ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Kathua case Prakash Javdekar slams Rahul Gandhi for not talking action

  કઠુઆ કેસઃ કોંગ્રેસ બદનામ કરે છે, 84ના તોફાનમાં રાહુલ કેમ ચૂપ?- પ્રકાશ

  Divyabhaskar.com | Last Modified - Apr 15, 2018, 02:22 PM IST

  કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે પૂછ્યું કે રાહુલ સિખ રમખાણમાં મહિલાઓ પર થયેલાં અત્યાચાર પર મૌન કેમ છે?
  • 8 વર્ષની બાળકી સાથે દરિંદગી અને હત્યા કરનારા દોષિતોને કડક સજા મળે. કેસની સુનાવણી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં થાય કે જેથી પરિવારને જલદીથી ન્યાય મળે- પ્રકાશ જાવડેકર
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   8 વર્ષની બાળકી સાથે દરિંદગી અને હત્યા કરનારા દોષિતોને કડક સજા મળે. કેસની સુનાવણી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં થાય કે જેથી પરિવારને જલદીથી ન્યાય મળે- પ્રકાશ જાવડેકર

   નવી દિલ્હીઃ કઠુઆ ગેંગરેપ કેસને લઈને કોંગ્રેસના વિરોધને લઈને ભાજપે રવિવારે રાહુલ ગાંધીને આડે હાથ લીધા. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે પૂછ્યું કે રાહુલ સિખ રમખાણમાં મહિલાઓ પર થયેલાં અત્યાચાર પર મૌન કેમ છે? તેઓએ કહ્યું કે 8 વર્ષની બાળકી સાથે દરિંદગી અને હત્યા કરનારા દોષિતોને કડક સજા મળે. કેસની સુનાવણી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં થાય કે જેથી પરિવારને જલદીથી ન્યાય મળે. બીજી બાજુ દિલ્હી ભાજપના પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારીએ કહ્યું કે આપ રાજધાનીમાં રમખાણ કરાવવા માગે છે. ગત દિવસે રામ નવમીના સરઘસમાં તેના માણસોએ ભાજપને બદનામ કરવા માટે મસ્જિદની સામે તલવાર ખેંચી હતી.

   રેપની ઘટનાઓ નિંદનીય, ભાજપ ભેદભાવ નથી કરતી

   - પ્રકાશ જાવડેકરે કહ્યું કે, "કઠુઆ કાંડમાં દોષિતો વિરૂદ્ધ કડક કાર્યવાહી થશે. અમે ઈચ્છીએ છીએ કે કેસની સુનાવણી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં થવી જોઈએ કે જેથી પીડિત બાળકીના પરિવારને ન્યાય મળી શકે. દેશમાં કયાંય પણ રેપની ઘટના ઘટે તે નિંદનીય છે અને ગુનેગારને સજા મળવી જ જોઈએ. અમારી સરકાર આ વાતમાં કોઈ જ ભેદભાવ નથી કરતી."
   - કેન્દ્રીય મંત્રીએ વધુમાં કહ્યું કે, "અમે રાહુલ ગાંધીને પૂછવા માગીએ છીએ કે કઠુઆ મામલાને લઈને તેઓ વિરોધ કરી રહ્યાં છે, પરંતુ સિખ રમખાણ સમયે મહિલાઓ પર જે અત્યાચારો થયાં તેના પર કોંગ્રેસ અધ્યક્ષ મૌન કેમ છે? રાહુલ માત્ર કેન્ડલ માર્ચ જ કાઢી શકે છે. અમે દોષિતો વિરૂદ્ધ કાર્યવાહી કરી છે."

   ભાજપને બદનામ કરવા માટે કોંગ્રેસ-આપનું ષડયંત્ર

   - જાવડેકરે કહ્યું કે, "દેશમાં ભાજપને બદનામ કરવાના પ્રયાસો થઈ રહ્યાં છે. ગઈકાલે એક ચેનલે દેખાડ્યું કે દિલ્હીમાં જે લોકો લાકડીઓ અને તલવાર લઈને પ્રદર્શન કરી રહ્યાં હતા તે આમ આદમી પાર્ટીના લોકો હતા. તેઓએ જયશ્રી રામના સૂત્રોચ્ચાર પણ કર્યાં હતા."
   - જે બાદ ભાજપ પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારીએ કહ્યું કે, "કોંગ્રેસ અને આપ મળીને ભાજપને બદનામ કરી રહ્યાં છે. બંને પાર્ટી ઈચ્છે છે કે દિલ્હીમાં રમખાણો થાય. ગત દિવસોમાં રામ નવમીના સરઘસમાં દિલ્હીમાં આપના લોકોએ એક મસ્જિદની સામે તલવારબાજી કરી રહ્યાં હતા. નંદલાલ કનોજિયા તેને લીડ કરી રહ્યાં હતા, તેને આપે પોતાનો પદાધિકારી નિયુક્ત કર્યો છે."
   - હવે આપનો ભેદ ખુલી ગયો છે. તેઓ દિલ્હીમાં વાતાવરણ બગાડવા માગે છે. જનતાને તેમની ચાલાકીથી સતર્ક રહેવાની જરૂર છે. જેનો એક વીડિયો ગત દિવસોમાં વાયરલ થયો હતો.

   સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  • રાહુલ સિખ રમખાણમાં મહિલાઓ પર થયેલાં અત્યાચાર પર મૌન કેમ છે? - પ્રકાશ જાવડેકર
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   રાહુલ સિખ રમખાણમાં મહિલાઓ પર થયેલાં અત્યાચાર પર મૌન કેમ છે? - પ્રકાશ જાવડેકર

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Kathua case Prakash Javdekar slams Rahul Gandhi for not talking action
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top