Home » National News » Desh » દહેજ માટે વહુને પરેશાન કરતો હતો આખો પરિવાર| Pregnant Newly Wed Girl Face Torcher From Husband In Noida

35 લાખ કેશ પણ ઓછી પડી, લગ્નના 7 મહિના પછી આ હાલતમાં મળી પ્રેગ્નેન્ટ વહુ

Divyabhaskar.com | Updated - Jun 06, 2018, 10:26 AM

પિતાએ કહ્યું ખબર નહીં કઈ વાતની કમી થઈ કે મારી દીકરીને જમાઈએ જ આવી હાલત કરી

 • દહેજ માટે વહુને પરેશાન કરતો હતો આખો પરિવાર| Pregnant Newly Wed Girl Face Torcher From Husband In Noida

  નોઈડા: પાંચ મહિનાની પ્રેગ્નેન્ટ વહુને બંધક બનાવીને રાખવાના કેસમાં પિતાએ ચોંકાવનારા ખુલાસા કર્યા છે. પિતાના જણાવ્યા પ્રમાણે લગ્ન પહેલાં છોકરાવાળાઓએ કહ્યું હતું કે, અમારે દહેજમાં કશુ જ નથી જોઈતું. પરંતુ 15 દિવસ પછી જ તેમના ઈરાદા બદલાઈ ગયા હતા. છોકરાવાળાઓએ તેમની પાસેથી 8-10 નહીં પરંતુ 35 લાખની માગણી કરી હતી. આ માગણી પણ છોકરીના પિતાએ માથુ ઝુકાવીને માની લીધી હતી. તેમ છતા સાસરીવાળાઓ તેમની વહુ સાથે જાનવરો જેવી હરકત કરી હતી.

  આપી 35 લાખ કેશ અને અન્ય મોંઘી ગિફ્ટ્સ


  - અહીં બરૌલા ગામમાં રહેતા પવન ચૌહાણ કેબલ નેટવર્કનો બિઝનેસ કરે છે. તેમને બે દીકરીઓ અને એક નાનો દીકરો છે.
  - તેમણે જણાવ્યું કે, તેમની દીકરી શ્વેતા માટે બાજુના છલૈરા ગામથી સંબંધ આવ્યો હતો. છોકરો પ્યોર ડ્રિંકિંગ વોટરનો બિઝનેસ કરતો હતો. તે ઉપરાંત સાથે ઈ-રિક્શા ચાર્જનો પણ બિઝનેસ કરતો હતો. અમને છોકરો સારો લાગ્યો. અમે જ્યારે લેણ-દેણની વાત કરી ત્યારે તેમણે કહ્યું કે, અમારે કશુ નથી જોઈતું, તમારે તમારી ઈચ્છાથી જે આપવું હોય તે આપો.
  - મે દીકરીને ગીફ્ટમાં ફોર્ચ્યુનર કાર આપવાની વાત કરી ત્યારે તેમણે તેની માર્કેટ કિંમત જ રોકડામાં આપી દેવાની વાત કરી. તેથી અમે લગ્ન પહેલાં જ રૂ. 15 લાખ 51 હજાર રોકડાં આપી દીધા હતા. આ ઉપરાંત લગ્નના દિવસે જાનૈયાઓમાંથી ખાસ લોકો માટે 30 સોનાની વીંટિ, વરરાજા માટે ડાયમંડ રિંગ, 50 હજારની ઘડિયાળ, અઢી કિલો ચાંદીની ઈંટ અને અન્ય ગિફ્ટ્સ આપી હતી.
  - લગ્ન પછી લગભગ 15 દિવસ સુધી બધુ ઓકે રહ્યું હતું. ત્યારપછી સાસરીવાળાઓએ શ્વેતાને દહેજ માટે પરેશાન કરવાનું શરૂ કરી દીધું હતું.
  - પવન ચૌહાણે જણાવ્યું કે, અચાનક તેની સાસુ અને નણંદનું વર્તન બદલાઈ ગયું હતું. જમાઈ પણ ઘરના લોકોનો જ સાથ આપતો હતો. સૌથી પહેલાં તેમણે અમારું આપેલું ફ્રિજ-વોશિંગ મશીન પાછુ આપી દીધું અને કહ્યું કે આની સાઈઝ ખૂબ નાની છે. અમને મોટી સાઈઝનું ફ્રિજ અને વોશિંગ મશીન આપો. અમે તેમની આ ડિમાન્ડ પણ પૂરી કરી દીધી. પછી કહ્યું તમે જે કારની વાત કરી હતી તેનું પેમેન્ટ પૂરુ કરો. 20 લાખ કેશ આપવી પડશે. મે જેમ-તેમ એ રકમ પણ આવી.

  35 લાખ કેશ આપ્યા પછી પણ દીકરી સાથે કરતા હતા મારઝૂડ


  - શ્વેતાના પિતાના જણાવ્યા પ્રમાણે સાસરીવાળાઓનું ટોર્ચરિંગ વધી રહ્યું હતું. 35 લાખ રોકડા આપ્યા પછી પણ તેઓ તેમની દીકરી સાથે મારઝૂડ કરતા હતા.
  - મારી દીકરી પાસે આખા ઘરનું કામ કરાવતા હતા. સાસુ-નણંદ ગાળો બોલતા અને ગૌરવ ગમે ત્યારે તેની સાથે મારઝૂડ કરતો હતો. અમે ઘણી વાર તેમને સમજાવવા તેમના ઘરે પણ ગયા હતા પરંતુ તેમને કોઈ અસર ન થઈ. મારી દીકરી હાલ બોલવાની સ્થિતિમાં પણ નથી. એ જણાવી શકશે કેઈ કઈ વાતે તેના પરિવારે તેને બંધક બનાવી હતી.

  આ હાલમાં મળી શ્વેતા


  - ગુરુવારે રાતે 12 વાગે સાસરીવાળાઓએ ફોન કરીને જણાવ્યું કે, શ્વેતા સાંજે 8 વાગ્યાથી ગુમ છે. ઘણી વાર સુધી ન મળી ત્યારે પરિવારજનોની મદદ લઈને પોલીસને જાણ કરી.
  - પવન ચૌહાણે પોલીસ સ્ટેશનમાં તેના પતિ ગૌરવ, સાસુ બબલી, સસરા ચરણ સિંહ, દિયર મોની, નણંદ સિમ્મીનું અપહરણ કરીને હત્યાના ગુનામાં ફરિયાદ દાકલ કરાવી દીધી છે. ત્યારપછી પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.
  - પોલીસે જ્યારે સાસરીવાળાની પૂછપરછ કરી ત્યારે તેમણે ગોળ-ગોળ જવાબ આપવાનું શરૂ કરી દીધું હતું. તેના કારણે પોલીસની શંકા વધારે મજબૂત બની હતી. શનિવારે રાતે સવા 10 વાગે ગૌરવની ફેકટરીમાં પોલીસે દરોડા પાડ્યા હતા.
  - ત્યારે શ્વેતા ફેક્ટરીમાં બનેલા એક સ્ટોર રૂમમાં બંધ હતી. તેના હાથ પાછળની તરફ બાંધેલા હતા અને તે જમીન પર પડી હતી. તેના મોઢા ઉપર પટ્ટી બાંધેલી હતી. રૂમમાં અધાંરુ હતું અને પંખાની પણ વ્યવસ્થા નહતી. તેના કારણે પીડિતાને ગુંગળામણ થથી હતી. હાલ શ્વેતાને કૈલાશ હોસ્પિટલમાં એડ્મિટ કરવામાં આવી છે.
  - પોલીસે નામજોગ સાસુ, સસરા અને નણંદની ધરપકડ કરી લીધી છે. જ્યારે શ્વેતાનો પતિ અને દિયર ભાગી ગયા છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ