Home » National News » Desh » Polish lady Ivona married with Punjabi man

પોલિશ લેડીને FBમાંથી મળ્યો પંજાબી દુલ્હો, ગૂગલ ટ્રાંસલેટરની મદદથી વાતો કરીને વધી નીકટતા

Divyabhaskar.com | Updated - Mar 06, 2018, 03:41 PM

બે વર્ષ પહેલાં ફિલ્લૌરના ગામ ગન્ના પિંડના શામ સુંદરને પોલેન્ડની ઈવોના વાના સિક સાથે ફેસબુકમાં કોન્ટેક્ટ થયો હતો.

  • Polish lady Ivona married with Punjabi man
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    પંજાબનો શામ સુંદર ગરીબ પરિવારથી છે તો ઈવોના સુખી સંપન્ન પરિવારથી આવે છે

    ફિલ્લૌરઃ બે વર્ષ પહેલાં ફિલ્લૌરના ગામ ગન્ના પિંડના શામ સુંદરને પોલેન્ડની ઈવોના વાના સિક સાથે ફેસબુકમાં કોન્ટેક્ટ થયો હતો. અને હવે સાત સમુદ્ર પાર કરી, અલગ ભાષા અને રંગ-રૂપ હોવા છતાં બંને લગ્નના પવિત્ર બંધનમાં બંધાયા છે. બંનેને એક બીજા પ્રત્યેની લાગણીને સમજવા ગૂગલ ટ્રાંસલેટરે મદદ લીધી હતી. ગૂગલ ટ્રાંસલેટરની મદદથી જ બંને એકબીજાને મેસેજ મોકલતાં હતા. શામ સુંદર ગરીબ પરિવારથી છે તો ઈવોના સુખી સંપન્ન પરિવારથી આવે છે. ખાસ વાત એ છે કે બંને પહેલાં લગ્ન કરી ચૂક્યાં છે. શામ સુંદરની પત્નીનું દેહાંત થઈ ગયું છે જ્યારે ઈવોના પોતાના પતિને તલાક આપી ચુકી છે.

    ફેસબુક પર ઈવોનાને જોઈ તો લાગ્યું કે પહેલાંનો સંબંધ છે

    એક ફેકટરીમાં કામ કરતાં શામ સુંદર (38)ની પત્નીનું ચાર વર્ષ પહેલાં દેહાંત થઈ ગયું હતું. એક 10 વર્ષની દીકરી પણ છે. પ્લસ ટૂ પછી શામ સુંદર ઘરનો ખર્ચ ચલાવવા માટે ક્યારેક અનાજ તોલવાનું કામ કરતો હતો. જે બાદ તેને એક ફેક્ટરીમાં સુપરવાઈઝરની જોબ મળી હતી. શામ સુંદરે જણાવ્યું કે 2 વર્ષ પહેલાં ફેસબુક પર પોલેન્ડની ઈવોના (48)ને જોઈ તો એવું લાગ્યું કે તેની સાથે પહેલાં કોઈ સંબંધ છે. મુશ્કેલી એ હતી કે શામ સુંદરને પોલિશ આવડતી નથી તો ઈવોનાને પોતાની માતૃભાષા સિવાય અન્ય કોઈ ભાષાની સમજ છે. ઈવોનાને થોડીઘણી અંગ્રેજી આવડે છે. બંને પોતાની ભાષામાં મેસેજ લખ્યાં પછી ગૂગલની મદદથી ટ્રાંસલેટ કરીને એકબીજાને મેસેજ મોકલતાં હતા. જે બાદ ધીમે ધીમે બંને વચ્ચે મિત્રતા વધી અને એકબીજાના દેશ, પરિવાર અંગે જાણકારી મેળવી. જે બાદ લાઈવ જોવા માટે વીડિયો કોલિંગ શરૂ કરી હતી. એકબીજાના હ્રદય મળી ગયા બાદ, ભાષાથી એક બીજા પ્રત્યેના પ્રેમના એકરાર માટે ઈવોનાએ પંજાબી અને શામ સુંદરે પોલિશ શીખવાના પ્રયાસો શરૂ કર્યાં છે.

    શામ પોલિશ અને ઈવોના શીખી રહી પંજાબી


    2 મહિના પહેલાં ઈવોનાએ લગ્નનો પ્રસ્તાવ મુક્યો હતો. શામે સહમતી આપતાં ઈવોનાએ પોતાના પતિને સમગ્ર વાત જણાવી સહમતીથી તલાક લીધા અને 22 ફેબ્રુઆરીએ પંજાબના ગામ ગન્ના પિંડ આવી ગઈ. 23 ફેબ્રુઆરીએ બંનેએ ગુરૂદ્વાર સાહિબમાં ફેરા ફરીને લગ્ન કર્યાં. સોમવારે ભાસ્કરના પત્રકારે ઈવોના સાથે વાત કરી તો તેને ટ્રાંસલેટરની મદદથી જણાવ્યું કે પંજાબ આવીને અને શામ સુંદરને મળીને તે ઘણી જ ખુશ છે. તે ઈચ્છે છે કે શામ સુંદર તેની સાથે પોલિશમાં વાતો કરે. અને તેથી તે પોતાની સાથે પોલિશ ભાષા શીખવનારી કેટલાંક પુસ્તકો પણ લઈ આવી છે. તો શામ સુંદરે તેને પંજાબી ભાષા શીખવવા કેટલાંક પુસ્તકો ખરીદ્યાં છે.

    પંજાબી કલ્ચરને ગણાવ્યું બેસ્ટ


    ઈવોનાએ કહ્યું કે, પંજાબના લોકો, અહીંની ભાષા અને કલ્ચર તેને ઘણાં જ પસંદ પડ્યાં. ભાષા શીખવાની સાથે સાથે તે પંજાબી ખાવાનું બનાવવાનું, ખાસ કરીને સરસો કા સાગ, રોટી શીખી રહી છે. પોતાની જેઠાણી પાસેથી પંજબી ગિદ્દા, કિકલી અને અન્ય વસ્તુઓ શીખીને તે ઘણી જ ખુશી અનુભવી રહી છે. 12 માર્ચે ઈવોના પોલેન્ડ જતી રહશે અને થોડા દિવસ પછી પતિને ત્યાંના લીગલ ડોક્યુમેન્ટ્સ મોકલીને બોલાવી લેશે.

    સંબંધિત સ્ટોરીના વધુ ફોટા જોવા આગળની સ્લાઈડ પર ક્લીક કરો

  • Polish lady Ivona married with Punjabi man
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    23 ફેબ્રુઆરીએ બંનેએ ગુરૂદ્વાર સાહિબમાં ફેરા ફરીને લગ્ન કર્યાં
  • Polish lady Ivona married with Punjabi man
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    પોલેન્ડની ઈવોના પંજાબી ભાષા, રીતરિવાજ તેમજ ખાવાનું બનાવવાનું શીખે છે
  • Polish lady Ivona married with Punjabi man
    12 માર્ચે ઈવોના પોલેન્ડ જતી રહશે અને થોડા દિવસ પછી પતિને ત્યાંના લીગલ ડોક્યુમેન્ટ્સ મોકલીને બોલાવી લેશે
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ