Divya Bhaskar

Home » National News » Desh » MP: Police finally arrested thief who was used to steal things for his girlfriends

MP: 2 પ્રેમિકાઓ માટે ચોરી હતી કાર, ત્રીજી સાથે લગ્ન માટે ફરી કરવા ગયો ચોરી, CCTVમાં કેદ થતાં થઈ ધરપકડ

Divyabhaskar.com | Updated - Aug 01, 2018, 12:37 PM

ઇંદોરથી પકડાયેલો આ આરોપી પોતાની બે પ્રેમિકાઓને ખુશ કરવા માટે શૉરૂમમાંથી 2 વખત કારની ચોરી કરી ચૂક્યો છે

  • MP: Police finally arrested thief who was used to steal things for his girlfriends
    આરોપીએ જણાવ્યું કે, છેલ્લી ચોરી તેણે ઇંદોરમાં મારિયા નામની પ્રેમિકા સાથે લગ્ન કરવા માટે કરી હતી.

    ખંડવા (મધ્યપ્રદેશ): બોહરા મસ્જિદમાં આમિલ નામના વ્યક્તિની ઓફિસમાં 3 વર્ષમાં ચોરીની 3 ઘટનાઓને અંજામ આપનાર બદમાશની પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ધરપકડ કરી લીધી. ઇંદોરથી પકડાયેલો આ આરોપી પોતાની બે પ્રેમિકાઓને ખુશ કરવા માટે શૉરૂમમાંથી 2 વખત કારની ચોરી કરી ચૂક્યો છે. ત્રીજી સાથે લગ્ન કરવા માટે ચોરી કરવા ગયો હતો પરંતુ સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયો. પોલીસે સોમવારે મામલાનો ખુલાસો કર્યો.

    મોજામાં રાખતો હતો ચોરીના ઘરેણા

    - આરોપી ચંદ્રપ્રકાશે જણાવ્યું કે, 21 જુલાઈની રાતે આમિલની ઓફિસમાંથી 4 ચાંદીના મેડલ્સ, એક એરગન, બે સોનાની વીંટીઓ અને એક શેવિંગ મશીનની ચોરી કરી હતી.

    - 6 જુલાઈ, 2015ના રોજ તેણે ત્યાંથી જ 30 ગ્રામનું સોનાનું કડું, સોનાનો 10 ગ્રામનો સિક્કો, સોનાના 5 ગ્રામના ટોપ્સ, 30 ગ્રામની સોનાની બે બંગડીઓ, 15 ગ્રામની સોનાની ચેઇન અને સોનાની વીંટી ચોરી હતી.
    - 22 એપ્રિલ, 2018ના રોજ પણ સોનાના ઘરેણા તેમજ રૂપિયા 22 હજાર રોકડા ચોર્યા હતા. તે જ્યારે પણ ચોરી કરવા જતો તો પહેલા મોજા ચોરતો હતો જેથી તેમાં ઘરેણા અને રૂપિયા સંતાડીને રાખી શકે.

    પ્રેમિકાઓની ખુશી માટે કરતો હતો ચોરી

    - ચંદ્રપ્રકાશે જણાવ્યું કે, 2015થી અત્યાર સુધી તેની ત્રણ પ્રેમિકાઓ રહી છે. પોતે એશ કરવા તેમજ પ્રેમિકાને જલસા કરાવવા માટે પહેલા કાર, બે પૈડાંના વાહનની ચોરી કરી અને પછી નાની-મોટી ચોરીઓ કરવા લાગ્યો.

    - છેલ્લી ચોરી તેણે ઇંદોરમાં મારિયા નામની પ્રેમિકા સાથે લગ્ન કરવા માટે કરી હતી.

    આમિલની કાર ન જોવા મળે ત્યારે કરતો હતો ચોરી

    - આરોપીએ જણાવ્યું કે 2014માં તેણે મસ્જિદની બહાર બેકરીમાં એક વર્ષ કામ કર્યું. તેણે આમિલ નામના વ્યક્તિની રહેણી-કરણી અને તેના આવવા અને બહાર જવા પર નજર રાખવા માંડી.
    - કામ છોડ્યા પછી તે ઇંદોર આવી ગયો હતો. ત્યાંથી તેના મિત્રો પાસેથી તે આમિલની કાર વિશે જાણકારી મેળવતો હતો. જ્યારે તેની કાર ન દેખાય ત્યારે રાતે જ તે ઇંદોરથી ખંડવા આવતો અને ચોરી કરીને જતો રહેતો. તેણે જણાવ્યું કે 2 ચોરીઓમાં કેમેરા જોઇને તોડી નાખ્યા હતા પરંતુ ત્રીજી ચોરીમાં સીસીટીવી જોઇ ન શક્યો કેમકે કેમેરા નાના હતા. એટલે તે પકડાઇ ગયો.

    આ પણ વાંચો: દિલ્હી: મેટ્રોમાં વૃદ્ધના ખિસ્સામાંથી લબડતું પર્સ ખેંચી કનોટ પ્લેસમાં કર્યું શોપિંગ, દીકરીએ ગૂગલની મદદથી પકડ્યો ચોર

    આરોપી સુધી આ રીતે પહોંચી પોલીસ

    - 21 જુલાઈની રાતે મસ્જિદમાં ચોરીની ત્રીજી ઘટના પછી એસપી રૂચિવર્ધન મિશ્રાએ બદમાશને પકડવા માટે ટીમ બનાવી.

    - ટીમે સીસીટીવી ફૂટેજના આધારે જિલ્લાના પોલીસ સ્ટેશનોમાં જૂના રેકોર્ડ્સ ચકાસ્યા તો ચંદ્રપ્રકાશ પટેલ વિશે જાણ થઇ. ત્યારબાદ પોલીસે ચંદ્રપ્રકાશના મોબાઈલ નંબરને ટ્રેસ કર્યો અને તેના સુધી પહોંચી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending