તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોલીસ સ્ટેશનમાં બેસીને 40 લાખનો દારૂ વેચવાનો સોદો કરી રહ્યો હતો પોલીસ સ્ટેશન અધિકારી, SPએ ફિલ્મી સ્ટાઈલમાં પકડ્યો, કહ્યું- યુ આર અંડર અરેસ્ટ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોલીસ સ્ટેશન અધિકારી દારૂ વેચતો રંગેહાથે પકડાઈ ગયો. - Divya Bhaskar
પોલીસ સ્ટેશન અધિકારી દારૂ વેચતો રંગેહાથે પકડાઈ ગયો.

ગોપાલગંજ: બિહારના ગોપાલગંજમાં મંગળવારે રાતે SPએ ફિલ્મી સ્ટાઈલમાં એક પોલીસ સ્ટેશન અધિકારીને દારૂનો સોદો કરતા રંગેહાથે પકડી લીધો. મામલામાં બૈકુંઠપુર પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ લક્ષ્મીનારાયણ મહતો ઉપરાંત એસઆઇ સુધીરકુમારની પણ અટકાયત કરવામાં આવી છે. રિપોર્ટ પ્રમાણે, બંને પર પોલીસ સ્ટેશનમાં બેસીને 40 લાખ રૂપિયાની કિંમતનો જપ્ત થયેલો દારૂ વેચવાનો આરોપ છે. એસપી રાશિદ જમાને પહેલેથી આ વિશે સૂચનાઓ મળી રહી હતી. તેઓ બસ તકની રાહ જોઈ રહ્યા હતા. તેઓ આગલી રાતે અચાનક પોલીસ સ્ટેશન જઈ પહોંચ્યા, જ્યાં પોલીસ સ્ટેશન અધિકારી દારૂ વેચતો રંગેહાથે પકડાઈ ગયો. 

 

આખા બિહારમાં જપ્ત થયેલા દારૂને નષ્ટ કરવાની પ્રક્રિયા શરૂ

 

- મળતી માહિતી પ્રમાણે, એસપીએ પહેલા પોલીસ સ્ટેશનના પરિસરનું ચેકિંગ કર્યું. પછી પોલીસ સ્ટેશન ઇન્ચાર્જની ચેમ્બરની તપાસ કરી. જાણવા મળ્યું કે તે પોતે દારૂની ડિલિવરીની તૈયારી કરી રહ્યો છે.

- તેને જ આધાર બનાવીને એસપી જમાએ પોલીસ સ્ટેશન અધિકારી અને એક એસઆઇની અટકાયત કરીને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી. 
- ઉલ્લેખનીય છે કે આખા બિહારમાં જપ્ત થયેલા દારૂને નષ્ટ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. એ જ રીતે બૈકુંઠપુરમાં પણ નષ્ટ કરવાનું કામ ચાલી રહ્યું હતું, પરંતુ અહીંયા પોલીસ સ્ટેશન ઇન્ચાર્જે થોડાક જ લીટર દારૂ નષ્ટ કર્યો હતો. 
- બાકીના છુપાવીને રાખેલા લગભગ 40 લાખ રૂપિયાના દારૂને ગઈકાલે રાતે વેચવાની તૈયારીમાં હતા. પરંતુ, ત્યારે જ એસપીએ તેમને પકડી લીધા. હાલ આ ઘટનાથી પોલીસમાં હોબાળો મચી ગયો છે. 

 

અહીંયાથી થતી હતી દારૂની તસ્કરી

 

ગોપાલગંજ જિલ્લામાં ઉત્તરપ્રદેશ, હરિયાણા અને દિલ્હીથી સતત દારૂની ખેપ ચોરી કરીને લાવવામાં આવી રહી છે. દરરોજ ક્યાંક ને ક્યાંક દારૂની મોટી ખેપ પકડવામાં આવી રહી છે. દારૂને જપ્ત કરીને પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવે છે. પોલીસ સ્ટેશન અધિકારી લક્ષ્મીનારાયણ આ જ રીતે જપ્ત કરવામાં આવેલા દારૂને વેચી રહ્યા હતા. 

અન્ય સમાચારો પણ છે...