહેનારી સાત વર્ષની બાળકીને બંને બાબાઓએ પ્રસાદ આપવાના બહાને મંદિર બોલાવી અને ગુરૂ-ચેલાએ મંદિરના પરિસરમાં જ બાળકી સાથે ગેંગરેપ કર્યો. 

 

દર્દ જ્યારે એકદમ વધી ગયું ત્યારે બાળકીએ રડતા-રડતા માને આખી વાત જણાવી

 

દર્દથી તરફડી રહેલી બાળકી રડતા-રડતા ઘરે પહોંચી. માએ બાળકીને રડવાનું કારણ પૂછ્યું પરંતુ તેણે કંઇ ન જણાવ્યું. તે પછી બાળકી ટોયલેટ ગઈ ત્યારે તેનું દર્દ અચાનક વધી ગયું. ત્યારે માએ બાળકીને શાંત કરાવી અને ફરી એકવાર પ્રેમથી પૂછ્યું ત્યારે તેણે બાબાઓની તમામ કરતૂત જણાવી દીધી. તે પછી માતા-પિતા પોતાની બાળકીને લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યા. મંગળવારે રાતે 11 વાગે પોલીસે એફઆઇઆર નોંધી અને રાતે જ બંને બાબાઓની ધરપકડ કરી લીધી. ખબર મળતાં રાતે જ એસપી મયંક અવસ્થી અને એએસપી મનજીતસિંહ ચાવલા પણ ગોરાઘાટ પહોંચ્યા અને પોતાની દેખરેખમાં સંપૂર્ણ કાર્યવાહી કરાવીને રાતે જ બાળકીનું મેડિકલ પરીક્ષણ કરાવ્યું. મેડિકલ તપાસમાં બાળકી સાથે રેપ થયો હોવાની પુષ્ટિ થઈ.