Home » National News » Latest News » National » શિવસેનાએ પ્રણવ મુખર્જી અને RSS પર નિશાન સાધ્યું | Shivsena target on RSS and Pranav Mukharjee in their mouthpiece Samna

પ્રણવ દા NDAના PM ઉમેદવાર? RSSના આમંત્રણ પર શિવસેનાનો દાવો

Divyabhaskar.com | Updated - Jun 10, 2018, 02:46 PM

શિવસેનાની ધારણા મુજબ RSSએ પોતાના કાર્યક્રમમાં પ્રણવ મુખરજીને બોલાવીને 2019નું ગ્રાઉન્ડ તૈયાર કરી રહ્યાં છે.

  • શિવસેનાએ પ્રણવ મુખર્જી અને RSS પર નિશાન સાધ્યું | Shivsena target on RSS and Pranav Mukharjee in their mouthpiece Samna
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    કોંગ્રેસ નેતા પ્રણવ મુખર્જીને સંઘના કાર્યક્રમમાં બોલાવવા પાછલ દિલ્હીમાં રણનીતિ તૈયાર થઈ રહી છે (ફાઈલ)

    નેશનલ ડેસ્કઃ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીની RSSના કાર્યક્રમમાં હાજરીને શિવસેનાએ 2019ની સામાન્ય ચૂંટણીથી જોડી દીધી છે. શિવસેનાની ધારણા મુજબ RSSએ પોતાના કાર્યક્રમમાં પ્રણવ મુખરજીને બોલાવીને 2019નું ગ્રાઉન્ડ તૈયાર કરી રહ્યાં છે. આ પાછળ શિવસેનાનો તર્ક છે કે જો બીજેપીને 2019ની ચૂંટણીમાં પૂર્ણ બહુમત નહીં મળે તો પ્રણવ મુખરજીનું નામ પીએમ ઉમેદવાર માટે આગળ કરી દેવામાં આવશે. આ ઉપરાંત શિવસેનાના મુખપત્ર સામનામાં RSS અને પ્રણવ મુખર્જી પર પણ નિશાન સાધવામાં આવ્યું હતું.

    સામનામાં કરાયો દાવો


    - શિવસેનાના મુખપત્ર સામનાના તંત્રી લેખમાં આ વાતનો ઉલ્લેખ કરાયો છે કે "કોંગ્રેસ નેતા પ્રણવ મુખર્જીને સંઘના કાર્યક્રમમાં બોલાવવા પાછલ દિલ્હીમાં રણનીતિ તૈયાર થઈ રહી છે.બીજેપી 2019ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને એજન્ડા સેટ કરી રહી છે."
    - શિવસેનાની વાત માનવામાં આવે તો 2019ની ચૂંટણીમાં જો બીજેપીને પૂર્ણ બહુમત નહીં મળે તો પછી આ રણનીતિ પર કામ કરવામાં આવશે.
    - કેમકે ત્રિશંકુ લોકસભાની સ્થિતિમાં મોદીના નામ પર જો સહયોગીઓ તૈયાર ન થાય તો પછી પ્રણવ મુખર્જીનું નામ આગળ કરવામાં આવશે. અને તે લગભગ તમામ માટે સર્વમાન્ય હોય શકે છે.

    વાંચોઃ વજન ઓછું કરવા માટેની દવા ખાતો હતો આસિસ્ટન્ટ મેનેજર, રૂમમાંથી મળી લાશ; શરીર પર ફરી રહ્યાં હતા કીડા

    શિવસેનાના નિશાને RSS-પ્રણવ દા


    - NDAમાં સહયોગી પક્ષ શિવસેનાએ બીજેપીના બ્રિગ બ્રધર ગણાતા RSS પર નિશાન સાધ્યું છે.
    - શિવસેનાએ કહ્યું કે તેઓએ કહ્યારે શિવસેનાના પૂર્વ પ્રમુખ બાલ ઠાકરેને પોતાના મંચ પર આમંત્રિત કર્યા નથી અને ઈફતાર પાર્ટી આયોજિત કરી મુસ્લિમોને ખુશ કરવાના પ્રયાસો કરી રહ્યાં છે.
    - આ તંત્રી લેખમાં પ્રણવ મુખર્જી પર પણ નિશાન સાધવામાં આવ્યું હતું. જેમાં લખવામાં આવ્યું કે કાર્યક્રમ પહેલાં એવું લાગતું હતું પ્રણવ દા કોઈ મોટો ધડાકો કરશે પરંતુ આ તો ફુસ્સ બોમ્બ નીકળ્યો.

    સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  • શિવસેનાએ પ્રણવ મુખર્જી અને RSS પર નિશાન સાધ્યું | Shivsena target on RSS and Pranav Mukharjee in their mouthpiece Samna
    કાર્યક્રમ પહેલાં એવું લાગતું હતું પ્રણવ દા કોઈ મોટો ધડાકો કરશે પરંતુ આ તો ફુસ્સ બોમ્બ નીકળ્યો- શિવસેના (ફાઈલ)
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ