પોસ્ટર વોર / લખનઉમાં પ્રિયંકાના રોડ શો પહેલાં પોસ્ટર વોર, હોર્ડિંગ્સ થકી કોંગ્રેસના ભાજપ પર પ્રહાર

poster war on bjp before priynka gandhi's rally in lucknow
X
poster war on bjp before priynka gandhi's rally in lucknow

  • કોંગ્રેસ મહાસચિવ પ્રિયંક ગાંધી વાડ્રાના રોડ શો પહેલાં રાજકારણ ગરમાયું
  • લખનઉમાં હોર્ડિંગ્સ અને બેનર્સ છવાયાં
  • કોંગ્રેસે પોસ્ટર્સ થકી ભાજપના વરિષ્ઠ નેતાઓ પર નિશાન સાધ્યું
     

Divyabhaskar

Feb 11, 2019, 12:03 PM IST
લખનઉઃ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાના રોડ શો પહેલાં લખનઉમાં રાજકારણ ગરમાયું છે. અને સમગ્ર શહેરમાં હોર્ડિંગ્સ, પોસ્ટર્સ અને બેનરો જોવા મળી રહ્યાં છે. આ હોર્ડિંગ્સ, બેનરોમાં પ્રિયંકાના સ્વાગતની સાથે ભાજપ પર પ્રહારો જોવા મળી રહ્યાં છે. એક પોસ્ટરમાં તો પ્રિયંકા ગાંધી મા દુર્ગાના રૂપમાં દેખાડવામાં આવ્યાં છે.
1. પોસ્ટર્સથી સ્વાગત અને ભાજપ પર કટાક્ષ
યુવક કોંગ્રેસના પૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષ પ્રભાકર પાંડે દ્વારા જે પોસ્ટર્સ લગાવાયું છે તેમાં ભાજપના નેતાઓને સાણસામાં લેવામાં આવ્યાં છે.
 
આ હોર્ડિંગ્સમાં એક તરફ ભાજપના અધ્યક્ષ અમિત શાહ, વડાપ્રધાન મોદી અને યુપીના સીએમ આદિત્યનાથની તસવીર છે. જેમાં તેઓનો સાથ છોડીને જતાં લોકો નજરે પડે છે અને તે ત્રણેય નેતા એકલાં ઊભેલાં દેખાય છે.
આ તસવીર નીચે લખવામાં આવ્યું છે, 'ના બાબા ના, ઘણું થયું... (દવાની કડવી ઘુંટ)'. આ ઉપરાંત પોસ્ટરની વચ્ચે રામચરિત માનસની ચોપાઈ મોટા અક્ષરોમાં લખવામાં આવી છે. 
હોર્ડિંગ્સમાં સૌથી નીચે પ્રિયંકા ગાંધી, રાહુલ ગાંધી સહિતના કોંગ્રેસના મોટાં નેતાઓના કાર્ટૂન છે જે ઘણાં ખુશ નજરે પડે છે.
4. મા દુર્ગાના રૂપમાં પ્રિયંકા
લખનઉમાં કોંગ્રેસી નેતાઓએ પ્રિયંકા ગાંધીને મા દુર્ગાનાં રૂપમાં બતાવતા પોસ્ટરો લગાવ્યા છે. આ બેનરોમાં લખ્યું છે કે, મા દુર્ગાનાં રૂપ બહેન પ્રિયંકાજીનાં લખનઉ આગમન પર હાર્દિક સ્વાગત અને અભિનંદન. વધુમાં આ પોસ્ટરોમાં લખવામાં આવ્યુ છે કે,' દહન કરો જુઠ્ઠા લોકોની લંકા, બહેન પ્રિયંકા, બહેન પ્રિયંકા.. ' બેનરમાં વધુ એક મા દુર્ગાની વાઘ પર બેસેલી તસવીર છે, પરંતુ આ તસવીરમાં દુર્ગાની જગ્યાએ પ્રિયંકાનો ચહેરો છે.  
 
5. ફુલોથી સજાવાયુ કોંગ્રેસનું કાર્યાલય
પાર્ટીનાં મહાસચિવ બન્યા બાદ પ્રિયંકા ગાંધી પહેલી વખત ઉત્તરપ્રદેશ આવી રહ્યા છે. તેમનાં સ્વાગત માટે લખનઉનાં કોંગ્રેસ કાર્યાલયને ફુલોથી સજાવામાં આવી રહ્યું છે. કોંગ્રેસ કાર્યાલય તરફ જતા તમામ રસ્તાઓને કોંગ્રેસનાં જ પોસ્ટરો, બેનરો અને હોર્ડિંગોથી સજાવાયા છે. 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી