Divya Bhaskar

Home » National News » Latest News » National » RSSના કાર્યક્રમમાં હાજરીને લઈને મનીષ તિવારીએ પ્રણવ દાને કર્યાં સવાલ | Manish Tiwari questioned to Pranav Mukherjee for attend RSS Programme

મનીષ તિવારીના પ્રણવને 3 સવાલ, સંઘ હવે કેમ સારું થઈ ગયું?

Divyabhaskar.com | Updated - Jun 08, 2018, 01:40 PM

નાગપુરમાં RSSના કાર્યક્રમમાં પ્રણવ મુખર્જીની હાજરીને લઈને કોંગ્રેસે નિશાન સાધ્યું છે, મનીષ તિવારીએ 3 સવાલો કર્યાં છે.

  • RSSના કાર્યક્રમમાં હાજરીને લઈને મનીષ તિવારીએ પ્રણવ દાને કર્યાં સવાલ | Manish Tiwari questioned to Pranav Mukherjee for attend RSS Programme
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    ગુરૂવારે પ્રણવ દા RSSના વાર્ષિક સમારંભમાં ઉપસ્થિત રહી 30 મિનિટ સુધી સંબોધન આપ્યું હતું

    નવી દિલ્હીઃ નાગપુરમાં RSSના કાર્યક્રમમાં પ્રણવ મુખર્જીની હાજરીને લઈને કોંગ્રેસે કેટલાંક સવાલો કર્યાં છે. કોંગ્રેસ નેતા મનીષ તિવારીએ ટ્વીટ કરી પ્રણવ દાને 3 સવાલ પૂછ્યાં છે. તેઓએ કહ્યું કે પ્રણવે રાષ્ટ્રવાદ પર વાત કરવા માટે સંઘ મુખ્યાલયની જ કેમ પસંદ કરી? આજે અચાનકથી સંઘ સારૂ કેમ થઈ ગયું? 7 જૂને પ્રણવ મુખર્જી સંઘના દીક્ષાંત સમારંભમાં સામેલ થયા હતા. સંઘના મંચ પરથી તેઓએ રાષ્ટ્રીયતા, રાષ્ટ્રવાદ અને દેશભક્તિ પર પોતાની વાત રાખી હતી. લગભગ 30 મિનિટના ભાષણ દરમિયાન તેઓએ મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરૂ, લોકમાન્ય તિલક, સુરેન્દ્રનાથ બેનર્જી અને સરદાર પટેલનો ઉલ્લેખ કર્યો હતો.

    RSS સારૂ કઈ રીતે થઈ ગયું: મનીષે પૂછ્યાં ત્રણ સવાલ, એક ઉદાહરણ પણ આપ્યું


    1) મનીષ તિવારીએ પ્રણવ દાને સવાલ કર્યો કે, "તમે અત્યારસુધી ધર્મ નિરપેક્ષ લોકોને કોઈ જવાબ આપ્યો નથી. હું પૂછવા માંગુ છું કે તમે રાષ્ટ્રવાદ પર પોતાની વાત રાખવા માટે RSS મુખ્યાલયની જ કેમ પસંદગી કરી?"

    2) તેઓએ બીજો સવાલ કર્યો કે, "તમારી પેઢીએ 80 અને 90ના દશકામાં RSSના વિચારને લઈને ચેતવણી આપી હતી. જ્યારે 1975 અને બાદમાં 1992માં RSS પર પ્રતિબંધ લગાવાયો હતો, ત્યારે તમે તે સમયે સરકારનો જ એક ભાગ હતા. શું તમને નથી લાગતું કે ક્યારેક ખોટા વિચારો રાખનાર સંઘ આજે સારું કઈ રીતે થઈ ગયું. કે પછી આપણે જે પહેલાં કહેતા હતા તે ખોટું હતું કે પછી આ ઉધાર લેવાયેલું સન્માન છે?"

    3) મનીષ તિવારીનો ત્રીજો સવાલ હતો કે, "RSSના કાર્યક્રમમાં તમારૂ સામેલ થવું વૈચારિક પુનરોત્થાનના પ્રયાસ છે કે ફરી રાજનીતિમાં આવી રહેલી ગિરાવટને દૂર કરવાનું. શું આવું કરીને તમે કડવાશ દૂર કરવા માંગો છો? શું તમારા પ્રયાસથી RSSને ધર્મનિરપેક્ષ અને બહુલતાવાદી માનવામાં આવશે?"


    - મનીષે એક ઉદાહરણ પણ આપ્યું, "ઈતિહાસ જણાવે છે કે જ્યારે નાઝી યુરોપમાં પોતાની અક્કડ દેખાડતાં હતા. ચેંબરલેન (પૂર્વ બ્રિટિશ વડાપ્રધાન) વિચાર્યું હતું કે 1939ના મ્યૂનિક પેક્ટથી તેઓએ પોતાના સમયમાં શાંતિને લઈને સૌથી મોટું કામ કર્યું છે. પરંતુ કેટલા ખોટા સાબિત થયા હતા તેમના વિચાર."

    રેણુકાએ આપ્યો જવાબ


    - જો કે કોંગ્રેસના વધુ એક નેતા રેણુકા ચૌધરીએ મનીષ તિવારીના નિવેદન અંગે કહ્યું કે, "આ તેમનું અંગત નિવેદન હોય શકે છે. પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને ક્યાં જવું છે, કોને મળવું છે... તેનો ફેંસલો તેઓ પોતે જ કરશે. આ તેમનો અધિકાર છે."

    સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  • RSSના કાર્યક્રમમાં હાજરીને લઈને મનીષ તિવારીએ પ્રણવ દાને કર્યાં સવાલ | Manish Tiwari questioned to Pranav Mukherjee for attend RSS Programme
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    મનીષ તિવારીએ પ્રણવ મુખર્જીને સંઘમાં હાજરી આપીને ટ્વીટ કરી 4 સવાલો કર્યા છે
  • RSSના કાર્યક્રમમાં હાજરીને લઈને મનીષ તિવારીએ પ્રણવ દાને કર્યાં સવાલ | Manish Tiwari questioned to Pranav Mukherjee for attend RSS Programme
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    મનીષ તિવારીએ એક ઉદાહરણ આપીને પણ પ્રણવ મુખર્જી પર નિશાન સાધ્યું હતું
  • RSSના કાર્યક્રમમાં હાજરીને લઈને મનીષ તિવારીએ પ્રણવ દાને કર્યાં સવાલ | Manish Tiwari questioned to Pranav Mukherjee for attend RSS Programme
    કોંગ્રેસના નેતા મનીષ તિવારી
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending