1

Divya Bhaskar

Home » National News » Latest News » National » President election in Vishwa Hindu Parishad BJP disappinted with Pravin Togadiya

તોગડિયાનું પોલિટિકલ એન્કાઉન્ટર: VHPની ચૂંટણીમાં હાર

Divyabhaskar.com | Last Modified - Apr 15, 2018, 01:35 AM IST

દુનિયાભરમાં હિંદુત્વનો ઝંડો ઉઠાવનારી વિશ્વ હિંદુ પરિષદમાં પહેલી વાર વોટિંગથી ચૂંટણી થશે

  • પ્રવીણ તોગડિયા (ફાઇલ)

    નવી દિલ્હી: દુનિયાભરમાં હિંદુત્વનો ઝંડો ઉઠાવનારી વિશ્વ હિંદુ પરિષદમાં અધ્યક્ષપદ માટે આજે પહેલી વાર વોટિંગથી ચૂંટણી થઇ. આ ચૂંટણીમાં વિષ્ણુ સદાશિવ કોકજે જીતી ગયા છે જ્યારે પ્રવીણ તોગડિયા ગ્રુપના રાઘવ રેડ્ડીની હાર થઇ છે. વિષ્ણુ કોકજે હિમાચલ પ્રદેશના ગવર્નર રહી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે વીએચપીની સ્થાપના 1964માં થઇ હતી. જણાવવામાં આવે છે કે ઘણા પ્રસંગોએ પીએમ મોદી દ્વારા નિંદા કરવાને કારણે પ્રવીણ તોગડિયાથી આરએસએસ અને બીજેપીના ટોચના લોકો નારાજ છે.

    ચૂંટણી પહેલા તોગડિયાનું નિવેદન

    - વિશ્વ હિંદુ પરિષદમાં ચૂંટણી પહેલા પ્રવીણ તોગડિયાએ કહ્યું હતું, "મને જવાબદારી મળે ન મળે, હું કેન્સર સર્જન છું. ફરી ઇલાજ શરૂ કરી દઇશ. રામ મંદિર નિર્માણ માટે સંઘર્ષ કરતો રહીશ."

    - તેમણે કહ્યું, "વર્તમાન આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ રાઘવ રેડ્ડી ફક્ત 61 વર્ષના છે. તેમને ત્રીજીવાર અધ્યક્ષ કેમ ન બનાવવા જોઇએ? આવા વ્યક્તિની સામે 79 વર્ષના વ્યક્તિને ઊભા રાખી દીધા છે. શું આ યંગ ઇન્ડિયા છે?"

    ગયા વર્ષે આંતરરાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી માટે થઇ હતી બેઠક પણ સર્વસંમતિ ન સધાઇ

    - જણાવવામાં આવે છે કે ઘણા પ્રસંગોએ પીએમ મોદી દ્વારા નિંદા કરવાને કારણે પ્રવીણ તોગડિયાથી આરએસએસ અને બીજેપીના ટોચના લોકો નારાજ છે.
    - ગયા વર્ષે 29 ડિસેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી કરવા માટે ભુવનેશ્વરમાં પરિષદના સદસ્યોની બેઠક થઇ હતી. પરંતુ, તેમાં સર્વસંમતિ સધાઇ ન હતી. પછી નક્કી થયું કે રાઘવ રેડ્ડી તેમજ વિષ્ણુ સદાશિવ કોકજેની વચ્ચે કાર્યકારી અધ્યક્ષની ચૂંટણી મતદાન પ્રક્રિયા દ્વારા થાય.
    - આ ચૂંટણીમાં ભારતની બહારથી 64 પ્રતિનિધિ વોટ કરશે. તેમાં શું થવાનું છે તે વિશે વીએચપીના સંયુક્ત મહાસચિવ સુરેન્દ્ર જૈનના નિવેદનથી ઘણુંબધું સ્પષ્ટ થઇ જાય છે.

    જૈનની વાતચીત ઇશારો કરે છે કે વીએચપીમાં બધું ઠીક નથી

    - મીડિયા સાથે વાત કરતા સુરેન્દ્ર જૈને જણાવ્યું, "સર્વસંમતિ સાધવાનો પ્રયત્ન તો થાય જ છે, પરંતુ જો ચૂંટણી થાય તો એમાં શું વાંધો છે? ચૂંટણી તો અન્ય જગ્યાઓએ પણ થાય છે. પછી મળીને કામ કરીશું. કોઇપણ હારે, કોઇપણ જીતે. અમારા માટે હાર-જીત મહત્વની નથી. લક્ષ્ય મહત્વપૂર્ણ છે. એટલે બધું શાંતિથી પતી જાય. એકબીજા સાથે પ્રેમ ખતમ ન થાય. અમે એવી કોશિશમાં છીએ."

    - જૈનની વાતચીત ઇશારો કરે છે કે વીએચપીમાં બધું ઠીક નથી.
    - - અખિલ ભારતીય હિંદુ મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષ સ્વામી ચક્રપાણિએ એક વોટ્સએપ મેસેજમાં લખ્યું છે, "હવે વીએચપી આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પદ પર પણ હિંદુત્વ માટે મોખરે. રેડ્ડી અને તોગડિયાજીનો અવાજ દબાવવાના હેતુસર 79 વર્ષના કોકજેને પોતાના કાગળિયે અધ્યક્ષ બનાવશે, જેમને હિંદુત્વ સાથે કોઇ સંબંધ નથી"
    - જોકે સચ્ચાઇ એ છે કે કોકજે પહેલેથી જ વીએચપીના આંતરરાષ્ટ્રીય ઉપાધ્યક્ષ છે.

    ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર
  • President election in Vishwa Hindu Parishad BJP disappinted with Pravin Togadiya
    ઘણા પ્રસંગોએ પીએમ મોદી દ્વારા નિંદા કરવાને કારણે પ્રવીણ તોગડિયાથી આરએસએસ અને બીજેપીના ટોચના લોકો નારાજ છે. (ફાઇલ)

More From National News

Trending