Home » National News » Desh » મા-બાપ જીવતા હોવા છતા અનાથ છે 4 બાળકો| Police Officer Proves To Be Superhero For Helpless Children

મા-બાપ હોવા છતા અનાથ છે 4 બાળકો, તેમના માટે સુપર હીરો બન્યો આ પોલીસવાળો

Divyabhaskar.com | Updated - Jun 02, 2018, 02:14 PM

આ ઘરમાં 12 વર્ષનો છોકરો છે વડીલ, એકલો કરે છે નાના 3 બાઈ-બહેનની દેખરેખ

 • મા-બાપ જીવતા હોવા છતા અનાથ છે 4 બાળકો| Police Officer Proves To Be Superhero For Helpless Children
  +1બીજી સ્લાઈડ્સ જુઓ

  શાહજહાંપુર: સામાન્ય રીતે લોકોમાં પોલીસની થોડી નેગેટિવ ઈમેજ હોય છે. સામાન્ય રીતે પોલીસને ગરીબોને પરેશાન કરવા વાળા અને અમીરોને સાથ આપનાર માનવામાં આવે છે. જોકે જલાલાબાદના સીઓએ એક નેક કામ કરીને પોલીસની આ નેગેટિવ ઈમેજને તોડી નાખી છે. આવો આજે અમે તમને આ પોલીસ કર્મીની પોઝિટીવીટી વિશે વાત કરીએ...

  કેસની તપાસ કરવા પહોંચ્યા હતા CO, ત્યારે મળ્યા નાના છોકરાઓ

  - જલાલાબાદના સર્કલ ઓફિસર સંદીપ ગુરુવારે કુંડારા ગામમાં એક કેસની તપાસ કરવા માટે પહોંચ્યા હતા. ત્યાં તેમને કોઈકની પૂછપરછ કરવાની હતી.
  - એડ્રેસ પૂછવા માટે તેમણે એક ઘરનો દરવાજો ખખડાવ્યો હતો. થોડી વાર પછી એક ચાર વર્ષની બાળકી ઘરની બહાર આવી હતી. ઓફિસરે બાળકીને તેના પિતાને બોલાવવા કહ્યું તો તે ચૂપ થઈ ગઈ, જાણે કઈ સમજી ન શકી હોય.
  - સંદીપે કહ્યું, તે કઈ બોલી નહતી શકતી. ત્યારે ત્યાંથી પસાર થતા એક વ્યક્તિએ જણાવ્યું કે, તેના માતા-પિતા નથી. તે તેના ભાઈ-બહેન સાથે અહીં રહે છે. સંદીપ આ વાત સાંભળીને ચોંકી ગયા હતા.

  છોડીને જતી રહી છે મા, પિતા દિલ્હીમાં કરે છે નોકરી


  - કુંડારા ગામમાં રહેતી 4 વર્ષની પિંકી તેના બે મોટા ભાઈ અને એક બહેન સાથે એકલી રહે છે. તેમની માતા 3 વર્ષ પહેલાં જ ઘર છોડીને જતા રહી છે. પિતા દિલ્હીમાં રહીને નોકરી કરે છે.
  - સંદીપે કહ્યું- મને આશ્ચર્ય થયું કે, આ ચાર બાળકો અહીં એકલા કેવી રીતે રહે છે. સૌથી મોટા છોકરાની ઉંમર 12 વર્ષ છે. તે જ બધા ભાઈ-બહેનની દેખભાળ રાખે છે. ત્રણ ચાર મહિને પિતા કુરિયરથી 1000-1500 મોકલી દે છે. તેનાથી તે લોકો તેમનો ખર્ચ ચલાવે છે.
  - હું તેમના ઘરે પહોંચ્યો ત્યારે બાળકી એકલી જ ઘરે હતી. થોડા સમયમાં તેના ભાઈ-બહેન આવી ગયા હતા. ચારેય જણાએ સવારથી કઈ ખાધુ નહતું. માત્ર ગંદુ પાણી પીને ભૂખ મીટાવી રહ્યા હતા. આ જોઈને મને અને મારી ટીમને ખૂબ દુખ થયું.

  બાળકો સાથે ઉજવ્યો મારો જન્મ દિવસ


  - સંદીપે જણાવ્યું કે, નસીબજોગે બુધવારે મારો બર્થ-ડે હતો. મને થયું ચલોને બાળકો સાથે મારા જન્મ દિવસની ઉજવણી કરું. મે તુરંત જ કોનસ્ટેબલને મોકલીને બાળકો માટે નવા કપડાં અને હોટલમાંથી જમવાનું લાવવા કહ્યું. અમારી આખી ટીમે પહેલાં બાળકોને કપડાં આપ્યા અને પછી તેમની સાથે જમ્યા પણ ખરા.
  - સીઓએ 2-3 મહિનાનું કરિયાણું પણ તેના ઘરે ભરાવી દીધું હતું.

  આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીરો

 • મા-બાપ જીવતા હોવા છતા અનાથ છે 4 બાળકો| Police Officer Proves To Be Superhero For Helpless Children
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ