યાદગાર સફર / 4 વાર CM, 1 વખત રક્ષામંત્રી, સંઘ સાથે પણ હતો ગાઢ સંબંધ કંઇક આવો હતો મનોહર પર્રિકરનો રાજનૈતિક સફર

Divyabhaskar.com

Mar 17, 2019, 10:19 PM IST
political-carrier-of-manohar-parrikar
political-carrier-of-manohar-parrikar
political-carrier-of-manohar-parrikar

નેશનલ ડેસ્ક:ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરનું લાંબી બીમારી બાદ નિધન થઇ ગયું. ઇમાનદારી અને સાદગી માટે પ્રસિદ્ધ પર્રિકર 4 વખત ગોવાના મુખ્યમંત્રી રહી ચૂક્યાં છે. 2014માં એનડીએની સરકારમાં મનોહર પર્રિકર દેશના રક્ષામંત્રીની ભૂમિકા નિભાવી હતી. તેમના નિધન પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શોક વ્યક્ત કર્યો છે. આપને જણાવી દઇએ કે તે એક એવા નેતા હતી જેની ગણતરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભરોસાપાત્ર નેતાઓમાં થતી હતી. આ અવસરે તેમના જીવની અને રાજનૈતિક સફર પર એક નજર કરીએ.


રાજનૈતિક સફર
મનોહર પર્રિકરનું રાજનૈતિક જીવન સિદ્ધિઓથી સભર રહ્યું છે. તેઓ 4 વાર ગોવાના સીએમ રહી ચૂક્યાં છે. 14 માર્ચે 12017માં પર્રિકર ચોથી વખત ગોવાના મુખ્યમંત્રી બન્યા. વર્ષ 2000-05માં પહેલી વખત તેઓ સીએમ બન્યાં, જયારે 2014માં બીજેપીના નેતૃત્વમાં એનડીએની સરકાર બની તો પીએમ મોદીએ તેમને દિલ્લી બોલાવ્યા અને તેમને મહત્વપૂર્ણ રક્ષામંત્રીનો પદભાર સોંપવામાં આ્વ્યો. રક્ષા મંત્રી બન્યા બાદ તેમનું સંસદ સદસ્ય બનવું જરૂરી હતું તેથી તેઓ યૂપીથી રાજ્યસભા સાંસદ બન્યાં.


IIT મુંબઇથી કર્યું સ્નાતક
પર્રિકરનો જન્મ 1955માં ગોવામાં માપુસા ગામમાં થયો હતો. તેમણે લોયોલા હાઇસ્કૂલથી શરૂઆતનું શિક્ષણ પ્રાપ્ત કર્યું. 1978માં તેમણે આઇઆઇટી મુંબઇથી એન્જિનિયરિંગમાં સ્નાતક કર્યું. વિદ્યાર્થી જીવનથી તેઓ સંઘમાં સક્રિય હતા અને સંઘ પ્રત્યે લગાવ પણ હતો. તે અભ્યાસ દરમિયાન સંઘની શાખામાં જતાં હતા. અભ્યાસ પૂર્ણ કર્યાં બાદ પણ તે સંઘ સાથે જોડાઇ રહ્યાં. ત્યારબાદ તેઓ બીજેપીમાં સામેલ થાય અને બીજેપી પાર્ટીમાંથી પહેલી વખત ચૂંટણી લડી.


1994માં પહેલી વખત જીત પ્રાપ્ત કરી

1994માં પર્રિકરે બીજેપીની સીટથી ગોવાની પણજી બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી લડી અને જીત મેળવી. 24 ઓક્ટોબર 2000માં ગોવામાં થયેલ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ જીત પ્રાપ્ત કરીને સત્તા સુધી પહોંચી અને પર્રિકર ગોવાના મુખ્યમંત્રી બન્યાં. જો કે મુખ્યમંત્રી બનાવાની ખુશી પર્રિકર માટે વધુ સમય સુધી ન રહી કારણે તેમની અંગત જિદગીમાં પણ સંઘર્ષ ચાલું હતો.

પત્નીનું પણ કેન્સરથી થયું મોત

તેને વિડંબણા જ કહીશું કે મનોહર પર્રિકરની પત્ની મેધાનું નિધન પણ કેન્સરના કારણે જ થયું. ફેબ્રુઆરી 2002માં તેમણે આ પદ પણ છોડવું પડ્યું. જો કે જૂન 2002માં તે ફરી એક વખત મુખ્યમંત્રી બન્યા અને 2005 સુધી આ પદ પર રહ્યાં, 2005માં વિધાનસભાની ચૂંટણીમાં હાર બાદ બીજેપી 2012માં ફરી સત્તા પર આવી અને પર્રિકર એક વખત ફરી મુખ્યમંત્રી બન્યા. 2014માં રક્ષામંત્રી બનવા માટે તેમણે 2014માં રાજીનામુ આપ્યું. જો કે તેઓ રક્ષામંત્રી તરીકે વધુ સમય ન રહ્યાં અને ખરાબ તબિયતના કારણે ફરી ગોવા પરત ફર્યાં અને ફરી ગોવાના મુખ્યમંત્રી બની ગયા.

X
political-carrier-of-manohar-parrikar
political-carrier-of-manohar-parrikar
political-carrier-of-manohar-parrikar
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી