1

Divya Bhaskar

Home » National News » Desh » Poor family girl got wedding farewell in a helicopter when became bride in MP

નળિયાવાળા ઘરમાં રહેતી યુવતીનું ફર્યું નસીબ, લગ્ન પછી હેલિકોપ્ટરમાં થઇ વિદાય

Divyabhaskar.com | Last Modified - Mar 28, 2018, 05:28 PM IST

દીકરીને વિદાય આપતી વખતે ફળ વેચતા પિતા અને સિલાઇકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતી માતાની આંખમાં આંસૂ છલકાઇ ગયા

 • રતલામ (મધ્યપ્રદેશ): ઇંદોરની પાસે જાવરામાં પઠાનટોલીના તંગ ગલિયારામાં નળિયા-ચાદરથી ઢાંકેલા બે રૂમવાળા ઘરમાં મોટી થયેલી શાહિસ્તાનું નસીબ એવું ચમક્યું કે મંગળવારે તે હેલિકોપ્ટરમાં બેસીને સાસરે વિદાય થઇ. દીકરીને વિદાય આપતી વખતે ફળ વેચતા પિતા અને સિલાઇકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતી માતાની આંખમાં આંસૂ છલકાઇ ગયા. રૂંધાયેલા ગળે તેઓ બોલ્યા, 'અમારી દીકરી સાચે જ ખૂબ નસીબદાર છે.' મેટ્રિક પાસ શાહિસ્તાનું કહેવું છે, "મેં તો સપનામાં પણ નહોતું વિચાર્યું કે મારી સાથે નિકાહ કરવા કોઇ હેલિકોપ્ટરથી આવશે. ખુદાએ મને માંગ્યા વગર જ દુનિયાભરની ખુશીઓ આપી દીધી."

  શું છે મામલો

  - પઠાનટોલીમાં રહેતી વાહિદ ખાનની દીકરી શાહિસ્તાની સગાઇ ત્રણ વર્ષ પહેલા રાજસ્થાનના કોટા જિલ્લાના સુકેતમાં રહેતા ખનિજના વેપારી આરિફ ખાનના દીકરા આસિફ ખાન સાથે થઇ હતી.

  - સોમવારે આસિફ હેલિકોપ્ટરમાં નિકાહ કરવા શહેર આવ્યો અને નિકાહ પછી મંગળવારે સવારે 9 વાગે દુલ્હન શાહિસ્તા સાથે સુકેત જવા માટે ઉડાન ભરી.
  - શાહિસ્તાની મા આસિફ બીના જણાવ્યા પ્રમાણે, ત્રણ વર્ષ પહેલા તેઓ મુગલપુરામાં બહેનને મળવા તેના ઘરે ગઇ હતી. ત્યાં પાડોશમાં રહેતી રેહાના બી (હવે નાનીસાસુ)એ શાહિસ્તાનીને જોઇને કહ્યું આટલી સુશીલ, સુંદર છોકરી મને પહેલા કેમ ન દેખાઇ.
  - તેમણે સુકેતમાં રહેતા તેમના જમાઇ આરિફ ખાનના દીકરા સાથે શાહિસ્તાના લગ્નની વાત ચલાવી. પછી સુકેતથી આસિફ ખાન અને તેમના માતા ફૈમિદા બી મુગલપુરામાં મારી દીકરીને જોવા આવ્યા.
  - તેમણે પણ પહેલી નજરે જ શાહિસ્તાને પસંદ કરી લીધી. ત્યારે રેહાના બીએ જણાવ્યું કે તારી દીકરી બહુ ખુશનસીબ છે. આ લોકો અત્યાર સુધી 50થી વધુ છોકરીઓ જોઇ ચૂક્યા છે, પરંતુ પહેલીવારમાં આ સંબંધ નક્કી થઇ ગયો.

  આગળની સ્લાઇડમાં વાંચો, નાના ભાઈના પણ જાવરામાં થયા લગ્ન, બંને એક જ હેલિકોપ્ટરમાં થયા રવાના

  ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર
 • Poor family girl got wedding farewell in a helicopter when became bride in MP
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  સોમવારે આસિફ હેલિકોપ્ટરમાં નિકાહ કરવા શહેર આવ્યા અને બીજા દિવસે સવારે શાહિસ્તાને લઇને સુકેત જવા રવાના થયા.

  નાના ભાઈના પણ જાવરામાં થયા લગ્ન, બંને એક જ હેલિકોપ્ટરમાં થયા રવાના

   

  - આસિફ ખાનના નાના ભાઈ આદિલના લગ્ન પણ સોમવારે રાતે જાવરાના જ જુલાહપુરામાં ખેડૂત નજીમ ખાનની દીકરી નૌરીન સાથે થયા.

  - બંને ભાઈઓ એક જ હેલિકોપ્ટરમાં આવ્યા અને પોતાની દુલ્હનોને લઇને સુકેત જવા રવાના થયા.
  - સાસરી માટે ઉડાન ભરતા પહેલા હેલીપેડ પર માતા-પિતા અને સંબંધીઓએ તેમને વિદાય આપી.
  - હેલિકોપ્ટર ત્યાંથી પાછું જાવરા આવ્યું અને છોડીવાર દુલ્હનોના ઘર ઉપર મંડરાયા પછી ચાલ્યું ગયું. 

   

  આગળની સ્લાઇડમાં વાંચો, શાહિસ્તાની માએ કહ્યું હતું, 'તમે અમીર, અમે ગરીબ, આ સંબંધ કેવી રીતે શક્ય છે'

 • Poor family girl got wedding farewell in a helicopter when became bride in MP
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  દુલ્હન શાહિસ્તાનું ઘર જ્યાં એણે બાળપણ વીતાવ્યું.

  શાહિસ્તાની માએ કહ્યું હતું, 'તમે અમીર, અમે ગરીબ, આ સંબંધ કેવી રીતે શક્ય છે'

   

  - શાહિસ્તાની મા આસિફ બી જણાવે છે, "સંબંધની વાત શરૂ થઇ અને તેઓ સુકેત પહોંચ્યા ત્યારે જાણ થઇ કે આસિફ અને તેમના પિતા આરિફ ખાન બહુ મોટા વેપારી છે. ઠાઠ-બાઠ જોઇને મેં કહ્યું તમે રહ્યા અમીર અને અમે ગરીબ છીએ. અમારી પાસે તો રહેવા માટે ઘર પણ ન હતું. જેમ-તેમ કરીને મારા માતા-પિતાએ બે રૂમનું ઘર બનાવડાવી દીધું. તેના પર પણ નળિયા-ચાદર ઢાંકેલી છે. હું સિલાઇકામ કરું છું અને પતિ ફળની લારી ચલાવે છે. એવામાં સંબંધ કેવી રીતે થશે."

  - આટલું સાંભળીને આસિપ અને તેમના માતા-પિતાએ કહ્યું, "અમને અમીરી-ગરીબીથી કોઇ મતલબ નથી. અમને શાહિસ્તાપસંદ છે, બીજું કંઇ નથી જોઇતું." આ રીતે સંબંધ નક્કી થઇ ગયો. 

 • Poor family girl got wedding farewell in a helicopter when became bride in MP
  શાહિસ્તાનું કહેવું છે, મેં તો સપનામાં પણ નહોતું વિચાર્યું કે મારી સાથે નિકાહ કરવા કોઇ હેલિકોપ્ટરથી આવશે.

More From National News

Trending