કાર્યવાહી / અલ્હાબાદ યુનિવર્સિટીની હોસ્ટેલમાં દરોડા, બોમ્બ બનાવવાનો સામાન મળ્યો

Police Raid in uttar pradesh allahabad university hostels, Sealed 58 rooms

  • પોલીસે દરોડા દરમિયાન 56 રૂમ સીલ કર્યા અને ઘણી ગાડીઓ પણ જપ્તકરી

divyabhaskar.com

Apr 17, 2019, 05:17 PM IST

અલ્હાબાદ: ઉત્તર પ્રદેશની અલ્હાબાદ યુનિવર્સિટીમાં દરોડા દરમિયાન પોલીસને બોમ્બ બનાવવાનો સામાન મળી આવ્યો છે. પોલીસે દરોડા દરમિયાન 58 રૂમ સીલ કર્યા છે અને ઘણી ગાડીઓ પણ જપ્ત કરી લીધી છે. પોલીસે આ દરમિયાન દરેક રૂમની તપાસ કરી હતી અને ગેરકાયદેસર રીતે કબજો જમાવી લીધેલા વિદ્યાર્થીઓને પણ હોસ્ટેલમાંથી બહાર કાઢ્યા હતા. પોલીસે હોસ્ટેલ ખાલી કરાવવા માટે સેનાના અમુક જવાનની મદદ લીધી હતી અને દરોડા દરમિયાન ભારે માત્રામાં પોલીસ ફોર્સ પણ હાજર રહી હતી.

સમાજવાદી પાર્ટીના પ્રવક્તા રિચા સિંહે પ્રશાસનની કાર્યવાહી સામે સવાલ ઉભા કર્યા છે. તેમણે ટ્વીટ કરીને હોસ્ટલ પર કરવામાં આવેલી કાર્યવાહીનો વિરોધ કર્યો છે. તેમણે ટ્વીટ કર્યું છે કે, અલ્હાબાદ જિલ્લા પ્રશાસન અને વિશ્વવિદ્યાલય પ્રશાસન તેમની નિષ્ફળતા છુપાવવા અને ગુના પર લગામ લગાવવામાં અસમર્થ છે. તેઓ પોતાની નિષ્ફળતા વિદ્યાર્થીઓના માથા ઉપર ઢોળવા માટે હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને પરેશાન કરી રહ્યા છે.

નોંધનીય છે કે, આ પહેલા રવિવારે રોહિત શુક્લા નામના એક વિદ્યાર્થીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તે વિશે 100 નંબર પર કોલ કરીને પોલીસને માહિતી આપવામાં આવી હતી. પોલીસ અધિકારી બૃજેશ શ્રીવાસ્તવે આ વિશે માહિતી આપતા કહ્યું હતું કે, આ ઘટના પીસીબી હોસ્ટેલની છે. અહીં રાત્રે અઢી વાગે 21 વર્ષના રોહિત શુક્લાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. વિદ્યાર્થીનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું.

X
Police Raid in uttar pradesh allahabad university hostels, Sealed 58 rooms
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી