ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» ઘરે નહાતા આરોપીને ન્યૂડ જ લઈ ગઈ પોલીસ, પોલીસ સ્ટેશન સુધી કરાવી પરેડ| Police Taken Case Accused Without Cloth Publicly

  ઘરે નહાતા આરોપીને ન્યૂડ જ લઈ ગઈ પોલીસ, પોલીસ સ્ટેશન સુધી કરાવી પરેડ

  divyabhaskar.com | Last Modified - May 23, 2018, 07:00 AM IST

  ઓફિસર્સના જણાવ્યા પ્રમાણે તેમણે આરોપીને કપડાં આપ્યા હતા પરંતુ તેણે જ પોલીસને સપોર્ટ ન કર્યો
  • ઘરે નહાતા આરોપીને ન્યૂડ જ લઈ ગઈ પોલીસ, પોલીસ સ્ટેશન સુધી કરાવી પરેડ
   ઘરે નહાતા આરોપીને ન્યૂડ જ લઈ ગઈ પોલીસ, પોલીસ સ્ટેશન સુધી કરાવી પરેડ

   નવી દિલ્હી: કુખ્યાત બદમાશને પકડવા ઈન્દ્રપુરી પહોંચેલી પોલીસનો અમાનવીય ચહેરો સામે આવ્યો છે. પોલીસ આરોપીની ધરપકડ કરવા તેના ઘરે પહોંચી હતી. તે સમયે આરોપી બાથરૂમમાં નહાતો હતો. પોલીસે આરોપીને કપડાં પણ પહેરવાનો મોકો ન આપ્યો અને ન્યૂડ સ્થિતિમાં જ પકડીને બહાર ભીડવાળા વિસ્તારમાં લઈ આવી હતી. એટલું જ નહીં પોલીસ આરોપીની પોલીસ સ્ટેશન સુધી ન્યૂડ સ્થિતિમાં જ પરેડ કરાવી હતી. પોલીસ ઓફિસર્સના જણાવ્યા પ્રમાણે તેમણે આરોપીને કપડાં આપ્યા હતા પરંતુ તેણે પોલીસને સહયોગ આપ્યો નહતો. આરોપી ભાગી ન જાય તે માટે પોલીસે તેને એ રીતે જ પોલીસ સ્ટેશન લઈ જવો પડ્યો હતો.

   પત્ની ટુવાલ લઈને પોલીસવાળાઓની પાછળ દોડતી રહી


   - ઘટનાની સૌથી ખાસ વાત એ હતી કે પોલીસે આરોપીની નગ્ન અવસથામાં જ પોલીસ સ્ટેશન સુધી પરેડ કરાવી હતી અને તે સમયે આરોપીની પત્ની પોલીસની પાછળ ટોવેલ લઈને દોડતી જોવા મળી હતી. પત્નીએ પણ પોલીસ ઉપર આરોપ લગાવ્યો છે કે, તેણે પોલીસને ઘણી આજીજી કરી કે તેના પતિને ટોવેલ પહેરવા દે પરંતુ પોલીસવાળાએ પણ તેની એક પણ વાત સાંભળી નહતી.
   - હવે આરોપીની વકીલે કોર્ટમાં પોલીસ કર્મચારીઓ સામે કાર્યવાહી કરીવાની માગણી કરી છે. વકીલે આરોપી તરફથી આ પોલીસ કર્મચારીઓની ફરિયાદ અગ્રણી ઓફિસર્સ અને એવજીને પણ કરી છે.

   બીનજામીન પાત્ર વોરંટ જાહેર કરાયું હતું


   - આરોપી સામે ટ્રેસ પાસિંગના એક કેસમાં દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાંથી બીન જામીન પાત્ર વોરંટ જાહેર કરવામાં આવ્યું હતું. પોલીસ તે જ વોરંટ અંતર્ગત તેની ધરપકડ કરવા તેના ઘરે ગઈ હતી. ત્યારે આરોપી બાથરૂમમાં નાહી રહ્યો હતો.

   ઘટના સ્થળે મહિલા પોલીકર્મી પણ હતી હાજર


   - ઘરના લોકોનો આરોપ છે કે, પોલીસે તેને બાથરૂમમાંથી પકડ્યા પછી તેને કપડાં પહેરવાનો પણ મોકો આપ્યો નથી. પોલીસકર્મીઓ તેને ન્યૂડ અવસ્થામાં જ ઘરની બહાર અને ત્યાંથી પોલીસ સ્ટેશન લઈ જવા લાગ્યા. પોલીસની આ હરકત સીસીટીવીમાં પણ કેદ થઈછે.
   - સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, આરોપીની ન્યૂડ અવસ્થામાં પરેડ કરાવવામાં આવી છે. તે સમયે પોલીસકર્મીઓની સાથે ત્યાં મહિલા કર્મચારીઓ પણ હાજર હતી. રસ્તા ઉપર ઘણાં લોકોની સાથે મહિલાઓ અને બાળકો પણ દિલ્હી પોલીસનો આ તમાશો જોઈ રહી હતી.

   પોલીસનો ખુલાસો- આરોપીને કપડાં પહેરવાનો સંપૂર્ણ મોકો આપવામાં આવ્યો હતો


   - દિલ્હી પોલીસના સબઈન્સપેક્ટર વિજય કુમારે જણાવ્યું કે, પોલીસ જ્યારે આરોપીને પકડવા ગઈ ત્યારે તેણે છતથી ભાગવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ પોલીસે તેને પકડી લીધો હતો. ત્યારપછી પોલીસ આરોપીને ગાડી સુધી લાવી અને તેને કપડાં પહેરવાનો સંપૂર્ણ મોકો આપ્યો હતો પરંતુ આરોપી સહયોગ નહતો કરતો અને તે જ કપડાં પહેરવા નહતો માગતો. વાયરલ વીડિયોમાં પણ જોવા મળી રહ્યું છે કે, તે આગળ આગળ ભાગી રહ્યો હતો અને પાછળ પાછળ પોલીસ તેને પકડવાનો પ્રયત્ન કરી રહી હતી.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: ઘરે નહાતા આરોપીને ન્યૂડ જ લઈ ગઈ પોલીસ, પોલીસ સ્ટેશન સુધી કરાવી પરેડ| Police Taken Case Accused Without Cloth Publicly
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `