ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Desh» ડિલિવરી કરવા એકલી હોસ્પિટલ પહોંચી મહિલા| Pregnant Woman Alone Reached Hospital

    ડિલિવરી કરવા એકલી હોસ્પિટલ પહોંચી મહિલા, માતા-પિતા અને પતિએ છોડ્યો સાથ

    divyabhaskar.com | Last Modified - May 07, 2018, 07:00 AM IST

    મહિલાએ ધર્મ બદલીને લગ્ન કર્યા હતા, ડિલિવરી વખતે કોઈ પણ પરિવારનું તેની સાથે નહતું
    • ડિલિવરી કરવા એકલી હોસ્પિટલ પહોંચી મહિલા, માતા-પિતા અને પતિએ છોડ્યો સાથ
      ડિલિવરી કરવા એકલી હોસ્પિટલ પહોંચી મહિલા, માતા-પિતા અને પતિએ છોડ્યો સાથ

      ઈન્દોરઃ ગુરુવાર રાત્રે એક મહિલા પ્રસવ માટે જિલ્લા હોસ્પિટલમાં એકલી પહોંચી ગઈ. તેની હાલત ચિંતાજનક હતી. પરિવારનું કોઈ પણ વ્યક્તિ તેની સાથે ન હતું. કારણે એ હતું કે મહિલાએ ધર્મ બદલીને લગ્ન કર્યા હતા. પિયરીયા તેનાથી નારાજ હતા. તેના કારણે સાથ છોડી દીધો. પતિનો પણ અન્ય સ્ત્રી સાથે સંબંધ બંધાતા તેને પણ ગર્ભવતી પત્નીને તેના હાલે છોડી દીધી હતી.

      સાસરિયા અને પિયરમાંથી તરછોડાયેલી ગર્ભવતીની મદદે કોણ આવ્યું?


      - હોસ્પિટલમાં હાજર નિતિન ધારકર નામના વ્યક્તિએ મહિલાની જાણકારી દેશભરમાં જરૂરત ધરાવતા રક્તદાન વ્યવસ્થાવાળી સંસ્થા રક્તમિત્રને આપી.
      - સંસ્થાના યશ પારાશર, સંદીપ શર્મા અને અન્ય હોસ્પિટલ પહોંચ્યા. ત્યાં ડોક્ટર્સે જણાવ્યું કે મહિલાનું ઓપરેશન કરી પ્રસવ કરાવવામાં આવશે. જિલ્લા હોસ્પિટલમાં એટલી સુવિધા નથી.
      - ઓપરેશનની પ્રક્રિયા જટિલ હોઈ શકે છે. તેના કારણે એમ વાય હોસ્પિટલ જવું જ યોગ્ય રહેશે. તેના માટે લોહીની પણ જરૂર રહેશે. તેની પર સંસ્થાના લોકો એમ્બ્યુલન્સની મદદથી તેને એમ વાય હોસ્પિટલ લઈ ગયા.

      રક્તદાનની વ્યવસ્થા થતાં જ કરવામાં આવ્યું ઓપરેશન


      - ત્યાં અંકિત નામના વ્યક્તિએ રક્તદાન કર્યું. યશ મુજબ, મહિલા પોતાના વિશે યોગ્ય રીતે માહિતી આપવાની સ્થિતિમાં નહોતી. જેવું રક્તદાનની વ્યવસ્થા થઈ ગઈ, ડોક્ટરે તેનું ઓપરેશન કરી સફળતાની પ્રસવ કરાવી દીધું.
      - સંસ્થાએ મહિલાના પરિજનોને તેના વિશે માહિતી આપી દીધી છે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: ડિલિવરી કરવા એકલી હોસ્પિટલ પહોંચી મહિલા| Pregnant Woman Alone Reached Hospital
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    X
    Top